________________
આનંદ-સુધાસિંધુ.
(૩૦)
સુધા બિંદુ ૧ હે. નથી ! દીક્ષા સંબંધીને કાયદે થયે તે વસ્તુને આપણું આજના વ્યાખ્યાન સાથે પ્રત્યક્ષ સંબંધ નથી. અહીં સ્મરણમાં રાખવાની વાત એ છે કે એ કાયદે થયે એ મોટે ભાગે કઈ વસ્તુનું પરિણામ છે? જવાબ એજ મળશે કે અયોગ્ય-દીક્ષા અને જેનશાસ્ત્રોમાં યોગ્યતા નહિ મેળવેલા એવા-કમિરાનું કમિશન બેઠું અને તેણે તપાસ કરીને રિપોર્ટ કર્યો તેનુંજ આ પરિણામ છે. તપાસકોને દીક્ષાધર્મનું જ્ઞાન ન હતું, દીક્ષાધર્મ કેટલું જરૂરી છે તે વાત તેઓ જાણતા ન હતા અને છતાં દીક્ષાને પ્રશ્ન તપાસવા નીમાએલા કમિશનમાં તેઓને કમિશ્નર તરીકે નીમવામાં આવ્યા હતા એનું પરિણામ એજ આવી શકે કે જે રિપોર્ટ કમિશન દ્વારા થાય તે સત્યપથપ્રદર્શક નજ હોઈ શકે. ત્યાગ એટલેજ જૈનત્વ. અને થયું છે પણ તેમજ! દીક્ષા જરૂરી છે તે તેમને સૂઝયુંજ
નથી !! આખા જગત તરફ તમે દષ્ટિ કરશે તે પણ તમને જણાઈ આવશે કે સારાય સંસારને સાધુસંસ્થા વિના ચાલી શકે છે પરંતુ જેનેને સાધુસંસ્થા વિના ચાલી શકે એમ છેજ નહિ. બીજા દર્શનેને તપાસશે, પછી તે આર્યદર્શને હોય, મ્લેચ્છદર્શન હેાય કે યવનદર્શને હોય, પરંતુ એ સઘળા દર્શનેમાં ગૃહસ્થ ઉપદેશ, વ્રત, ધર્મક્રિયા ઇત્યાદિ સઘળું કરી શકે છે. કોઈ પણ શાસન અથવા દર્શન એવું નથી કે જેને ધર્મને અડગેજ ત્યાગી સંસ્થાની જરૂર પડતી હોય ! અજેના દેવ જુઓ. તેમના દેવો પણ રાગી અને બાયડીબચાંવાળા! તેમના દેવદૂતે તેમના ધર્મના મહાપુરુષે એ સઘળાજ બૈરી છોકરાંવાળા અને પૈસેટકે ભરપુર. ન તે કઈ વેરાગી ન તે કઈ ત્યાગી !! હવે વિચાર કરો કે એવાઓને સાધુસંસ્થાની શી જરૂર હોય? અલબત્ત તેમને કદાચ જરૂર હોય એમ માનીએ પરંતુ તે પણ જેને જેટલી જરૂર છે એમ તે નહિ જ માની શકાય અને તે નથી જ ! ત્યાગ નથી તે કાંઈ નથી. હવે તેની વાત વિચારે. જેને તે એકડે એકથીજ સાધુ
સંસ્થાની જરૂર છે. તમે પહેલે એકડો બેલો છે કે મેઅહિંતાણું ત્યાંથી જ તેમને ત્યાગીની જરૂર છે. નમો અરિહંતાણું, પણ અરિહંત કેવા? તે કહે કે ત્યાગી! ચૌદ રાજલક છે, પરંતુ એ ચૌદ રાજલકમાં પણ જે કઈ માથું નમાવવા લાયક હેય તે તે પાંચ ત્યાગીએજ છે. એનું કારણ શું? એનું કારણ એજ છે કે જેના નવકારમાંજ ત્યાગ ભરે છે. ત્યાગની ઉપરજ તમારે નવકાર રચાએલો છે. તમારે ત્યાં તે એકજ વાત છે કે જે, “ત્યાગ છે તે સઘળું છે. જે ત્યાગ નથી તે કાંઈ નથી.” જ્યાં જૈનધર્મને શ્વાસોચ્છાસરૂપી નવકાર મંત્રજ ત્યાગ ઉપર છે, જ્યાં ત્યાગ એજ જૈનધર્મને શ્વાસોચ્છાસ છે, ત્યાં એ ત્યાગને જ નાશ થયે, એ ત્યાગને જ દફનાવવાનો પ્રયાસ થયે, એ ત્યાગને જ મારી નાખવાની વાત થઈ તે પછી એ શ્વાસ વિના જૈનત્વરૂપી શરીર કેવી રીતે ટકી રહેશે? ખુબ યાદ રાખજો કે ત્યાગ છે તે જૈનત્વ છે, ત્યાગ છે તે સર્વસ્વ છે, ત્યાગ નથી તે સર્વસ્વ નથી અને ત્યાગ નથી તે જૈનધર્મ પણ નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com