________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૨)
સુધાબિંદુ ૧ લું. બે વચને શા માટે ? તીર્થકર ભગવાને કે જેઓ અનંતજ્ઞાનના ધણી છે, જેમણે પોતાના
દિવ્યજ્ઞાનથી સઘળા પદાર્થોને અને સઘળા પદાર્થોના પર્યાયાને જાણી લીધા છે તેઓ પણ કહે છે કે પંચેન્દ્રિયવાળાઓને વધારેમાં વધારે ભવ રખડવા પડતા હોય તે સાત આઠ ભાવ રખડવા પડે છે તેના કરતાં વધારે ભવ પંચેન્દ્રિયધારી આત્માઓને રખડવા પડતા નથી. હવે કઈ એમ કહેશે કે જેઓ જ્ઞાની છે, જેમનું જ્ઞાન સર્વકાલને વિષે સર્વ પદાર્થોને સર્વરૂપે જાણે છે તે આવી સંદિગ્ધવાણુ બોલે છે કે સાત આઠ જેવો લાગલાગટ પંચેન્દ્રિયના થાય છે જે જ્ઞાનીઓ ખરેખરાજ જ્ઞાનના ધણી હોય તે તેમણે પિતાના જ્ઞાનથી જાણીને કાંઇપણ નિશ્ચિત આંકડે બેલ જોઈએ અથવા જે તે નિશ્ચિત આંકડો ન બોલતા હોય તે તેમના જ્ઞાનમાં એટલી ખામી છે એવું સ્પષ્ટ થાય છે !! વિચાર કરો કે આ શંકાને ઉત્તર શું?
જે માણસ પોતે ઘડીઆળ જુએ છે, જેની આંખ આગળ ઘડીઆળ છે, તે માણસને તમે એ પ્રશ્ન કરો કે કેટલા વાગ્યા છે તો તે માણસ ઘડીઆળમાં જોઇને તમને એ સીધે જવાબ આપી દે છે કે ભાઈ ૧૦ વાગ્યા છે ! ઘડીઆળમાં જેનાર તમોને એમ ન કહી શકે કે દસ અગીઆર થયા હશે, એવું તે તેજ કહી શકે છે કે જેની સામે ઘડીઆળ નથી અને જે આશરે સમય કહે છે ! પંચેન્દ્રિય તે કેણ? જેમ દસ અગિઆર વાગ્યા છે એમ કહેનારે આશરે સમય કહે છે
ત્યક્ષ ઘડીઆળમાં જેનારે નથી તેજ પ્રમાણે સાત આઠ ભવ શબ્દ કહેનારો પણ પ્રત્યક્ષ રીતે જ્ઞાનવડે જેનારે નથી એમ ન કહી શકાય? આ દલીલ બીલકુલ સાચી નથી. અલબત્ત સામાન્ય રીતે કેઈ આવો તર્ક કરે તે વ્યાજબી જેવો લાગે છે પરંતુ તમે જ્યારે અંદર ઉંડા ઉતરીને જુઓ છે ત્યારે તમારી ખાતરી થશે કે તમે જે શંકા કરતા હતા તે શંકા મૂળવિનાની અર્થાત્ અર્થહીન છે.
કેવળજ્ઞાની મહારાજાએ પંચેન્દ્રિયની સ્થિતિને દર્શાવતાં “સાત આઠ” એ શબ્દ વાપરે છે તે કઈ દષ્ટિએ વાપરે છે તે ધ્યાનમાં લે. કઈ અપેક્ષાએ આ શબ્દ બોલાય છે તે સમજશે એટલે તમારી શંકા ટળી જશે. પ્રથમ વસ્તુ એ છે કે મનુષ્ય અને તિર્યંચ એ બંને વર્ગો પંચેન્દ્રિયની કક્ષામાં આવે છે. પંચેન્દ્રિય એટલે માત્ર મનુષ્ય જ છે એમ સમજશે નહિ. તિર્ય અને મનુષ્ય બંનેની ગણના પંચેન્દ્રિયમાં થાય છે. પંચેન્દ્રિયના જે સાત ભવ થાય છે તે સ તે સાત ભ અસંખ્યાના આયુષ્ય વિનાના છે. આ સાત જે પૈકી એક ભવનું આયુષ્ય અસંખ્યાતા વરસોનું નથી. છેવટને જે સાતમો ભવ છે તેમાંથી બે ફણગા થાય છે. સાતમા ભવથી બે ફણગા. સાતમા ભવથી જે બે ફણગા થાય છે તે બે ફગણા કેવી
રીતના છે તે સમજી લેજે. એક ફણગો એવો છે કે એ ફણગામાં જતો આત્મા, મનુષ્ય થાય તો અસંખ્યાતા વરસોના આયુષ્યવાળો જ થાય છે. તિચપણે જાય તે પણ તેની સ્થિતિ એવી જ હોય છે અને જે એવો આત્મા કાળ કરે તે તે અવશ્ય દેવતાપણે અવતરે છે. જે આત્માને આઠમે ભવે અસંખ્યાતા વસનું આયુષ્ય નથી મળતું તે આત્મા મનુષપણામાં આવતું નથી. જેને આઠમે ભવ હોય તેને અસંખ્યાતા વરસનું જ આયુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com