________________
આાન દ–સુધાસિંધુ.
(૩૦૩)
સુધાબિંદુ ૧ હુ’.
એ વાત યુદ્ધવિશારદ સૌથી પહેલી તપાસે છે. ભવિષ્યની કાળજી ત્યારેજ રહી શકે છે કે જ્યારે તમે ભૂતકાળને તપાસેા છે. જે માણસ ભૂતકાળના બગાડાને તપાસતા નથી, તે આત્મા કદાપિ ભવિષ્યકાળની સાવચેતી રાખી શકતેાજ નથી. ભવિષ્યકાળની સાવચેતી રાખી એ સાવચેતીદ્વારા તેજ ફતેહ પામે છે કે જેણે ભૂતકાળ તપાસ્યા છે.
ભવિષ્યનું મૂળ ભૂતકાળમાં છે.
ભૂતકાળમાં આપણે કયા કયા ભવામાં હતા ? ત્યાંથી આપણે ભિન્ન ભિન્ન ભવા શા કારણથી ખદલ્યા હતા ? એ ભવામાં શું શું સુખદુ:ખા ભોગવ્યાં હતાં એ સુખદુઃખા ભાગવવાનું શું કારણ હતું ? ભૂતકાળના ભવા મળવાનું અને ટળવાનું શું કારણ હતું? એ ભવાના સંબંધમાં આવી ઝીણવટથી જેઓ વિચારે છે તેજ ભવિષ્યના કર્મોને માટે સાવચેત બની શકે છે. ભૂતકાળના કર્મા, ભવા ઇત્યાદિને તપાસીએ તાજ ભવિષ્યમાં સુધારા કરી શકીએ છીએ. અર્થાત્ આ સઘળા ઉપરથી એજ એક વાત સ્પષ્ટ થાય છે કે ભવિષ્યકાળ સુધારવાને જેઓ ઇચ્છે છે તેમણે પેાતાના ભૂતકાળ અને પેાતાના ભૂતકાળમાં થયેલી ભૂલે એ સઘળુ' તેમણે જીણવટથી જરૂર તપાસવુ જ જોઇએ. આ તે એક સાધારણ વાત છે કે જે પેાતાની પાછલી ભૂલા જોતા નથી અને એ ભૂલેનું અન્વેષણ કરતા નથી તે વિષ્યમાં પણ લેામાંથી બચી શકતા નથી. અર્થાત્ જે ભવિષ્યમાં સુધરવા માગે છે તેની ફરજ છે કે તેણે પાતાના ભૂતકાળ જોવાજ જોઈએ,
પરાજય કશિશન,
તમે ઇતિહાસને યાદ કરશેા તા તમેને માલમ પડશે કે વર્ષોં પહેલાં એક વાર જાપાન અને રૂશીયાને યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં જાપાન છજ મહિનામાં વિજયી થયું હતું અને રૂશીયા હારી ગયું હતું. આવું માઢુ રૂશીયન મહારાજય તે વેંત જેટલા જાપાનની સામે છ મહીના પણુ ટકી શકયુ· ન હતું. રૂશીયા આ રીતે હારી ગયું એટલે તેણે હારી “પરાજય કમિશન” ની નીમણુંક કરી હતી. તમેને આશ્ચર્ય થશે કે પરાજય થયા તેમાં તે કમિશન શુ? વિજય મળ્યેા હાય તે નવા દેશેાની વ્યવસ્થા માટે કમિશન મેસે એ ચાગ્ય છે, પરંતુ આ તા પરાજય થયા; તા પછી પરાધીનતા માટે કમિશન કેવું ? પણ રૂશીયાના રાજકમ ચારીએ સમજતા હતા કે તેને એવા કમિશનનીજ જરૂર હતી. કમિશન એઠું. કમિશને તપાસ ચલાવી કે ફીયાનું મહારાજ્ય આટલુ' બધુ વિશાળ છે. તેની પાસે સાધનસમ્પતિ છે, સૈન્ય છે, શક્ય છે, તે છતાં તેને પરાજય શા માટે મળે છે? કમિશને પરાજયનાં કારણા શેાધી કાઢવાં અર્થાત પેાતાના ભૂતકાળ જોયા અને દેશ કયા કારણેાથી હારી ગયેા છે તે શેાધી કાઢ્યું.
ભવપર પરા કયારે અટકે
કમિશને દેશ કયા કારણેાથી હાર્યાં છે એ શેાધી કાઢ્યું` એટલેજ તેણે પેાતાના ભૂતકાળ જોયા. ભૂતમળ જોયાનું પરિણામ એ આવ્યુ કે તેણે ભવિષ્યમાં એ ભૂલે ન થાય તેની તકેદારી રાખી અને જ્યારે ઇ. સ. ૧૯૧૪–૧૮માં જર્મીન-રૂશીયા રણસંગ્રામ થયે ત્યારે વે'તભર જાપાન સામે છ મહિના પણ ન ટકી શકનારૂ રૂશીયા મહાન્ જન મહારાજ્ય સામે રા વર્ષ સુધી ટકી રહ્યું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com