________________
આનંદ-સુધાસિંધુ.
(૧૩)
સુધાઅિંક ૧ લું. આ શાસન માનતું નથી. આહાર અને શરીરને માટે વિચારે અને મને કરનારાને આ શાસન વિચારશીલ કેમ નથી માનતું તેને વિચાર કરે. એ કેન્દ્રિય જીવે છે તે પણ પિતાને આહાર અને શરીર માટે તે વિચાર કરે છે તે પછી જીવને આહાર અને શરીરના વિચારોને માટેજ જે વિચારશીલ માનીએ તે એકેન્દ્રિય જીવને શા માટે વિચારવાળા ન માનવા જોઈએ? જે એકેન્દ્રિય જીવે છે તેમને પણ આહાર અને શરીરને વિચાર નથી હોતે એમ નથી જ. તેઓ પણ એ સંબંધમાં તે વિચારવાળા છેજ. આપણે જોઈએ છીએ કે વરસાદ વરસે છે એટલે એક રાતમાંજ ઝાડપાન એવાં ખીલી આવે છે કે ન પૂછો વાત! જ્યાં જુ બે ત્યાં લીલું છમ. જ્યાં જુઓ ત્યાં લીલી કુંજાર જેવી ઘટાએ છવાએલીજ હોય અને વનસ્પતિ નવબહારમાં ખીલેલી જ હોય!
આહાર સંજ્ઞા તે બધાને જ એકેન્દ્રિય જીને પણ આહારને ખોરાક મળી ગયો એટલે
તેઓ પણ પ્રકુલિત થાય છે, એને અર્થ એ છે કે તેઓ પણ આહાર સંજ્ઞાવાળા છે. પાણી પ્રવાહી છે, બીજી બાજુએ તેજાબ પણ પ્રવાહી છે, ત્રીજી બાજુએ સોનારૂપાને રસ કરે તો તે પણ પ્રવાહી છે. હવે ઝાડનાં મૂળીયામાં જો તમે પ્રવાહી તેજાબ રેડશો તે? તે ખીલવાની વાત તે બાજુએ રહી, પરંતુ તરતજ ઝાડ ચીમળાઈ જશે અને નીચે ઢળી પડશે. ત્યારે પ્રવાહી પાણીથી વૃક્ષસ તેષાય છે અને ખીલે છે પણ પ્રવાહી તેજાબથી મરી જાય છે. એ ઉપરથી સહજ થાય છે કે તેને પણ આહારના વિષય પરત્વે તે વિવેક છેજ. શરીર અને આહારના વિષય પર તે એ એકેન્દ્રિય એવા અનંતકાય જીવોને પણ વિવેક રહેલાજ છે. ઝાડપાન પણ જાણે છે કે પ્રવાહી પાણી એ આપણે આહાર છે, પરંતુ પ્રવાહી તેજાબ એ આપણે આહાર નથી જ. એ જ પ્રમાણે પ્રત્યેક જીવ એ આહારના સંબંધમાં વિવેકવાળો છે, એટલાજ માટે પ્રત્યેક જીવને જૈનસાહિત્ય આહાર સંજ્ઞાવાળે કહો છે. જીવમાત્ર આહાર સંજ્ઞાવાળા જ છે.
આહારની અભિલાષા આહારસંશા કોને અંગે છે તે વિચારી જુએ. આહાર સંજ્ઞા આહા
રની અભિલાષાને અંગેજ છે. બીજાને અંગે નથીજ. તમે કહેશે કે એકેનિયછ–ઝાડપાનને તે વળી આહારની અભિલાષા હેય. હવે તમે તેિજ એ બાબત ઉપર વિચાર કરે. ધારો કે એક મુંગે માણસ છે. આ મુંગો માણસ બોલ્યા નથી, બેલ નથી, પરંતુ તેથી તમે એમ ન કહી શકો કે એને બોલવાની અભિલાષા જ નથી. તેને બોલવાની અભિલાષા તે જરૂર છે જ. તમે એકેનિયછવને આહારની અભિલાષાજ ન માનશો તે એ આહાર લે છે તે ન બને ! એ અભિલાષા ન હોય તે કાર્ય નિજ થવું જોઈએ. વનસ્પતિકાય પણ આહાર લે છે તે ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે વનસ્પતિકાયને પણ આહાર લેવાની અભિલાષા છે. જે વનસ્પતિકાય આહાર લે છે તે તેનાથી એ પણ સાબીત થાય છે કે તેમને આહાર લેવાની પણ ઇચ્છા છે. વનસ્પતિકાયને પણ આહાર લેવાની ઈચ્છા હેવાથી જ એકેન્દ્રિયો પણ આહારસંસામાં સમાવેશ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com