________________
આનંદ-સુષાસિંધુ
(૩૦૮)
સુષાબિંદુ ૧ . એ ધારાશાસ્ત્રીની સનંદ ખુંચવી લે છે અને તેને વકીલ તરીકેનું કામ કરતો અટકાવી દે છે. ખ્યાલ કરે કે ના. સરકારે આવો સખ્ત પ્રતિબંધ મૂક્યો છે એનું કારણ શું છે? ચારિત્ર શા માટે જુઓ છે? એક ધારાશાસ્ત્રી અન્યાય કરે એથી શું તેના કાયદાના
જ્ઞાનને લેપ થાય છે? શું તેણે જે જ્ઞાન મેળવેલું હોય તે જ્ઞાન તે ભૂલી જાય છે તેના મગજમાંથી શું કાયદાના તોજ ચાલ્યા જાય છે? નહિજ ! શાળાને અધ્યાપક અથવા પ્રિન્સિપલ પોતે જ જે લુચ્ચો હોય, વ્યભિચારી હોય, દગાબાજ હૈયા અને ગુહ કરતાં પકડાય તે શું સરકાર તેવાને નોકરીમાં રાખશે ખરી કે? અરે બીજી વાત તે ઠીક છે. માસ્તર વ્યભિચારી હોય અને છતાં જ્ઞાનમાં એક હોય તે એવા જ્ઞાનશીલ એક્કાને પણ તમે તમારા છોકરાને ભણાવવાને માટે રાખશે ખરા કે વાર? તમે એવી દલીલ કરો કે આપણને તો માત્ર નાનથી જ કામ છે. બીજી ત્રીજી ચીજની જરૂર શી? તે પછી વ્યભિચારી માસ્તરને તમે શા માટે ઘેરે ભણાવવાને નથી રાખતા? શું વ્યભિચારી માસ્તર શીખવતો નથી ? એ દુરાચારી માસ્તર હોય તે પણ ભણાવે છે અને સીધા સાદા હોય તે પણ ભણાવે છે, તે પછી માસ્તર રાખતી વખતે તમે સદાચારીને જ પહેલી પસંદગી આપે છે અને બીજાને પસંદ નથી કરતા એનું કારણ શું?
ઉપદેશની અસર કયારે? કારણ એ છે કે કદાચ બાળક વ્યભિચારી-દુરાચારી શિક્ષકના
આચાર વિચારનું પણ અનુકરણ કરનાર બની જાય છે તે પોતાનો ભવ બગાડે એવો તમને ભય રહે છે, અને તેથી જ તમે તેવા માસ્તરને રાખતા નથી. વકીલ માત્ર કાયદે જાણે, કાયદાના ખરાખેટા અર્થો કરે અને પિતાના અસીલને જીતાવી આપે એટલીજ વકીલની ફરજ છે એમ સરકાર માનતી નથી. કાયદે જાણ, કાયદે પાળ, કાયદો પળાવ, કાયદો પળાતે હોય તેમાં સહકાર આપવો અને કાયદે ન પળાતો હોય તેવા કામને વિરોધ કરવો એ વકીલોને ધર્મ છે. હવે વિચાર કરો કે જે વકીલ પિતેજ કાયદે ન પાળ હોય, જે વકીલ પોતે કાયદે ન પળાવી શકતે હોય, જાતેજ કાયદાનો ભંગ કરતે હોય, તે વકીલ કાયદા પાળવા પળાવવા માટે દલીલ કરી શકે ખરે? વેશ્યા સતીને એવી શિખામણ આપે કે “ગૃહસ્થાશ્રમ પાળ એ પણ ખોટું છે” નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું એજ ઉત્તમ છે માટે તું તારા પતિને પણ છેડી દે, તે આ શિખામણની પેલી સતી ઉપર તેલ રતિભાર જેટલી પણ અસર થાય એમ છે ખરું કે ?
ત્યાગને ઉપદેશક ત્યાગી જ હેય. વસ્તુત: મુખ્ય વાત એ છે કે જે વસ્તુ તમે પ્રતિપાદ
છે, જે વસ્તુને તમે ઉપદેશ કરે છે તે વસ્તુ તમારા પિતાના જીવનમાં તે એક રસ થઈ ગએલીજ હોવી જોઈએ. કદાચ તમને એવી શંકા થશે કે રાયફલન ઘેડે દબાતાં ગોળી નીકળીને માણસને લાગે તેથી માણસ મરતે હશે ખરો? પણ શું કમાન્ડર-ઈન-ચીફને એવી શંકા થાય ખરી કે? એજ પ્રમાણે ભગવાન શ્રીજિનેશ્વરદેને ઉપદેશ જગતને સંભળાવનારાઓ પણ ભગવાન શ્રીજિનેશ્વરદેવને પુરેપુરા વફાદાર જોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com