________________
આનંદ-સુધાસિંધુ.
(૩૩૮)
સુધાબિંદ૧ લું એક નાખતા જશે તેમ તેમ સ્થાને બદલાતાં જશે. “લાખ” બોલવાનું એક શબ્દથી છે પરંતુ તમે આ રીતે જે તે લાખના લાખો સ્થાને થાય છે એ જ પ્રમાણે બોલવામાં અસંખ્યાતા શબ્દ એકજ છે, પરંતુ તેમાંએ સ્થાનો અસંખ્યાતા છે. હવે એજ દષ્ટિએ ચૈદરાજલોકના હિસ્સાની વાત તપાસી જુઓ. જૈદરાજકના હિસા કરીએ તે તે પણ અસંખ્યાતાજ બને છે, અનંતા થઈ શકતા નથી, તે પછી આગળના અનંતા હિસ્સા તો થાયજ કયાંથી? અને જે તે ન બને તે પછી અનંતમો હિસ્સો એ શબ્દજ કયાંથી બોલી શકાય? અર્થાત આગળના અનંતમા ભાગનું શરીર બને એજ અશકય છે. યુક્તિની ખાતર તપાસશો તે માલમ પડશે કે શરીર આંગળના અનંતમા ભાગનું હોઈ શકે જ નહિ. શરીર–નાનામાં નાનું શરીર–ઓછામાં ઓછું આંગળના અસંખ્યાતમા ભાગ જેવડું જ હોય છે તેના કરતા વધારે છું અર્થાત વધારે નાનું શરીર હોઈ શકતું જ નથી. કંદમૂળને વિકાસક્રમ. હવે એ પ્રશ્ન થશે કે જે શરીર વધારેમાં વધારે આગળના
અસંખ્યાતમા ભાગ જેવડું હોય તે પછી તેમાં અનંતાજી કેવી રીતે રહી શકે? આ પ્રશ્ન સમજવા માટે સૌથી પહેલા તે એ પ્રશ્ન ધ્યાનમાં લો કે અનંતાછ માનવા કેમ પડે છે? દુનિયાદારીની દષ્ટિએ વિચારીએ તે જેમાં વધારે સંખ્યા હોય તે તેઓ કાંઈને કોઈ કાર્ય સ્વતંત્ર રીતે કરી શકે છે અને ઓછી સંખ્યા હોય તે તે પરાધીનપણે કામ કરે છે. આ વસ્તુ બરાબર સમજવા માટે કંદમૂળ અને બીજી વનસ્પતિનું ઉદાહરણ ધ્યાનમાં લો. વનસ્પતિ એવી ચીજ છે કે તેને તમે છેદી નાખશે અને પછી પશે તે તે ઉગશે નહિ, આશ્રય વગર તે વનસ્પતિ ઉગતી નથી. ઝાડ, ઘાસ ઈત્યાદિને છેદી નાખશે અને પછી એક બાજુએ મૂકી રાખશે તે તેથી કાંઈ એ ઝાડ વનસ્પતિ વગેરે ઉગી શકવાના નથીજ. એ સઘળાને જ્યારે જમીનમાં વાવશે અને તેને જમીનના પગલાને આશ્રય મળશે ત્યારે જ તે ઉગશે અર્થાત્ આ સઘળી વનસ્પતિ આશ્રયથી જ ઉગે છે, તે આશય વિના ઉગતી જ નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. “છિન્નરૂહા” શબ્દ કેમ વાપર્યો છેદ્યા છતાં છેદાવા પછી પણ જે વનસ્પતિ જમીન,
પાણી ઈત્યાદિનો આશ્રય મળ્યા વિનાજ ઉગે છે તે વનસ્પતિમાં તમારે જીવન જ જબરદસ્ત માનવજ પડશે. એથીજ કંદમૂળનું લક્ષણ આપતાં શાસ્ત્રકારોએ ખાસ કરીને “છીનરૂહા” એમ જણાવ્યું છે. બટાકાના કટકા કરીને તેને વાવી દેશે. તે પણ તે ઉગશે અને જે બાજરીના દાણાના વાવતાં પહેલાં કટકા કરશે તે તે નહિ ઉગે. બટાકા જેવી ચીજેના તમે કટકા કરીને વાવે છે તે પણ તે ઉગે છે. આ ઉપરથી વિચાર કરો કે કંદમૂળમાં જીવેની કેવી જમ્બર શકિત હેવી જોઈએ કે જેના કટકા કરીએ તે પણ તેની શકિતને હાસ થતું નથી, એટલું જ નહિ પરંતુ તે ઝપાટાબંધ પાછાં ઉગીજ નીકળે છે. કેન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com