________________
ખાનદ–સુધાસિંધુ
(૨૯૫)
સુધાબિંદુ ૧ હું
મહાલય'કર હોઇ આ વિચારનેજ શાસ્ત્રકાર- નાતિતા કહે છે. નાસ્તિકપણાની જડ જે કાઈ સ્થાને રહેલી હૈાય તે તે આજ સ્થળે રહેલી છે.
નાસ્તિકતાને ભય કયાં છે?
જે સ્વભાવથીજ નાસ્તિક છે તે ભૂતકાલીન જિંદગી કે ભવિષ્યકાળની જિ ંદગીને પ્રથમ તા માનતાજ નથી. ભૂત અને ભવિષ્યની જિંદુગીને જો નાસ્તિકે માનતા નથી તે પછી એ સંબધમાં તેમના શે। સિદ્ધાંત હાવા જોઈએ તે જોઇએ, નાસ્તિકાના મુદ્રાલેખ શુ' હાવા જોઇએ તે વિચારીએ. ભૂત અને ભવિષ્યની જિ'દ ગીને અગે એને ન મનાવીએ તે એની માન્યતામાં અને કાંઇ મુશ્કેલી કે અડચણ જણાતી નથી. ભૂત અને ભવિષ્યની જિંદગીને યાં માનવાને પ્રસંગ આવે છે ત્યાંજ એને અડચણ આવે છે. નાસ્તિકાને પણ આ જિંદગીને અંગે તેા પાપપૂણ્ય, સુખદુ:ખ, જીવતત્ત્વ વગેરે માનવામાં
શી પણ અડચણ આવતી નથી. માત્ર અડચણ આવે છે પુનર્ભવ માનવામાંજ !! નાસ્તિકો અને આસ્તિકેની વચ્ચે જો કાઈ મહત્વના ભેદ હાય તા તે એટલેજ છે કે નાસ્તિકે આ એકજ જન્મ માનીને ચાલે છે અને ભૂતભવિષ્યના જન્મના કાંઇ વિચારજ કરતા નથી ત્યારે આસ્તિકા એ બધા જન્માને માને છે અને તે સઘળાનેજ સમુદાયરૂપે માનીનેજ ચાલવાનું ઠરાવે છે.
ભૂત હોય તે ભવિષ્ય ખરૂં જ!
નાસ્તિક આત્મા જે ભૂતકાળના ભવ માને તે તેને મુશ્કેલી એ આવી પડે છે કે જો તે ભૂતકાળના ભવા માને તે તેને ભવિષ્યકાળના ભવા પણ માનવાજ પડે છે. ભૂત અને ભવિષ્ય અને એક ખીજા પર આધાર રાખનારા છે. ભવિષ્યમાં અમુક પરિસ્થિતિ હોય તેા તેની અપેક્ષાએ અમુક સ્થિતિ ભૂતકાળ છે, અને ભૂતકાળમાં અમુક સ્થિતિ હાય તાજ તેની અપેક્ષાએ અમુક સ્થિતિ તે ભવિષ્યકાળ છે. અર્થાત્ ભૂત અને ભવિષ્યકાળ એક ખીન્તની અપેક્ષાએજ છે. ભૂતકાળની તૈયાતિ માટે ભવિષ્યકાળ માનવેાજ પડે છે અને ભવિષ્યકાળના અસ્તિત્વ માટે ભૂતકાળ માનવાજ પડે છે. વળી જો તે પૂર્વભવ અને ઉત્તરભવ માને છે તે પછી તેને સુખદુઃખરૂપી વસ્તુઆને પણ કા - કારણભાવ કબુલ રાખવાજ પડે છે. અમુક આત્મા આ (વર્તમાન) જન્મમાં સુખી છે અથવા અમુક આત્મા આ (વર્તમાન) જન્મમાં દુ:ખી છે તે એ પરિસ્થિતિમાં તેને કબુલ રાખવુંજ પડે છે કે ભૂતકાળની જિંદગીમાં પુણ્ય કરનારા આ જન્મે સુખ પામ્યા છે અને ભૂતકાળની જિ ંદગીમાં પાપ કરનારા આ જન્મમાં દુ:ખ પામે છે.
કેરી છે ત્યાં આંખે છેજ. આ પ્રશ્ન સારી રીતે સમજવાને માટે અહીં ઝાડ અને ફળનું ઉદાહરણ લેા. એક વૃક્ષ ઉગ્યું હાય અને તેને ફળ થયાં હાય તા એ ફળને અંગે ખીજ કે મૂળ મનાવવું તેમાં મુશ્કેલી નથી, તેજ પ્રમાણે આ ભવના સુખદુ:ખ, આ ભવનું નીરોગીપણું એ સઘળી એવી ચીજ છે કે તે સિદ્ધ થએલું કાર્ય છે, એટલે તે સિદ્ધ થએલા કાર્ય નું કારણુ માનવું તેમાં જરાય મુશ્કેલી નથી. આંખાના ઝાડ ઉપર કેરી આવી છે એ વસ્તુ સત્ય છે તેા સહુજ એમ માનવુ જ પડે છે કે ત્યાં આંખે વવાએલે હતેાજ. કેરી છે તે ત્યાં આંખે વવાએલા હતા એ સાબીત કરવા માટે તર્કશાસ્ત્રની દૃષ્ટિ લે કે બીજુ` કેાઇ સાધન લેા પણુ જરાય મુશ્કેલી નથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com