________________
(૨૯૧).
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદ ૧ તું અકળાઈ ન ઉઠે. તમને તમારી ભૂલ એ ડોસલાએ જ દર્શાવી આપશે. પછી મહારાજાએ એક વૃદ્ધને કહ્યું કે–તમે જે જવાબ આપે છે તે બુદ્ધિની ચતુરાઈથી ભરેલો છે, પરંતુ હવે તે જવાબ તમે અહીં આ યુવાન મિત્રોને સમજાવી બતાવે. એક વૃદ્ધ આ ઉપરથી ઉભું થયું અને તેણે કહ્યું, “આ પ્રસંગ કાંઈ ખરેખર લડાઈને નથી અથવા ખરેખર તે કેાઈ મહારાજા સાહેબને લાત મારવા પણ તૈયાર થવાનું નથી. માત્ર આ બુદ્ધિનો પ્રશ્ન છે અને તેને તેજ રીતે જવાબ પણ દેવાની જરૂર છે. જુઓ ભાઈઓ ! મહારાજાની છાતીમાં કાં તે મહારાજાશ્રીની પત્ની અથવા તે પુત્રેજ લાત મારી શકે અથવા તે મહારાજાશ્રીને એ કઈ મહાબળવાન અને રણકળાકુશળ શત્રુ હોય તે જ મહારાજાની છાતીમાં લાત મારી શકે !'
બુદ્ધિની બલિહારી, મહારાજાની પત્ની અથવા તે તેમની સંતતિ મહારાજાને લાત મારી
અવિનય કરે છતાં તેઓ મહારાજાની ક્ષમાને તો માત્રજ છે અને એમને મહારાજા ગમે તેવી સજા કરે પરંતુ એ રાજકુળ હેવાથી આપણે તે તેમની ફૂલેથી પૂજા જ કરીએ એમાં શકજ નથી. હવે એ સિવાય બીજે જે કઈ મહારાજાને લાત મારનાર હોય, તે તે મહારાજાને મહારાજાથી વધારે બળવાળે શત્રુજ છે જોઈએ, તે મહારાજાને પરાજય કર્યા પછી જ મહારાજાને લાત મારી શકે અને તે આપણે ના મહારાજાજ થાય તે એ નવા મહારાજાને પણ આપણે તે ફૂલે પૂજજ રહ્ય! અર્થાત બુદ્ધિકૌશલ્ય માટે મહારાજાશ્રીએ પૂછેલા પ્રશ્નને અમે આપે છે તેજ એક માત્ર વ્યાજબી ઉત્તર છે. મહારાજાએ આ વાણી સાંભળી પેલા તરૂણે તરફ જોયું અને તેમને કહ્યું, “ભાઈઓ ! જોયું, આનું નામ તે બુદ્ધિની બલિહારી હવે તમે જ કહો કે બુદ્ધિ વગર શું એકલા બળથી રાજ્ય ચાલી શકે ખરું? બુદ્ધિ હોય તે બળ તે ભાડુતી પણ ભેગું કરી શકાય, પરંતુ બળથી કાંઈ ભાડુતી બુદ્ધિ લાવી શકાતી નથી. પ્રાચીન કાળ જુઓ, મહારાજાના આ શબે યુવાનને પણ પસંદ પડયા અને તેમણે
છેવટે વૃદ્ધોની જ મહત્તાને કબુલ રાખી. આપણે અત્યારે પણ જોઈએ છીએ કે સરકારને કોઈ ખાસ પ્રશ્ન ઉપર વિચાર ચલાવવાને હેય છે ત્યારે તે વૃદ્ધોની જ સલાહ લે છે. ખાસ કામ પ્રસંગે સરકાર યુવકસંઘની સલાહ માગતી નથી, પરંતુ જેઓ પેન્સનર છે એવાઓને ભેગા કરીને તેમની જ સલાહ લેવામાં આવે છે અને તે પ્રસંગે તેમને જ માન મળે છે. પેન્સન કાંઈ વગર શરતે આપી દેવાતું જ નથી. પેન્સન આપવામાં પણ એવી શરત તે જરૂર હોય છે કે જ્યારે રાજ્યનું કાર્ય હોય ત્યારે પેન્સનરેએ આવીને જરૂર હાજર થવું. પ્રાચીનકાળનો ઈતિહાસ તમે તપાસશે તે તમને માલમ પડશે કે જ્યારે યુવાન રાજાઓ ગાદીએ બેસતા હતા ત્યારે વૃદ્ધોને તેમના સલાહકાર તરીકે નીમવામાં આવતા હતા અને વૃદ્ધોની સલાહ પ્રમાણે જ યુવાને પિતાનું વર્તન રાખતા હતા. હવે તમે જરા ઉપર કહેલા દષ્ટાંત ઉપર તમારું પાન સ્થિર કરે અને મહારાજાને તરૂણેએ તથા વૃદ્ધોએ આપેલા પ્રશ્નોના ઉત્તર મમ વિચારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com