________________
આનંદ-સુધાસિંધુ
(૩૦૦)
સુષાબિંદુ ૧ યુ. અનંતકાય એટલે ભયંકરતા. અનંતકાયને પ્રસંગ કે ભયંકર છે તે વિચારે. તમને મોક્ષનો
માર્ગ તે કેવળી ભગવાને પણ બતાવી શકે છે પરંતુ જે અનંતકાયને પ્રસંગ આવી ગયો છે તેને ટાળનાર જગતભરમાં કોઈ નથી, એવું ખાતરીથી માનજે. તીર્થકર ભગવાન, ગણધર ભગવાન, શ્રુતકેવળી ભગવાને સઘળા આ બાબતમાં મૌન છે. નિગોદમાં ગએલા જીવને બહાર લાવવા માટે તીર્થકર ભગવાન્ આદિનું પણ કાંઈ ચલણજ નથી. જે અનંતકાયને પ્રસંગ આવી જાય છે તેમાંથી કોઈ ભવિતવ્યતાને પ્રસંગ આવે તેજ બહાર નીકળી શકાય છે, નહિ તે બહાર નીકળી શકાતું જ નથી. જે માણસ પોતે ડાહ્યો હોય, પિતાનામાં ડહાપણ છે એમ તે સમજાતે હેય, પિતાની વિદ્વતાને જે તે સફળ કરી બતાવવા માગત હોય, તે તે એવી ભવિતવ્યતાને ભરેસે કદી પણ ભૂલીને ભમવાનું પસંદ નજ કરે. જ્યાં આપણે કાંઈ ઉપાય નથી, જ્યાં આપણું કાંઈ ચાલતું નથી, જ્યાંથી આપણે પોતાની મેળે મુક્ત થઈ શક્તા નથી, જે જગેમાંથી માત્ર ભવિતવ્યતાને ગેજ આપણે ટી શકીએ તે જગે પર વિશ્વાસ રાખીને જવાનું તે માત્ર મૂજ પસંદ કરી શકે. સિદ્ધાંત ન બાંધી શકે. ધારે કે એક માણસ આંધળે છે, અપંગ છે, બહેરે છે,
અજાણ્યા છે, આવા માણસને કોઈએ ખૂબ દારૂ પાયે અને તેને હાથે પગે પાટા બાંધીને કે મોટા પર્વતની ગુફામાં નાખી દીધા. હવે વિચાર કરી જુઓ કે સ્વને પણ એ માણસ આ પર્વતની ખીણમાંથી છૂટીને કોઈપણ રીતે પોતાને ઘેર આવી શકશે ખરે? હવે એવું બને છે કે એક દયાળુ માણસ એ પર્વતેમાં ફરવા જાય છે. પર્વતેમાં ફરતાં ફરતાં પેલા દયાળુ માણસની નજરે આ અપંગ માણસ આવી ચઢે છે અને તે કેવળ દયાથી તે માણસના હાથપગના બંધ છેડી નાખી તેને ઉગારી લઈ પાટે છડી ઘેર પહોંચાડે. છે! શું એ ઉપરથી તમે એ સિદ્ધાંત બાંધી શકે ખરા કે “જે કોઈ માણસ અપંગ, લે, લંગડે હાય, આંખે પાટા બાંધ્યા હોય અને દારૂ પાઈને તેને પર્વતની કંદરામાં નાખી દઈએ તો કઈ દયાળુ માણસ ત્યાં જાય છે અને તેના પાટા છેડીને તેને પાછો ઘેર લાવો મૂકે છે?” કદી જ નહિ. ખુદાને બંદા આવશે! હવે આ આંધળો માણસ એ વિચાર કરે છે, “ઓહ, આંધળા,
તુલા, લંગડા થવામાં પણ કાંઈ વાંધો તે નથી જ હે! કારણ કે કેઈ દયાળુ માણસ મળી જાય છે અને તેથી તે આપણી દુઃખી દશાને સુધારીને પાછો અસલ જગાએ એટલે પિતાને ઘેર લઈ આવે છે, તે આ આંધળાને તમે આંખે પણ આંધળો અને અકકલમાં પણ આંધળા એજ કહેશો કે બીજું કાંઈ? ધારો કે તમે એકવાર જંગલમાં ભલા પડ્યા છે. અહીં તમને મદદગાર મળી જાય છે અને તે મદદગાર તમેને જંગલમાંથી છોડાવે છે. શું તેથી તમે જંગલમાં ભૂલા પડે ત્યારે કે “ખુદા કા બંદા” આવશે અને મને છોડાવશે એવું માને છે ખરા કે? દયાળુ આત્મા મળી જશે અને તે મને મારે ઘરે લઈ આવશે એવા વિચારે કોઈ પણ માણસ આંધળ થવા માગતજ નથી તેજ પ્રમાણે કઈ મળી જશે અને તે મને જંગલમાંથી ઉગારી લેશે એવી ધારણાથી કોઈ ભૂલ પડવા માગતેજ નથી ! તે પછી વિચાર કરે કે આપણે પણ શા માટે અક્કલવાળા અને સમજુ છતાં આપણું ભાવિ ન જેવું?
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat