________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૪)
સુધાબદુ ૧ લું. શકે એવું હોય ત્યાં વિબાધા કરનારાઓ પણ કેવી રીતે વિબાધા કરી શકે ? હવે વિચાર કરો કે એવું સ્થાન કર્યું છે કે જ્યાં કોઈ પણ પ્રકારની બાધા ચાલી શકતી નથી. એવું સ્થાન તે મોક્ષ છે. મોક્ષ એ એવું સ્થાન છે કે જ્યાં બાધા ચાલી શકતી જ નથી. જીવને કર્મવર્ગણાને વેગ, શરીર, મન, કર્મના સંગે ઈત્યાદિ બાધા કરી શકે છે પરંતુ મોક્ષ એ એક એવું સ્થાન છે કે જ્યાં આ બાધા કરનારનું લેશમાત્ર પણ જોર ચાલી શકતું જ નથી, માટે જ એ સ્થાન સદાનું શાશ્વતું અને નિત્ય છે. કર્મમાં બળાત્કારની શક્તિ નથી. જીવને બાધા કેણ કરી શકે તે આપણે જાણીએ
છીએ, રોગ એ જીવતાને બાધા કરે છે, મરેલાને બાધા કરી શકતું જ નથી. આજ સુધીમાં મરેલાને કેઈએ પણ રોગની દવા કરી હોય એમ આપણે જાણતા નથી ! આથી સ્પષ્ટ થાય છે કે જેને શરીરને સંયોગ છે તેને જ રોગ છે, અને જેને શરીરનો સંગ નથી તેને રોગ પણ નથી જ. શરીરથી જ સઘળી ઉપાધિ જન્મે છે. શરીર હોય તે તાવ આવે, શરીર હોય તો શરદી થાય, શરીર હોય તે ખાંસી થાય; આ સઘળા ઉપદ્ર જે શરીર હોય તે જ થાય છે. શરીર ન હોય તેને આ સઘળી ઉપાધિઓ હૈતી નથી. જેમ જીવતાને રેગ છે અને રાગ છે તે એસડ-ઔષધ વગેરે છે, તેમ મરેલાને રાગ નથી, તેમ ઔષધાદિ પણ નથી જ,
એજ સ્થિતિ અહીં પણ ધ્યાનમાં લેવાની છે. કર્મમાં આત્માને પાડવાની ગમે તેટલી શક્તિ છે તેપણ કર્મમાં એવી શક્તિ તે નથી જ કે તે મુક્ત આત્માની પણ ઉપર જઈને ચઢી બેસે ! તેને પણ પિતાની શક્તિને ઉપયોગ કરવા માટે બીજા સાધનની જરૂર પડે છે અને એ સાધને તે શરીર વગેરે છે. જેને શરીરજ નથી, જેને મન પણ નથી, અને જેને વચન પણ નથી તેના ઉપર કર્મને હલે લઈ જવાનું કાંઈ સાધનજ રહેલું નથી એટલે ત્યાં કરમરાજા ઠંડા થઈ જાય છે! અહીં કર્મનો હલે ચાલી જ શકતા નથી. “કર્મ” એ મન, વચન અને કાયાના રાગે છે, પરંતુ જ્યાં મન, વચન અને કાયાજ ન હોય તે ત્યાં રોગ કયાંથી હોય? તમે પણ કહે કે દીકરો હોય તે વહુ આવે છે, પરંતુ દીકરો જ ન હોય તે પછી વહુ આવવાનીજ કયાંથી હતી? અર્થાત જ્યાં કાયા નથી, ત્યાં કાયાના રે નથી. તાત્પર્ય એ છે કે મેક્ષસ્થાનમાં કોઈ વિબાધા કરનારજ નથી, કારણ કે ત્યાં વિબાધા કરનારની શક્તિ ચાલી શકતી જ નથી માટે એ સ્થાન નિત્ય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જેની આદિ છે તેને નાશ પણ હજ જોઈએ એ નિયમ નથી. મોક્ષ અનાદિ નથી. મોક્ષ તે આદિવાળે છે. પાછળથી આત્માએ કર્મક્ષયદ્વારા મેળવેલ છે પરંતુ મેક્ષ આદિ હોવા છતાં પણ તેને ઉપર કહ્યું છે તે નિયમ દ્વારા અંતની સ્થિતિને સંભવ જ નથી.
ઉત્કર્ટ અને જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થાન એટલે શું છે તેને હવે પુરો વિચાર કરો. જે આત્માના
શત્રુઓ છેદાઈ ભેદાઈ ગયા છે, શત્રુઓ બળી ગયા છે, તેમનો નાશ થઈ ગયો છે, તે આત્માને શત્રુઓનો ભય કેઈ પણ સમયે હોઈ શકતા નથી. આત્મા પોતાના કર્મરૂપી મહાન શત્રુને છેદે છે, ભેદે છે, બાળી નાખે છે, તેને નાશ કરી નાખે છે ત્યારે જ તે નિર્ભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com