________________
કાનંદ-સુધાસિંધુ
(૩૧૪)
સુષાબિંદુ છે. આહારથીજ શરીર વધે. એકેન્દ્રિય જીવને પણ સૂક્ષમશરીર હોય છે. જે કોઈ એમ ધારતું
હોય કે એ કેન્દ્રિયજીવને સૂક્ષમશરીર નથી તે તે ભૂલ છે. એક જિયજીવને પણ સૂક્ષ્મરૂપનું અંગુલનાએ અસંખ્યાતમા ભાગનું શરીર હોય છે. હવે જે શરીર છે તે એ વાત પણ તેટલીજ ચોકખી છે કે તેને આહાર પણ હજ જોઈએ, કારણ કે આહાર વિના શરીર હોઈ શકતું જ નથી. અહીં કેવા આહારથી શરીર બંધાય છે તેને વિચાર કરે. માત્ર અનિછાએ આહાર આવીને પડે તે તેથી શરીર વધતું નથી. આહાર જ્યારે ઈચ્છાપૂર્વક લેવાય છે. ત્યારે જ તેનાથી શરીર વધે છે. આહારથી શરીર વધે છે એ ન્યાયે વનસ્પતિકાયનું શરીર પણ આહારથી વધે છે. વનસ્પતિકાયના છિદ્રોરૂપ અનંત મુખદ્વારા તે પાણી અને હવાના મુદ્દાને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેને શરીરના સ્વરૂપમાં પરિણમાવે છે ત્યારે જ આપણે એ આહારને પરિણામે વપસ્માતને પુષ્ટ થએલી એટલે ખીલેલી જઈએ છીએ. જીવમાત્રને જ આહારની ઈચ્છા છે. આહારથી વનસ્પતિકાયનું શરીર પુષ્ટ થાય છે એટલે
એ સાબીત થયું કે વનસ્પતિકાય પણ આહાર લે છે અને તેને પરિણમાવે છે અને જે તે આહાર લે છે અને તેને પરિણાવે છે તે પછી એ પણ તેટલું જ સ્પષ્ટ છે કે એને પણ આહારની ઈચછા છે. હવે આહાર શા કારણથી લેવું પડે છે તેને વિચાર કરો. તેજસકર્મને લીધે. તૈજસકર્મને લીધે આહાર લેવો પડે છે. જેને તેજસકર્મને ઉદય થાય છે તેજ આહાર માગે છે. એ રીતે સૂક્ષમ એકેન્દ્રિય અને નિગેદિયાએ તેમને પણ તેજસકર્મને ઉદય થાય છે અને તેજસકર્મને ઉદય થતો હોવાથી જ તેઓ પણ ખોરાક માગે છે. શાસ્ત્ર કહે છે કે –“નોu muvi
ગાતાં નવો આત્મા પહેલ વહેલે આહાર કયારે કરે છે તેને વિચાર કરે. જે તૈજસકામણ શરીરવાળા છે તેઓ સઘળા ઈચ્છાપૂર્વક આહાર લેનારા તથા તેને પરિણાવનારા છે, અને સંસારી જીવમાત્ર એ કર્મવાળા હાઇ આહારની ઈચ્છાથી યુક્ત છે તેથી જ તેમને આહાર સંજ્ઞા આપવામાં આવી છે. રાક પચવાનું કારણ? ખાધેલો ખોરાક પેટમાં પચે છે એટલે તે પચવું નવા ખેરા
કની ઈચ્છા જાગૃત કરે છે. માણસ પતે એમ ધારીને બેસતા નથી કે મારા પેટમાંનું ખાધેલું ક્યારે પચી જાય અથવા મારૂ પીધેલું પાણી કયારે સુકાઈ જાય કે હું નવું પાણી પીવા માંડું! આત્માની એવી ઈચ્છા ભલે હોય કે ન હોય પરંતુ તેજસકર્મજ એવું છે કે જ્યાં તેનો ઉદય થાય છે કે તેના વેગે પેટમાં પ્રવાહી પદાર્થ એ થવા માંડે છે અને ગળું સુકાય છે એટલે સાથી પહેલાં પાણી ઉપર ઈચ્છા થાય છે. ગળું સુકાય છે અને આપણે ક્રમશ: પાણી અને રાકની ઈચ્છા કરીએ છીએ. જેમ આપણને તેજસ શરીર છે તેવુંજ તેજસ શરીર એકેન્દ્રિયજીને પણ હોય છે અને જે તેજસ શરીરથીજ આહારની ઈચ્છા થાય છે તે વનસ્પતિકાયને પણ ખેરાકની ઈચ્છા છે એ સિદ્ધ થાય છે. હવે વનસ્પતિકાય જેવા એકેન્દ્રિયેને પણ આહારની જરૂર છે અને ત્યાંથી માંડીને પંચેન્દ્રિય જીવોને પણ આહારની જરૂર છે એટલે જીવમાત્રને આહારની જરૂર સિદ્ધ થાય છે અને સંસારી જીવમાત્ર તેથી જ આહારસંશા પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com