________________
આનંદ-સુધાસિંધુ.
(૩૨૧)
સુધાબદુ ૧ લું. રીક્ષાને માટે ઉત્તમ વય. બાલ્યાવસ્થા એ દીક્ષા માટે ઉત્તમ છે પરંતુ તેથી એમ માની
લેવાનું નથી કે યુવાની કે વૃદ્ધાવસ્થા દીક્ષા માટે લાયકજ નથી. કઈ પણ વય દીક્ષા માટે તે લાયકજ છે. મોતી દરિયામાંથી નીકળે તેની ઉપર ગમે તેવાં પંડે બાઝેલાં હોય છતાં જે અંદરના પડો સારાં હોય તે એજ મોતીની હજારની કિંમત થઈ જ શકે છે. માત્ર ઉપરના પડે છે ઈ નાખવાનાજ બાકી હોય છે. એ જ પ્રમાણે સુવાનીવાળાના પણ બગડેલા સંસ્કાર ધંઈ નાંખવા પડે છે. આત્મા યુવાનીમાં પ્રવેશે છે એટલે તેને પતિ કે પત્નીનું અથવા તે બાળકનું ઝેર લાગે છે. તે માયામાં બંધાતો જાય છે, સ્નેહમાં પડે છે અને તેના સંસ્કાર બગડે છે. બાળકને મુકાબલે યુવાનના સંસકારો બગડેલા હોય છે એ વાત સાચી છે પરંતુ તેથી એ સંસ્કારો સુધરે એવા હતાજ નથી એમ માની લેવાની જરૂર નથી. મોતી કે હીરા ઉપર ડાઘ પડી જાય છે તે તમે તેને સુધારે છે એજ પ્રમાણે સ્ત્રી, પુત્ર અને ધનની માયાથી જે યુવાનના સંસ્કારે બગડેલા હોય તેને પણ સુધારવા જોઈએ એવાના સંસ્કાર પણ જરૂર સુધરી શકે છે. ડાઘાવાળાં મોતી ! રોગો ગમે તેવા ભયંકર હોવા છતાં તેને સુધારનારી ઔષધીઓ હોય
છે તે જ પ્રમાણે યુવાનીના ખરાબ સંસ્કાર પણ સુધારી શકે છે. હવે અહીં એવી દલીલ થઈ શકે કે, “મોતી ઉપર ડાઘ પડે છે તે સુધારી શકાય પરંતુ મોતીનું મૂળ પડ સલામત હોવું જ જોઈએ. જે મૂળ પડજ સલામત ન હોય તે પછી એ ડાઘાવાળા મારીને સુધારી શકાતું નથી તેજ પ્રમાણે યુવાની એ સલામત પડ છે ગમે તેવા ખરાબ સંસ્કારો પડયા હેમં છતાં યુવાની રૂપી મૂળ પડ સલામત હેય-યુવાની હોય તે એ સઘળા દૂષણે જરૂર સુધરી શકે, પરંતુ જેની જુવાની ગઈ છે, જેનામાં બૈરી છોકરા અને સંપત્તિની માયાજ ભરી છે અને એ માયામાં જ ભરાઈ રહીને જેણે પિતાની જિંદગીને સાઠ સિત્તેર વર્ષ પુરા કર્યા છે એવાઓના તે બધાંજ પડો બગડેલાં છે, અને એવા વૃદ્ધો સઘળાજ પડ બગડી ગએલા મોતી જેવા છે, તે પછી તેમને પડેલા ડાઘા રૂપી સંસ્કારો ન સુધરી શકે એવા હેઈ, મોતી જેમ સુધારવાને માટે નકામાં છે તે જ પ્રમાણે તેઓ પણ સંસ્કાર સુધારવા માટે નકામા છે.” શંકાકારને જવાબ! આવી દલીલ કરીને શંકાકારે કહે છે કે વૃદ્ધોના સંસ્કારો સુધરી ન
શકે એમ હોવાથી વૃદ્ધાને દીક્ષા આપવી એ ઠીક નથી. બાળક દીક્ષાને માટે ચગ્ય છે કારણ કે તેને સ્ત્રી, પુત્ર, પૈસા વગેરેના સંસ્કારો પડયા જ નથી. જેમ દરિયામાંથી નીકળેલું એકનું મોતી સઘળાં મોતીઓમાં પહેલે નંબર ધરાવે છે તે જ પ્રમાણે બાલ્યાવસ્થા એ પણ દિક્ષાને માટે સર્વોત્તમ દશા છે એના જેવી બીજી સર્વતોભદ્ર દશા નથીજ. એ જ સંબંધ દીક્ષા અને યુવાનો જોડે પણ છે. યુવાની એ અંદરનું પડ સલામત રહેવા છતાં ઉપર ડાઘા પડેલા મોતી જેવી છે કારણ કે યુવાનીમાં પણ શક્તિ અને માનસિક બળ કાયમ હોવાથી યૌવનાવસ્થામાં પડેલા કુસંસ્કારો સહેલાઈથી ભૂંસી શકાય છે પરંતુ વૃદ્ધાવસ્થામાં આંતરિક બળજ ન રહ્યું હોવાથી વૃદ્ધાવસ્થા એ દીક્ષા લેવાને માટે એગ્ય નથી. આવી દલીલ કેટલાક શંકાવાદીઓ તરફથી કરવામાં આવે છે. આવી દલીલ કેટલે અંશે સાચી છે તે હવે જોઈએ. યુવાની અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com