________________
(૩૨૭)
આનંદ-સુધાસિંધુ
સુધાસિંદ ૧ તું ધીરધાર તે શેરહોલ્ડરને આપી દે છે. પરિણામ એ આવે છે કે બીજી બાજુએ બેટને ખાડે વધતું જ જાય છે! એજ રીતે શરીર રૂપી કંપની પણ પ્રવૃત્તિરૂપ આરંભ સમારંભ કર્યો જાય છે અને તેથી કર્મબંધનરૂપ ભયંકર દેવું વધતું જ જાય છે, તેને છેડે જ કદી આવતું નથી. આ કંપની સાથેના પિતાના આવા સંબંધથી ડાયરેકટર આ કંપની ટકી રહે એવું ચહાય છે ત્યારે શ્રીમાન કરાય રૂપી બડા જમીનદાર કે જે આ કંપનીના લેણદાર છે તે જ્યાં પિતાનું લેણું વસુલ નથી આવતું કે કાબુલીઓ જેમ ડાંગને જેરે પાવલી વ્યાજ સાથે પૈસા લે છે તે જ પ્રમાણે તૈયાર થઈને જ ઉભું રહે છે! કેને દેશ છે તે વિચારે. જોઈએ તે કંપનીને તેના ડાયરેકટરો લીકવીડેશનમાં મોકલે
(દીક્ષાત્મક ગૃહત્યાગ ) અથવા તે આ કંપનીને તેનો લેણદાર લીકવીડેશમાં મોકલે (મરણાત્મકગૃહત્યાગ) પરંતુ આ કંપનીને લીકવીડેશનમાં જવાનું તે છેજ એ વાત સ્પષ્ટ છે. કંપનીને ઉભી જોઈને-શરીરને જોઈને સસરે પિતાની દીકરી એને ધીરે છે, કેઈએને પિતાને દીકરે કહે છે, કોઈ પિતાને ભાઈ કહે છે, કોઈ પિતાને પણ કહે છે. આ કંપનીને તમે બધા ધીયે જાઓ છો એ તે ઠીક છે ! પરંતુ તે પહેલાં જ કંપની કેવી છે તે તે જુઓ! કંપનીની પોતાની થાપણ કેટલી છે તે તપાસો! આ કંપનીની પિતાની થાપણ એટલે કાંઈ નહિ! દુર્ગધી પ્રસારતા એવા પુદગલેને ચામડામાં બંધાએલે કેથળે એ આ કંપનીની મુંડી છે! અને પાછા આ સઘળા પદાર્થો પણ શાશ્વત ન હોઈ તે નાશવાળા છે આવા નાશવાળા પદાર્થને આધારે તમે જે કાંઈ ધીરધાર કરો અર્થાત્ નાશવાળા-નાશ પામવાવાળા સ્વભાવવાળા શરીર પર તમે પ્રેમ રાખવા રૂપી ધીરધાર કરે તો એમાં દોષ કે ?
ખોટખાઉ કંપની છે. આવી નાશવંત કંપનીને તમે જે કાંઈ ધીરે તે ડુલ થવાનું જ
અર્થાત્ તમારા પ્રેમના બદલામાં તમારા ભાગ્યમાં રડવાનું તે છે, છે અને છેજ! આવી કંપનીના જે જે શેરહોલ્ડરો થયા છે અર્થાત જેમણે શરીરને અને પિતાને બાપ, દીકર, કાકા, મામા, ભાઈ ગણ્યા છે તેમના ભાગ્યમાં રોવાનું તે અવશ્ય લખાયેલું છે એમાં શંકા નથી. બેટ ખાતી કંપનીઓને નાણા ધીરવા અર્થાત્ નશ્વર શરીર ઉપર પ્રેમ રાખ એજ મૂર્ખાઈ છે. જે કંપનીઓ પેટ ખાતી હોય અને બીજી તરફ દેવાના ડુંગરા વધારતી હેય તે કંપનીઓ સારી કંપનીઓ કરતાં પણ વ્યાજ વધારે આપે છે તે જ પ્રમાણે આ શરીર પણ જ્યારે નેહીઓને વધારે લાભ આપે છે. વધારે પૈસા આણી આપે છે અને તેમના લાડકેડ વધારે પૂરે છે ત્યારે તે પણ બીજી બાજુએ કર્મનો ભાર વધારતેજ જાય છે ! ટૂંકાણમાં કહી દઉં તે એટલી વાત સ્પષ્ટ છે કે શરીરને અંગે જે જે આદમીઓ નેહ રાખે છે તે તે સઘળાઓને રડવાનું છે એ તે સ્પષ્ટ છે પછી એ પ્રસંગ એક રીતે આ યા બીજી રીતે ! છેવટે છેડવાનું તે છેજ. હવે આ સંસારનો વ્યવહાર જુએ. કુતરા ઘરમાં પેસે અને
ઘરમાં બગાડે કરી જાય, તે તે બગાડાને કે ઉઠાવીને ઘરની બહાર ફેંકી દેશે પરંતુ આ શરીર બગાડા રૂપ થાય છે. અર્થાત જ્યારે માણસ, શબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com