________________
આનંદ-સુધાસિંધુ.
( ૩૨૨).
સુધાબંદુ ૧ લું. બાલ્યાવસ્થા દીક્ષાને માટે સર્વથી સારી દશા છે એમાં તે કોઈથી પણ વધે લઈ શકાય એવું નથી. લાખ ગયા તે સે પણ જાઓ.” વૃદ્ધોને દીક્ષા લેવાનો અધિકારજ નથી અથવા વૃદ્ધો
દીક્ષા લે એને કાંઈ અર્થ જ નથી એ માન્યતા સાથે શાસનથી મળતા થઈ શકાય એવું નથી. યુવાની અને બાલ્યાવસ્થા એ છાંટા એબ વિનાના મોતી જેવી દશા છે અને તેથી એ દશામાં દીક્ષા આપવીજ યોગ્ય છે એ વાતની સાથે તે શાસ્ત્ર પણ સંમત છે પરંતુ વૃદ્ધ એટલે અંદરનું પણ પડ બગડી ગએલું હોય એવું મેતી છે. એમ વિચારી તેને દીક્ષા જ ન આપવી એને અમે કઈ પણ રીતે ચગ્ય માનતા નથી. ચેર ઘેર ધાડ પાડવા આવે છે. ધાડ પાડીને લાખ અને હજારો રૂપીઆ લુંટી જાય છે, પરંતુ તેમની લૂંટ થયા પછી સોની-સો રૂપીઆની કિંમતની એકાદ કંઠી રહી ગઈ હોય તે આપણે સાચવીને તેને પણ ઉંચી મૂકીએ છીએ ફેંકી દેતા નથી જ! કઈ એવો રણ નીકળ્યું નથી કે ચારે હજારો રૂપીઆ લુંટી ગયા છે, ત્યારે હવે આ સે બચાવીને શું કરું? લાવ આ સે રૂપીઆની રહેલી કંઠી પણ ફેંકજ દઉં, એ વિચાર કરીને તે કદી ફેંકી દીધી હોય!
સે યુવા મારકે બીલી હજકુ ચલી! વૃદ્ધાવસ્થા થતાં સુધી દીક્ષા ન લીધી હોય
તેને ખરાબ સંસ્કાર પડી ગયા છે, એ સંસ્કાર દઢ થયા છે એ સઘળી વાત સાચી છે પરંતુ એ સંસ્કારો પણ જે સુધરતા હોય તે શા માટે ન સુધારવા ? બાળપણમાં સંસારમાં પડયા વિનાજ જે ભવ્યામાં દીક્ષા લઈ લે સારામાં સારું છે. બાલ્યાવસ્થા પુરી કર્યા પછી યુવાવસ્થા આવે છે. આ અવસ્થામાં થોડા સંસ્કાર બગડેલા હોય છે પરંતુ તે સંસ્કારો સુધારી નાખે અને દીક્ષા લઈ લે તે પણ સારામાં સારી વાત છે પરંતુ એ બન્ને વસ્તુ ગયા પછી વૃદ્ધાવસ્થા આવી હોય અને તેમાં ખરાબ સંસ્કાર પડયા છતાં પણ જે એ સંસકારો સુધરી શકતા હોય તે તે એ અવસ્થાએ પણ જરૂર દીક્ષા આપવી જ જોઈએ. જેઓ એમ કહે છે કે “સ ચુવા મારકે બીલી હજકુ ચલી !” તેઓ જૈનધર્મના તત્વને સમજતાજ નથી અને તેથી જ તેઓ આવા ગમે તેવા શબ્દો ઉચ્ચારે છે. ઘણા દાખલાઓ શાસ્ત્રમાં એવા છે કે જેમાં મનુષ્ય વૃદ્ધત્વ મળ્યા પછી દીક્ષા લઈ તેને શોભાવી છે.
જાગ્યા ત્યાંથી જ સહવાર! જેનધર્મ તે વારંવાર અને પોકારી પિકારીને એમ કહે છે
કે “જાગ્યા ત્યાંથી સવાર !” બાળપણમાં દીક્ષા લેવી એ
ઉત્તમ છે. બાળપણમાં દીક્ષા ન લેવાઈ તે યૌવનાવસ્થામાં લેવાય તે પણ ઉત્તમ છે પરંતુ એ બંને અવસ્થામાં એ દીક્ષા ન લેવાય તે વૃદ્ધાવસ્થામાં પણ લેવાય તો તે સમયે પણ લેવાને માટે વાંધાજ નથી. ચાહે તે બાલ્યાવસ્થામાં દીક્ષા લે, ચાહે તે યુવાવસ્થામાં યે કે ચાહે તે વૃદ્ધાવસ્થામાં ભે, પરંતુ તમારી મેળે દીક્ષા લેવી, જાતે ત્યાગી થઈને નીકળવું એ ઉભા પગે નીકળ્યા બરાબર છે અને ઉભા પગે ત્યાગી થઈને જે નીકળે છે તેમજ પ્રતિષ્ઠા પણ છે પરંતુ જો તમે ઉભે પગે ઘર છોડવા-ઘરની બહાર નીકળવા તૈયાર ન , હા, તે પછી તમારે માટે બીજે રસ્તે તૈયારજ છે. એ રસ્તે તે કેર્ટની ડીકી! તમારી ખુશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com