________________
એનંદ-સુધાસિંધુ.
(૨૯૦)
સુષાબિંદ ૧ તું સમજુ હતા. તે યુવાનો અને વૃદ્ધ એ બેમાં શ્રેષ્ઠ કોણ છે તે સમજતું હતું. તેને વિચાર થયે કે મારે આ તરૂણેને શી રીતે સમજાવવા અને વૃદ્ધોજ વધારે ઉપયોગી છે એ વાત તેઓને શી રીતે સાબીત કરી આપવી? છેવટે રાજાએ એક ઉપાય શોધી કાઢય અને પેલા તરૂણે અને વૃદ્ધોને ઉદ્દેશીને એક ગૂઢ પ્રશ્ન કર્યો. તલવાર અહીં નકામી છે. રાજાએ કહ્યું કે વૃદ્ધ પિતાને મઢે વૃદ્ધોની પ્રશંસા કરે અને તરૂણે
પિતાનેજ મેઢે તરૂણોની પ્રશંસા કરે એમાં કાંઈ દહાડે વળવાને નથી. આ હું પ્રશ્ન પૂછું છું તેને જે બુદ્ધિપૂર્વકના ઉત્તર આપશે તેને જ હું સાચા ઉપયોગી માનીશ.
ધારો કે એક વાર એ પ્રસંગ બન્યું કે કેઈએ મારી છાતીમાં લાત મારી તે તમે તેને શું સત્કાર આપશે?” મહારાજાને પ્રશ્ન સાંભળતાં જ તરૂણે પિતે તલવાર ખખડાવતા ઉભા થઈ ગયા, અને તેઓ બોલ્યા હે ! છાતીમાં લાત અને તે પણ આપને ! તરતજ અમારી તલવાર કાઢી લાત મારનારના બંને પગ દેદી ભેદી નાખીએ, તેના ચૂરેચૂરા કરી નાખીએ અને આપની આબરૂ જાળવીએ.” મહારાજાએ કહ્યું, “મારા તરૂણ મિત્રો! હવે જરા ધીરા પડે! અહીં તલવાર કાઢવાનાજ ખરેખર પ્રસંગ નથી. મારી સામે કોઈએ ખરેખર તલવાર કાઢી હોય અથવા કોઈએ લાત મારી હોય તે જ તમો તેને લાત મારે અથવા તલવાર કાઢીને તેને ઠેકાણે પાડે તે વ્યાજબી કહી શકાય, પરંતુ અહીં કોઈ લાત મારતું નથી કે અહીં કેઈ તલવાર કાઢતું નથી; પછી તમારી તલવાર અહીં શું ઉપયોગમાં આવી શકવાની હતી?
લાત મારનારને ફૂલે વધાવીએ. મહારાજાએ તરૂણને આમ સમજાવ્યા અને પછી તેમને
કહ્યું કે, ભાઈઓ ! અહીં તે બુદ્ધિની જ જરૂર છે માટે તમારી બુદ્ધિ ચલાવે અને આ પ્રસંગે તમે શું કરે તેને જ જવાબ , તલવાર ખેંચી કાઢીને ઉભા થઈ જવાની જરૂર નથી. તરૂણે તે બિચારા મહારાજાનું આ કથન સાંભળીને શરમિંદાજ બની ગયા. હવે વૃદ્ધોનો વારો આવ્યો. વૃદ્ધોએ કહ્યું મહારાજ ! અમે તરત ઉત્તર આપી શકીએ એવું નથી. ઉત્તર મેળવવા માટે અમોને અરધા કલાકની રાહતની જરૂર છે. મહારાજાએ તે વાત કબુલ રાખી અને વૃદ્ધોને જવાબ આપવાને માટે અરધા કલાકની રાહત આપી. વૃદ્ધો ઉઠીને એક ખાનગી ઓરડામાં ગયા ત્યાં તેમણે ચર્ચા ચલાવી અને પછી ત્યાંથી આવીને મહારાજાને ઉત્તર આપે કે મહારાજ આપના પ્રશ્નનો ઉત્તર એ છે કે જે કઈ આપની છાતીમાં લાત મારે તેની અને કુલથી પૂજા કરીએ ! મહારાજ આ ઉત્તર સાંભળીને ખુશખુશ થઈ ગયા. તેમણે કહ્યું, મારા વૃદ્ધ મિત્રો ! તમારો ઉત્તર ખરેખર સારો છે અને બુદ્ધિના ચમત્કારથી ભરેલો છે માટે હું તમારા ઉપર ખુશ થાઉં છું અને તમને ઈનામ આપવાનું જાહેર કરૂં છું.
બાપુ! અકળાશે નહિ. મહારાજાનું આ બોલવું સાંભળીને પેલા જુવાનીઆઓ ચડભડી
ઉઠયા. તેમણે કહ્યું, “મહારાજ! આ શે જુલમ? અમે આપને માટે મરવા તૈયાર થયા તે છતાં અને તેનું કાંઈ જ ઈનામ નહિ અને આ ડોસલાઓ તમારી છાતીમાં લાત મારનારને કુલે પૂજવા તૈયાર થયા તેમને ઈનામ ! મહારાજાએ કહ્યું, મિત્રો ! તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com