________________
આનદ-સુધાસિંધુ.
(૨૮૯)
સુધાબિંદુ ૧ લું. યુવાની કેવી હોય? યુવાની કેવી હોય છે તે વસ્તુ જરા ખ્યાલમાં લેશે ત્યારે એના દે
પણ તમારાથી સમજાશે. યુવાનીમાં વૃત્તિ ચંચળ હોય છે. આજે જયાં પ્રીતિ હોય છે ત્યાંજ કાલે યુવાનીવાળો અણબનાવ કરી બેસે છે, જે દુખે જે રે વૃદ્ધ ખમી શકે છે તે સઘળું યુવાન ખમી શક્તો જ નથી. વૃદ્ધ પિતાના ઉપર સંકટ આવી પડે છે તે પણ વેઠી લે છે પરંતુ પિતાના તપમાંથી, વ્રતમાંથી અથવા તે વિચારમાંથી તે ડરતો નથી ત્યારે યુવાનની સ્થિતિ એનાથી સર્વથા વિપરીત હોય છે. યુવાન ઘડી ઘડીમાં ગભરાઈ ઉઠે છે, ઘડી ઘડીમાં અકળાઈ ઉઠે છે અને ન કરવાનું તે કરી બેસે છે. દિવાની અને ફેજ દારી કેસમાં જે દાવાઓ ચાલે છે તેના વાદી અને પ્રતિવાદી બંનેમાં જોશો તે પોણોસો ટકા કરતાં વધારે ભાગ યુવાનનો જ નજર પડશે. યુવાની એ એવી ગરમ દશા છે તેને એના ઉપરથી ખ્યાલ લાવવો જરૂરી છે.
વ્યવહારમાં પણ આપણે એજ નિયમ જોઈએ છીએ કે યુવાનને જોખમદાર ઓદ્ધાઓ ઉપર ચઢાવી દેવામાં આવતા નથી. ખાસ કરીને યુરોપ જેવા કેળવાએલા દેશમાં પણ જોખમદારી ભરેલા એહાઓ માટે પરિણીતાને જ વધારે પસંદ કરવામાં આવે છે. આ સઘળાને હેતુ યુવાની ઉપર અંકુશ મૂકવાને છે એજ સ્પષ્ટ થાય છે. વાઈસરોય, ગવર્નર જનરલે કે એવા જ બીજા સ્થાને ઉપર યુવાનને જ લાવીને નીમી દેવાની પ્રદ્ધતિ નથી. મટી જગાઓ પુરતાં પહેલાં નીચલા દરજજાઓનો અમુક વરસનો અનુભવ હજ જોઈએ એવું ઠરાવવામાં આવે છે. કલેજે ઈત્યાદિ સ્થળે પણ પ્રેકટીકલ જ્ઞાનને જ જરૂરી લેખવામાં આવે છે. કોઈ તરૂણ પિતાને ઘેર બેઠાં બેઠાં વકીલાતના કે દાકતરીના બધા ચોપડા વાંચી નાખે તેથી જ તેને નિષ્ણાત માની લઈને પરીક્ષામાં બેસવા દેવામાં આવતું નથી. પરંતુ જે તેણે અમુક પ્રેકટીકલ નોલેજ લીધું હોય તે જ તેને પરીક્ષા એને માટે એગ્ય લેખે છે. ખતા જ ખાવી પડે. આ સઘળાને હેતુ એ જ છે કે યુવાનની ઉપલતાને કઈ રીતે
અપનાવી લેવાનું ગ્ય નથી. યુવાનોમાં જેમશક્તિ હોય તે વાત માન્ય છે, પરંતુ તે સાથે એ વાત પણ તેટલી સ્પષ્ટ છે કે તેમનામાં મગજનું પણ ચલિતપણું હોય છેજ. આવા યુવાનેજ જે અનુસરવાની હઠ લઈ બેસે છે તેવામાં જરૂર ખેતાજ ખાય છે.
એક વખતે એક રાજાએ પોતાના દરબારના સભાસદેની પરીક્ષા કરવા માંડી, તેણે પિતાના સભાસદને પ્રશ્ન કર્યો કે-તમારા સઘળામાં મને અને મારા રાજ્યને કોણ વધારે ઉપયોગી થઈ પડે એમ છે યુવાને કે વૃદ્ધો? વૃદ્ધોએ જવાબ આપ્યો કે, “ખાતરીથી માનજે કે વૃદ્ધ એજ રાજદરબારની શોભા છે અને વૃદ્ધોથી જ આપની પ્રતિષ્ઠા છે માટે અમે તો કહીએ છીએ કે વૃદ્ધોજ વધારે ઉપયોગના છે. હવે રાજાની આંખો તરૂણે તરફ વળી. તેણે તરૂણાને પૂછયું કેભાઈ તમે જવાબ આપો વૃદ્ધો વધારે ઉપયોગના કે તરૂણે? તરૂણે કહે મહારાજા ! ખરૂં પૂછે તે આ એકે એક ડે સલાને ગુજરીમાં લઈ જઈ વેચી આવવા જોઈએ અથવા તે તેમને ખેડાં ટેરની પાંજરાપોળમાં રવાના કરી દેવા જોઈએ. તેઓ આપનો પગાર હરામનેજ ખાય છે. જ્યારે લડાઈને પ્રસંગ પડે છે ત્યારે અમારેજ તલવાર લઈને રણમાં દેડવું પડે છે, માટે અમારી તે ખાતરી છે કે આ ડોસલાઓ નકામા છે અને અમે તરૂણેજ વધારે કામના છીએ. રાજા પોતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com