________________
આનંદ-સુધાસિંધુ
(૨૭૪)
સુધાબિંદુ ૧ લું. પ્રાપ્તિ થાય છે કે નહિ અને એ પ્રાપ્તિને લઈને પોતાનું શરીર ષિાય છે કે નહિ એટલું જ તે જોયા કરે છે. મારી માંકડાને પકડે છે ત્યારે તે માટલામાં ચણુ મૂકે છે. વાંદરે આવીને આ માટલાના ચણા જુએ છે અને ચણા લેવાને માટે અંદર હાથ નાખે છે. માટલાની અંદર જે ચણા ન હતા તે વાંદરાએ અંદર હાથ નાખ્યા છતાં તે મુઠી વાળત નહિ, પરંતુ અંદર ચણા છે એટલે વાંદરો તે લેવાને મુઠી વાળે છે અને પરિણામ એ આવે છે કે તે બિચારો મુઠી વાળતાંજ ફાંસામાં ફસાઈ પડી મદારીને કેદી બને છે, તેને આખે જન્મારે મદારીની સામે જવું પડે છે, મદારીની ગુલામગીરી કરવી પડે છે અને તે જેમ નચાવે એમ નાચવું પડે છે! જેમ મદારીના મુઠી ચણા ચોરી કરવા જતા માંકડું મદારીનું કેદી થાય છે અને તેને સદાને માટે મદારીની ગુલામી કરવી પડે છે તે જ પ્રમાણે આ આત્મા પણ આહાર રૂપી મુઠી ચણાને માટે કર્મરૂપી મદારીને ત્યાં કેદ થાય છે અને તેને આખે જન્મ મદારી રૂપ કર્મની આધીનતામાં રહેવું પડે છે.
કમની ગુલામી કેમ આરંભાય? મદારીના માટલામાં જે ચણ ન હોત તે વાંદર
તેમાં પોતાનો હાથ નાખત નહિ. પિતાના અટકચાળાપણથી તેમાં હાથ નાખત તે મુઠી વાળત નહિ અને મુઠી વાળત નહિ તે તે ફાંસામાં ફસી પઠીને કેદ પણ થાત નહિ, પરંતુ માટલામાં ચણા હતા તેથી વાંદરો અંદર હાથ નાખવાને પ્રેરાય છે અને હાથ નાખ્યા પછી મુઠી વાળી મદારીના હાથમાં સપડાય છે એ જ પ્રમાણે આત્મા પણ જગતના પુદ્ગલેને ચેરી ખાવાને માટે તૈયાર થાય છે અને તેથી જ કર્મરૂપી મદારીનું મેં તેને તેની આખી જિંદગી સુધી જેવું પડે છે.
જે આત્મા પોતે કર્મને આધીન કેવી રીતે બને છે તે વસ્તુ આમ ધીરજથી વિચારે છે તે આત્મા આહારને આનંદદાયક વસ્તુ માનતું નથી પરંતુ તે આત્મા તે આહારને ચણાની મુઠીજ માને છે, અને આ દેહને મદારીએ વાંદરાને બંદીવાન બનાવવા માટે તૈયાર કરેલી ગળી જેવી ગોળી જ માને છે.
આહારના પરિણમેજ દુઃખ. જે આત્મા શરીર અને આહારનો વિચાર કરે છે તે આત્મા તે
શરીરને સુખદાતા વસ્તુ કેઈપણ રીતે માની શકતું નથી પરંતુ જે આત્મા આ લાંબો વિચાર નથી કરી શકતું અને જે માત્ર ઉપર ઉપરથી જ આહારને જુએ છે તેને જ આહાર આનંદકારી લાગે છે. વાંદરે જે વખતે ગોળીમાં હાથ નાખે છે અને અંદ૨ના ચણાની મુઠી લેતાં કેદ થાય છે ત્યારે વાંદરો એ પ્રાપ્ત થતી ગુલામીમાંથી છૂટવાને માટે ભારે ધમપછાડા કરી મૂકે છે પરંતુ ઝાડ ઉપર બેઠેલા કાગડાઓને વાંદરાના આ ધમપછાડાને ખ્યાલ આવતો નથી. તેઓ વાંદરાને ચણા મળ્યા છે એ જોઈને લલચાય છે અને પોતે પણ એ ચણા મેળવવાને માટે ઉંચાનીચા થાય છે ! તેજ પ્રમાણે જગતમાં પણ કાગડા જેવા છે જે આત્માઓ છે તે સઘળા આત્માઓને અન્નની લાલચે ભવબંધનમાં ફસેલા આત્માને ભવમાં કેવી કેવી વિટંબણાઓ જોગવવી પડે છે તે દેખાતું નથી, પરંતુ જેમ કાગડાને વાંદરાને મળેલા મુઠી ચણા દેખાય છે તેજ પ્રમાણે તેમને પણ જીવને મળેલા ખોરાકની સુંદરતા જ દેખાય છે ! જે આત્માઓ ભાવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com