________________
આનદ-સુધાસિંધુ.
(૨૯૮)
સુધાબિંદુ ઉં. મળે માનવભવ નકામે ખેઇ દે છે, એ ભવની મહત્તાને પીછાણતું નથી અને પીછાણીને તેને ઉપયોગ કરતું નથી તે આત્મા પિતાનું માનવભવપણું નકામુંજ ગુમાવે છે એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ થતી નથી. અજબગજબની ભાગીદારી. આપણે જડ અનંતકાયમાં રહેલી છે. અનંતકાયની ભાગી
દારી ભયંકર છે. તમે વળી કર્મસંગ્રહ કરીને એવી ભાગીદારીમાં જોડાતાં વિચાર કરી લેજે. અનંતકાય એ એક અનંતાભાગીદારની પેઢી છે. દુનિયામાં બીજી સઘળી ભાગીદારીઓ પૈસાટકાની હોય છે. પૈસામાં ભાગીદારી હેઈ શકે, પરંતુ ખોરાકની ભાગીદારી આ જગતમાં આપણે કદી સાંભળી, જાણે કે પીછાણ નથી. ખેરાકની ભાગીદારી કઈ રાખતું જ નથી. કોઈ પણ ધંધાના બે ભાગીદારોએ કદી એ કરાર કર્યો હોય એમ આપણે જાણતા નથી કે મારાથી તારે જુદું ન ખાવું અને મારે તારાથી જુદું ન ખાવું! જે શરીરમાં એક ભાગીદાર રહેતો હોય તે જ શરીરમાં બીજા ભાગીદારે પણ રહેવું જોઈએ એવું કદી આપણે સાંભળ્યું નથી. આહાર અને શરીર પણ બે ભાગીદારોના એકજ હાવાં જોઈએ, તે પણ જુદાં ન હોઈ શકે એવું કદી કઈ પણ સ્થળે સંભવતું નથી. વ્યવહારમાં કોઈ સ્થળે આહાર અને શરીરની એકત્ર ભાગીદારી નથી તે પછી ઈન્દ્રિયની ભાગીદારી તે કયાંથીજ હોઈ શકે? એવી કોઈ પણ સ્થળે ન હોય તેવી ભાગીદારી અહીં અનંતકાયમાં આત્માએ સ્વીકારી છે.
એ ભાગીદારી ભયંકર છે. અનંતકાયમાં અનંત આત્માઓને સંયોગ એ અનંતકાળની
ભાગીદારી છે. આ ભાગીદારી આજકાલની નથી, પાંચ પચ્ચીસ વર્ષની નથી, પરંતુ તે અનંતકાળની અનંતાજીની ભાગીદારી છે. એ ભાગીદારીની ભયંકરતા પણ ખાસ વિચારજે. શ્વાસ પણ બધા જીવોએ સાથેજ લે, આહાર પણ બધાએ સાથે જ લે, એકલાથી ન શ્વાસ લેવાય કે ન આહાર લેવાય; એવી આ અનંતા આત્માની ભયંકર ભાગીદારી પુરાતન કાળથી-અનાદિથી ચાલતી આવે છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છાસ આ સઘળામાંજ આ બધાની ભાગીદારી છે. હવે વિચાર કરો કે જે આપણે એ ભયંકર ભાગીદારીમાં ભરાઈ ગયા તે પછી તેમાંથી ક્યારે અને કેવી રીતે છૂટી શકીએ? આપણે પુરાતનકાળથી આવી ભાગીદારીમાં ફસાએલા હતા. એ ભાગીદારી તે ગીરમીટીઆઓના કરાર જેવી છે. આસામના ચહાના બગીચાના મજુરના નસીબમાં જેટલી ગુલામગીરી છે તેના કરતાં આ ભાગીદારીની ગુલામગીરી વધારે ભયંકર છે. અનંતકાયમાંથી મનુષ્યપણું પામેલા આપણે એ ભાગીદારીમાંથી છૂટયા છીએ, પરંતુ એ છૂટકારો કે આભારી છે તેને વિચાર કરો. કેવળ ભવિતવ્યતાથી જ ! આ મૂર્ખાઇભરેલી ભાગીદારીમાંથી આપણે છૂટયા છીએ એ
કાંઈ આપણા પુરુષાર્થથી આપણે છૂટયા નથી. આપણું બળથી આપણે છૂટયા નથી, પરંતુ કાંઈક ભવિતવ્યતાને ચગે આપણે થ્યા થઈ શક્યા છીએ. ન ધારેલ કાંઈ બનાવ બની જાય અને તેને આપણને લાભ મળી જાય તેવી રીતે કોઈ ભવિતવ્યતાને થે આપણે એ ગુલામી ભાગીદારીમાં ઋા થઈ ગયા છીએ પરંતુ વળી એવી ભવિતવ્યતા મળતી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com