________________
—
આનંદ-સુધાસિંધુ
(૩૩૬)
સુધાબદુ ૧ લું. અશકય છે ત્યાં દેકડો કે બદામ હાથમાં લઈને તેને પરાર્ધમાં ભાગ પાડવા બેસે તે એ તે બનેજ કેવી રીતે? જે બદામના પરાર્ધ ભાગ પાડવા એ સર્વથા અશકય છે તે પછી એજ ન્યાયે આંગળના પણ અનંત ભાગ પાડવા અશક્ય હોય, તેમાં આશ્ચર્ય શું?
બંને સ્થાને લાખ દવા. તમે જાણે છે કે ચૌદ રાજલોકના પણ અનંતા ભાગ પડે એવું
નથી. જે ચૌદરાજલકના પણ અનંતા ભાગ ન પડી શકે, તે પછી એક આંગળના અનંત ભાગ કરવા એ કેટલું મુશ્કેલ હોય તેને વિચાર તે હેજે આવી શકે એમ છે. હવે કોઈ એવી શંકા કરશે કે ચૌદ રાજલકના ભાગ પણ અસંખ્યાતા થાય છે અને આગળના ભાગ પણ અસંખ્યાત થઈ શકે છે, એ વાત મગજ કેવી રીતે કબુલ રાખી શકે? ઠીક આપણે એ મનને ખુલાસો જોઈશું. ધારો કે લાખ દવાઓને આપણે એકઠી કરી, તેને ખાંડીએ, તેનું બારીક ચૂર્ણ કરીએ અને પછી તે ચૂર્ણનો કાઢે બનાવીએ, એ કાઢામાં સોયની અણુ બોળીએ, એ અણી ઉપર એક બિંદુ જેટલી દવા લાગેલી છે. હવે તમને કોઈ પૂછશે કે ભાઈ! આ સોયની ઉપર કેટલી દવાઓ છે? તમે શું જવાબ આપશે? તમારે એજ જવાબ આપવો પડશે કે લાખ દવાઓ છે. લાખમાં જરાય ઓછી નથી. હવે તમને બીજો કોઈ એ પ્રશ્ન કરે કે આખી કઢાઈમાં કેટલી દવા છે? તમારે એને પણ એજ જવાબ આપવો પડશે કે ત્યાં પણ લાખ દવાઓજ છે. ઠીક હવે તમારા બંને જવાબો સમજપૂર્વક તપાસી જુઓ.
બંને સ્થાને અસંખ્યાત જીવો. તમે કહે છે કે સેયની અણી ઉપર પણ લાખ દવાઓ
છે અને આખી કઢાઈમાં પણ લાખ દવાઓ છે. તમારા આ બંને જવાબ સાચા છે, તેમાં એક પણ જવાબ ખૂટે નથી. હવે ખ્યાલ કર કે કઢાઈમાં પણ લાખ દવા છે અને સોયની અણી ઉપરના બિંદુમાં એ લાખ દવાઓ છે એ વસ્તુ જરાય એટી છે? નહિ જ! બીજા ઉદાહરણે કદાચ તમારી બુદ્ધિમાં ન ઉતરે પરંતુ આ ઉદાહરણ તે એવું છે કે તે જડમાં જડ માણસની બુદ્ધિમાં પણ ઉતરવું જ જોઈએ. અલબત્ત બુદ્ધિ સમજવા માગતી હોય તેજ, નહિ તે નહિ! જેમ અહીં આ વાત તમારા મગજમાં ઉતરે છે અને એ વસ્તુ ભય છે કે આખી કઢાઇમાં પણ દવા લાખ છે અને સોયના બિંદુ ઉપર પણ દવા લાખ છે. તેજ પ્રમાણે અહીં એક બિંદુમાં પણ અસંખ્યાતા જીવો સમાએલા છે અને તેજ પ્રમાણે જગતના સમુદ્રો, તળા, વાવડીઓ વગેરેના સઘળા અપકાય જીવો લઈએ તે પણ તેની સંખ્યા અસં. ખ્યાતા જેટલીજ છે એ વાત પણ તમારા ધ્યાનમાં ઉતારવી જ જોઈએ.
અસંખ્યાત છ માનવાજ પડશે. જેમ દવાના ઉદાહરણમાં તમને લાખ દવાઓ માન
વાને વધે નથી તેજ પ્રમાણે અહીં એક બિંદમાં અને સમસ્ત સંસારના જળમાં પણ અસંખ્યાત છે માનવાને તમને વાંધો ન હોવું જોઈએ. અંકની ટેચ ઉપર પાણીનું જે બિંદુ રહેલું છે તે જોઈએ તે સ્થૂલ પ્રમાણમાં અલ્પ છે અને કઢાઇમાં જે પાણી રહેલું છે તે માપીએ તે તે સ્થલ પ્રમાણમાં વધારે છે. આ રીતે ભૂલ પ્રમાણમાં વધારે રહે છે પરંતુ તેથી બંને સ્થળે-બિંદુમાં અને કઢાઈમાં-દવા લાખ છે એ વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com