________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૭)
સુધાબંદુ ૧ લું. વખતે કર્મ જબરા થાય છે. જ્યારે જ્યારે આ મહાયુદ્ધમાં કર્મ જબરો બને છે ત્યારે ત્યારે મહેમાંહે લડાઈ થાય છે, અને તેમાં જે જબરો હોય તે ફાવી જાય છે. તેથી જ આ સ્થાન નિત્ય ટકી રહેનારૂં નથી. ઘડીમાં એક સ્થિતિ હોય છે તે ઘડીમાં સગો પલટાઈ જવાથી બીજીજ સ્થિતિ આવીને ઉભી રહે છે. એટલે આ મધ્યમપણામાં કોઈ પણ સ્થિતિ ટકી રહેતી જ નથી. ઉત્કૃષ્ટ અથવા જઘન્ય અવસ્થામાં આ સ્થિતિ હતી જ નથી, તેમાં તે કઈ લડનારૂં જ હેતું નથી એટલેજ એ સ્થિતિ હંમેશાં ટકી રહેવાવાળી બને છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઉત્તમ સ્થિતિરૂપ મેક્ષ અને જઘન્યપણું એ નિત્ય છે અને બીજી સ્થિતિએ અનિત્ય છે. તીર્થકરે પણ નિગોદમાં જાય! હવે આ વસ્તુ તમે સમજ્યા હશે તે તમે આપણી
જડ કયાં છે તે સારી પેઠે સમજી શકશો. આપણી પેઢીની જડ મનુષ્યપણામાં નથી, નારકીપણામાં નથી, દેવતાપણામાં નથી, તિર્યચપણામાં નથી, તેમજ વિકસેન્દ્રિય, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં પણ આપણી પેઢીની જડ નથીજ. પેઢીની જડ માત્ર કેવળ સૂક્ષમ વનસ્પતિમાંજ સમાએલી છે. જ્યારે આપણે આવા એકેન્દ્રિયપણામાંજ હતા તે વખતે આપણી સ્થિતિ કેવી હતી તેને વિચાર કરે. એ વખતે આપણી સ્થિતિ એવી હતી કે બાળક કરતાં પણ આપણને સંકલ્પવિક૯૫ ઘણાજ ઓછા હતા. બાળક કઈ ભિન્નભિન્ન સંકલ્પ વિકલ્પને વશ થઈને રડતે નથી, તેને કાંઈ વિચારે કરવાપણું હેતું નથી અથવા તે તેને કાંઈ મેળવવા માટે સ્વપ્રયત્ન કરવાપણું પણ હતું નથી. બાળક રડે છે કયારે? માત્ર એક જ સમયે. તમે
જ્યારે તેને ખાવાનું ન આપશો તેજ તે રડશે, તે સિવાય તેને બીજા સંકલ્પવિકલ્પ કરવાપણું હેતું જ નથી.
હવે જે આપણે એ સ્થિતિ સારી ગણીએ કે સંકલ્પવિક૯૫ ન હોય તે સ્થિતિ સારી છે પરિણામ શું આવશે તેનો વિચાર કરજો. આ સ્થિતિનું પરિણામ એ આવશે કે તમારે એકેન્દ્રિયપણાને જ સારું માનવું પડશે, કારણકે એકેન્દ્રિયપણામાં સંકલ્પવિકલ્પને સ્થાન જ નથી. જે એકેનિયતા એ સારી સ્થિતિ ગણશો તે જેણે સમ્યક્ત્વ મેળવેલું હોય એવાઓને પણ એકં. નિયપણામાં અથત સૂફમનિગેદમાં પાછા જવું જ પડશે. આ હિસાબે તે જેણે ચાર જ્ઞાન મેળવેલાં હોય, જે ચાર જ્ઞાનનો પણ હોય તેવાઓને માટે પણ સૂફમનિગદ આવશ્યક થઈ પડે છે. રખડું પટ્ટી કેમ રહી? હવે એકેન્દ્રિયતાને જ જો સારી સ્થિતિ માનીએ તે સૂક્ષમનિગેદમાં
આત્માને એકેન્દ્રિયતાજ હતી અર્થાત્ ત્યાં આત્મા એકેન્દ્રિય દશામાંજ હતો અને એકેન્દ્રિય દશામાં હોવાથી તે સંકલ્પ વિકલ્પોથી પણ રહિત હતું તે પછી ત્યાંજ તેને મિક્ષ શા માટે મળી ન ગયો અને એક ભવમાંથી તેને બીજા અનેક ભામાં શા માટે રખડપટ્ટી કરવી પડી હતી? આ પ્રશ્ન તમારે ધ્યાનપૂર્વક વિચારી જેવાને છે. જેઓ જગતને બાળકાનુસારી બનાવવાની વાત કરે છે, બાળકની નિર્દોષતાની જેઓ લાંબી લાંબી વાતે હકે છે, તેમણે જાણવાની જરૂર છે કે આ નિર્દોષતા એ કાંઈ કાર્ય સાધક નિર્દોષતા નથી જ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com