________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૬)
સુધાબિંદુ ૧ લું. કોઈ દુશમન નથી, તેની પાસે કોઈ કાંઈ માગતું નથી એટલે તે અવસ્થા નિશ્ચળ છે. જઘન્ય અવસ્થા એટલે નાદારીની દશા છે. જઘન્ય શત્રુઓ ઘણા છે. માગનારા ઘણા છે પરંતુ એ દશા જ પિતે એવી છે કે જેને કાંઈ ભરવા કરવાની ગતિ જ રહી નથી. આ રીતે આ બે અવસ્થા નિમૂળ ન થયા સિવાય સદા સર્વદા માટે ટકી રહેવાવાળી છે. એકેન્દ્રિયપણામાં નિત્યપણું હોય છે પરંતુ એકેન્દ્રિપણું કેવું છે તે વિચારે. ત્યાં “અનંતકાયા અનંતાઓની દશા હોય છે. પૃથ્વી આદિ પ્રત્યેક બાદર કે સૂક્ષમાપણામાંથી એકેન્દ્રિયને પસાર થવાનું હોય છે અને એ બધા માટે અસંખ્યાત ઉત્સર્પિણી એટલે કાળ લાગે છે, એજ પ્રમાણે પ્રત્યેક બાદર વનસ્પતિકાય માટે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ લાગે છે પરંતુ સાધારણ વનસ્પતિ માટે સૂક્ષ્મ એકેન્દ્રિયપણમાં પણ અનંત અવસર્પિણ, ઉત્સર્પિણી કાળ લાગે છે. ગએલા અને રહેલા. જે જીવ સાધારણ નિગદમાં જાય છે તે જરૂર બહાર નીકળે છે. જે
સાધારણ નિગોદમાં ગએલે પાછો નીકળતાજ ન હોત તે પછી કાયસ્થિતિ ગણી શકાત નહિ અર્થાત નિગોદમાં ગએલા બહાર નીકળે છે એ વાત સત્ય છે પરંતુ એમાં ગએલાને અને રહેલાને ભેદ છે તે તમારે ખાસ ધ્યાન રાખીને સમજવા જેવો છે. ગએલા એટલે કોણ તે પહેલાં સમજી લો. સૂક્ષ્મમાંથી જે બાદરમાં આવીને પછી નિગોદમાં જાય છે તે ગએલા છે. હવે રહેલા કેણુ છે તે વિચારો. જે આત્માઓ હજુ કોઈ પણ એક વાર બહાર નીકળેલાજ નથીસૂમ નિગેદિયાપણું છેડીને બહાર નીકળ્યાજ નથી અને નિગોદમાં જ પડી રહ્યા છે તે રહેલા છે. જે નિગદમાં ગએલા છે તેને અનંત ઉત્સર્પિણી અવસર્પિણની કાયસ્થિતિ છે તે વાત પણ સાચી છે પરંતુ જે નિગોદમાં રહેલા છે તેને નિગોદમાંજ નિત્યપણું છે એ પણ સત્ય છે. આ બંને પ્રકારનું અસ્તિત્વ નિગોદમાં ગએલા અને નિગોદમાંજ રહેલ ની અપેક્ષાએ દેખવાનું છે, બીજી રીતે નહિ. નિગોદમાં જે નિત્યપણું છે તે આપણે જોતા નથી. શાસ્ત્રોમાં જે ઉપદેશ દેવાય છે તે પણ વ્યવહારરાશિવાળાનેજ દેવાએલો છે, બીજાઓને દેવાએલો નથી. વ્યવહારરાશિમાં આવેલ જે નિગોદમાં જાય તે તે ત્યાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના વનસ્પતિકાલથી વધારે કાળ તે રહેતું નથી.
નિર્લેપન કાળ એટલે શું છે તેને અહીં વિચાર કરી લેવો જરૂરી છે. મનુષ્યપણામાં જેટલા જી છે તેમાંથી અનુક્રમે એક બે વગેરે જેવે મરી જાય એમ કાલાંતરે એ કાલ આવે કે અત્યારના મનુષ્યમાં કોઈપણ જીવ મનુષ્યપણામાં ન હોય અર્થાત્ બધા વર્તમાનકાલના મનુષે બીજી મનુષ્ય સિવાયની જ ગતિમાં ગયા હોય ત્યારે વચલે કાલ તે નિર્લેપન કાલ કહેવાય. મહાભારતથી એ મહામોટું મનુષ્ય, તિર્યંચ, પંચેન્દ્રિ, નારકી કે દેવતા એ સઘળાનો
નિર્લેપનકાળ છે, પરંતુ સૂક્ષમ સાધારણ વનસ્પતિ એ સઘળાંને નિર્લેપનકાળજ નથી. જે અનાદિથી નિદિઆ માની લઈએ તે એકજ એ વસ્તુ સિદ્ધ થાય છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ હંમેશની છે તે જ પ્રમાણે જઘન્ય સ્થિતિ પણે હંમેશની છે પરંતુ મધ્ય સ્થિતિ હંમેશની હોઈ શકે જ નહિ. મધ્યમ સ્થિતિ એ કર્મની સાથે આત્માને રણસંગ્રામ છે. આ મહાયુદ્ધ વરસેથી ચાલતુંજ આવ્યું છે, તેમાં કઈ વખતે જીવ જબરા થાય છે તે કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com