________________
ખાન-સુધાસિંધુ.
(૩૨૪)
સુષાબંદુ ૧ . તે મતને લીધે ઘરબાર, સંસારને ત્યાગ કરવું પડે છે, ત્યારે ભલે ત્યાગ કરો, પરંતુ તે પહેલાં તે સંસારને ત્યાગ નજ કરવો જોઈએ. નાસ્તિકની આ દલીલ કેટલી સાચી છે, તે હવે વિચારી જુએ. ડહાપણ કઈ ચીજમાં છે? જે નાસ્તિક આવી દલીલ કરે છે, તેમને શાંતિથી કહેવાની
જરૂર છે, કે મહાનુભાવો! કેર્ટની ડીકી થઈ જાય પછી તે ડીકીના પૈસા રાખી મુકવામાં માલ છે. કે આપી દેવામાં આબરૂ છે? ધારી લે કે એક કેસમાં વાદી જુઠો છે, પ્રતિવાદી ઉપર દા માંડે છે પરંતુ પ્રતિવાદી પિતાના પુરાવા રજુ નથી કરી શકતે, તે કોર્ટ પ્રતિવાદી ઉપર ડીકી કરી આપે છે. પ્રતિવાદી જાણે છે કે પોતે પુરાવા રજુ ન કર્યા, કોર્ટ માં બીજા કામકાજને લીધે હાજર થવાનું રહી ગયું અને ખેડું હુકમનામું થઈ ગયું. આટલું છતાં પણ થઈ ગયું તે થઈ ગયું. તેમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી અને તેથીજ ડાહા! માણસ તે કરજે પૈસા આણને પણ પિતાને ત્યાં જપ્તી આવે તે પહેલાં પૈસા આપી દે છે. જે તે પૈસા આપતું નથી તે કોર્ટ પૈસા છેડી દેતી નથી. કેટ તે હુકમનામાના પણ પૈસા લે છે, અને તે ઉપરાંત તે બેલીફના ખર્ચનાં પણ પૈસા લે છે. આવા સંગમાં ડાહ્યો માણસ તે તેજ છે કે જે હુકમનામું થયાની વાત સાંભળે છે કે તરત પૈસા ભરી દે છે.
છેવટે જપ્તી તે છેજ જે તમે તરત પૈસા ન ભરો અને જપતી આવવા દે તે પરિણામ
એ આવશે કે ખરચે પણ માથે ચઢશે. એ જ પ્રમાણે સંસાર પારકો છે. તેમાં તમે ભેરવાઈ પડયા છે એ વાત કર્મની કોર્ટમાં સાબીત થઈ છે અને તેમણે તમેએ સંસાર છેડી દે એવું હુકમનામું પણ કરી આપ્યું છે. હવે જો તમે એ હુકમનામાના ઠરાવ પ્રમાણે ઉભે પગે સંસાર છોડવા તૈયાર ન હો તે પછી કાળ લાત મારીને તમોને આડા પાડી આડે ટાંટીયે ઘર બહાર ઘસડી કાઢશે અને કુદરતના હુકમનામાની બજાવણી કરશે. આ બજાવાણી થઈ જશે એટલે તેથી તમે છૂટા થઈ શકતા નથી. તમે કાળને બજાવણી કરવાની ફરજ પાડી એટલે હવે ખરચે પણ તમારેજ ભેગવવાનો!! તમે એ બજાવણી થાય ત્યાં સુધી સંસા૨માં રહ્યા, અનેક સાચાં જુઠાં કર્યા, અનેક વેળા ઘાલમેલ કરી અને જે ભયંકર કર્મભાર ભેગે કર્યો તે સઘળો તમારે ભવાંતરમાં ભગવાજ પડશે. આનું જ નામ તે બેલીફનો ખર્ચ ! જેમ ત્યાં બેલિફને ખર્ચો આપવાનું છે તેમ અહીં ભવાંતરમાં એ કર્મભાર ભોગવવાનો છે.
હકમનામું થઈ ગયું છે. જગતમાં સઘળી ચીજો છૂટે અને મળે એવી છે. પૈસોટો
સઘળું છુટે છે અને મળે છે. આ એક શરીર એજ એવી ચીજ છે કે તે આત્માથી છોડી શકાતી જ નથી અને જે આત્મા છેડી દે તે તે પાછી મળી શકતી નથી, શરીર એ છૂટતું નથી પરંતુ જ્યારે છૂટે છે ત્યારે તે હંમેશને માટે છૂટે છે એ ફરી પાછું મળતું નથી, એ હંમેશ માટે છુટનારી ચીજ પણ છોડીજ ધો એવું હુકમનામું તો થએલુંજ ૨
જ છે, પણ જે હુકમનામાની સાથેજ એનો હપતે ન ભરી દઈએ તે એટલે કાળ હપતે ભરવાને વિલંબ કરીએ તેટલે કાળ અવિરતિરૂપ કર્મની ફી લાગે જ છે, અને દેશુદાર પાયમાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com