________________
ખાનદ-સુદ્ધાસિંધુ.
(૩૦૯)
સુધાબ ૧ લું. અને જે માર્ગને તેઓ ઉપદેશ કરે છે તે માર્ગને તેમણે તે અમલમાં મૂકેલે હજ જોઈએ, એવુંજ આ શાસનનું મંતવ્ય છે, અને તેથી જ તેઓશ્રીએ ધર્મોપદેશ એ માત્ર સાધુઓનું જ કર્તવ્ય બનાવ્યું છે. અર્થાત તમારી જે એવી દલીલ હોય કે ઉપદેશ સાંભળ તે સાંભળ, પછી તે કેઈ ત્યાગી જનસાધુ સંભળાવે તે શું અથવા તો કોઈ પાઘડીબંધે સંભળાવે તે શું? તે આ તમારી માન્યતા સ્પષ્ટ રીતે ભૂલભરેલીજ કરે છે. જે માણસ પોતે જે સિદ્ધાંતને પ્રચારક હોય તે માણસે પોતે તે સિદ્ધાંત અમલમાં મૂકેલો તે હજ જોઈએ.
અધિકારીને જ શોભી શકે. આ વસ્તુતત્વને ભગવાન શ્રીજિનેશ્વર દે સારી રીતે જાણતા
હતા અને તેથી જ તેઓએ એમ ઠરાવ્યું છે કે જેઓ છકાય પરત્વેની દયા માટે વફાદાર હોય તેને જ ઉપદેશ આપવાને હક છે. જેઓ પવિત્ર છે એટલે જેઓ જુઠાણાના ત્યાગી છે, જેઓ અદત્તાદાનના ત્યાગી છે, જેમણે ઇંદ્રિયે જીતી લીધી છે, અર્થાત સંસારની જગતભરની સ્ત્રીઓને જેઓ પિતાની માબહેન સમાન માને છે અને પોતાની પાસે જેઓ કેડી પણ ન રાખે એવા હોય છે, તેવાઓજ ભગવાન શ્રીજિનેશ્વરના શાસનને કાયદે અને જૈનધર્મને ધર્મોપદેશ જગતને સંભળાવવાને માટે યોગ્ય છે. આ કડક છતાં જરૂરી માર્ગ ભગવાન શ્રીજિનેશ્વર દેએ નક્કી કર્યો છે. જે આત્મા આ પ્રમાણે પાંચ વફાદારીની પ્રતિજ્ઞા કરે છે તેજ આત્મા ઉપદેશ આપવાને માટે લાયક છે એવું શા માટે ઠરાવવામાં આવ્યું છે તે હવે તમે સારી રીતે સમજી શકશે. જે પાંચ વસ્તુને ઉપદેશ આપવાનો છે તે પાંચ વસ્તુઓને ઉપદેશકજ જે. વેરી હોય તે તે તમારે સંઘ કાશીએ ન જાય પણ ઢેડવાડેજ જાય એમ નક્કી સમજજે !
એકલું જ્ઞાન નકામું છે. એટલા માટે જ એમ ઠરાવવામાં આવ્યું છે કે એકલું જ્ઞાન એ
કામની ચીજ નથી, પરંતુ જેનામાં જ્ઞાન અને ચારિત્ર બને છે તે જ ઉપદેશ આપવાને લાયક છે. પાઘડીબંધામાં જ્ઞાન હોય એ વાત દલીલ ખાતર માની લઈએ, પરંતુ તેનામાં ચારિત્ર નથી એટલાજ માટે તે ઉપદેશ આપવાને માટે પણ ગ્ય નથી જ. વ્રત, પચ્ચફખાણ કરવાના છે તે પણ ત્યાગી પાસે. પ્રતિષ્ઠા કરવાની છે તે પણ ત્યાગી પાસે. અંજનશલાકા તે પણ ત્યાગી પાસેજ. પ્રાયશ્ચિત્ત કરવાનું છે તે પણ ત્યાગી પાસેજ, અને અંતાવસ્થાએ આરાધના કરવાની છે તે પણ ત્યાગી પાસેજ કરવાની છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આખા જગતને ત્યાગી વગર ચાલે એ કદાચ સંભવિત છે પરંતુ જેનેને ત્યાગી વગર ચાલે એ સંભવિતજ નથી. જે કઈ ત્યાગીની સંસ્થાનાજ વિરોધી છે તે જૈન નથી, એટલે આ વસ્તુ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે. જે વાસ્તવિક જેને છે, જેને હૈયાથી જૈનત્વ રૂચેલું છે, જેનામાં જૈનત્વને એક અંશ પણ બાકી છે તેવો આત્મા તે કદાપિ પણ ત્યાગને વિરોધી નજ હોઈ શકે.
ન ઢોંગ! ના. ગાયકવાડે દીક્ષાભાંગું કાયદે કાયદાપોથીમાં ધીમે રહીને ઘુસાડી દીધે તે
આ પહેલાં ત્યાંની સરકારે દીક્ષાભાંગુ કાયદા પર લેકેના અભિપ્રાય માગ્યા હતા. આ માગણીમાં રોકડે થોકડા અભિપ્રાયે વિરોધના ગયા અને પાંચ પચાસ અભિપ્રાયેજ તરફેણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com