________________
5 આનદ-સુધાસિંધુ
(૩૩૩)
સુધાબિંદુ ૧ છે. અનુભવથીજ આપણે જોઈએ છીએ કે જીવ શરીર બનાવી લે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે જન્મ થયો હતો ત્યારે આપણે નાના હતા. જમ્યા તે સમયના શરીરનું વજનપ્રમાણ અને વીસ વર્ષના તરૂણ યુવાનના શરીરનું વજન પ્રમાણુ એને સરખાવી જેશે તે માલમ પડશે કે આપણે આવડા મોટા કેવી રીતે થયા? અને આપણને આવડા મોટા કેણે કર્યો? જવાબ એટલે જ મળશે કે કોઈ વ્યકિતની જાદુવિધાથી કાંઈ આપણે મોટા થઈ ગયા નથી પરંતુ આપણેજ રાક લઈને આપણને પાળીપોષીને મોટા કર્યા છે અને આપણું શરીરની આપણે આટલી બધી અભિવૃદ્ધિ પણ કરી નાખી છે. હવે આટલા મોટા થયા પછી પણ જે ચાર દહાડા તમે આહાર નથી લેતા તે તમારી શું સ્થિતિ થાય છે તેને વિચાર કરજે,
શશિર વધારવું તમારા હાથમાં છે. આટલી બધી વૃદ્ધિ પામવા છતાં પણ જે તમે
ચાર દહાડા આહાર નથી લેતા તે તમે જરૂર કૃશ થાઓ છે અને વજનમાં પણ ઘટી જાઓ છો. જ્યારે આત્માને અનુકૂળ આહાર મળે છે ત્યારે જ શરીર વધે છે અને જે અનુકૂળ આહાર નથી મળતો તે શરીરનું વજન ઘટી જાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આહારને લીધે જ શરીરની વધ કે ઘટ ચાલુજ હોય છે. તમે આઠ દસ ઉપવાસ કરે અને પછી ઉપવાસને દસમે દિવસે તમારા શરીરનું વજન કરશે તે જણાઈ આવશે કે તમારા શરીરનું વજન પહેલાંના કરતાં ઘટયું છે. વળી પુનઃ પારાણું કર્યા પછી આઠમે દહાડે વજન કરશે તે તમને માલમ પડશે કે તમારા શરીરનું વજન વધ્યું છે. આ ઉપરથી
સ્પષ્ટ થાય છે કે આપણા શરીરને વધારનાર ઘટાડનાર આહાર છે. ન ખાઈએ, આહાર ન લઈએ તે શરીર કૃશ થાય છે અને આહાર લઈએ તે શરીર વૃદ્ધિ પામે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણું શરીર વધારવું ઘટાડવું તે આપણા જ હાથમાં છે. બીજાના કોઈના હાથમાં એ શક્તિ છેજ નહિ.
શરીર વધીને કેટલું થાય? હવે એ વાત આપણે કબુલ કરીએ કે આપણે રાજદ્વારાજ
આપણું શરીર બનાવી લઈએ છીએ તે એ પ્રશ્ન ઉભે થાય છે કે બનાવી બનાવીને જીવાત્મા પિતાનું શરીર કેટલું બનાવે છે. અર્થાત તેને કેટલું મોટું અને કેટલા જનવાળું બનાવી શકે છે. મનુષ્ય કે તિર્યંચ ગમે તે હોય પરંતુ તે ખેરાકથી વધારી વધારીને પિતાનું શરીર એક હજાર યોજનથી વધારે મોટું બનાવી શક્તા જ નથી. શરીર વધારેમાં વધારે મોટું હોય તે પણ તેનું માપ એક હજાર વૈજન જેટલું છે. એક હજાર એજનથી વધારે મોટું ઔદારિક શરીર કોઈપણ જીવાત્મા બનાવી શકતાજ નથી, સાપ અને માછલ્લાના શરીર તરફ જુએ, તિર્યંચના શરીરે તરફ ધ્યાન આપે કે મનુષ્યના શરીર તરફ જુએ, પરંતુ એક હજાર એજનથી વધારે મોટું શરીર તમે કેઈપણ સ્થળે જઈ શકવાના નથીજ. શરીરની મોટામાં મોટી સ્થિતિ કઈ હોઈ શકે તે આપણે જોઈ લીધું છે, હવે શરીરની નાનામાં નાની સ્થિતિ કઈ છે તે આપણે જોઈએ. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એકજ સ્થાનમાં હોય છે અને મધ્યમમાં સેંકડ, હજારો અ લાખ સ્થાન હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com