________________
આનંદ-સુધાસિંધુ.
(૨૮૩)
સુધાબંધ ૧ હું મળે છે અર્થાત અસંખ્યાતા વરસના આયુષ્યવાળાને જ આઠમો ભવ હોય છે. જે આત્માઓ આવા છે તેને આઠ ભવ છે. હવે સંખ્યાના વરસના આયુષ્યવાળાની વાત કરી. સંખ્યાતા વરસના આયુષ્યવાળાના આઠ ભવ થાય જ નહિ. અસંખ્યાતાના આયુષ્યનો એક ભવ તે આઠમો હોય છે તે પછી મનુષ્યભવ ચાલતો જ નથી. જેને અસંખ્યાતા વરસનું મનુષ્ય પણું કે તિર્યચપણું મળે તેને બીજે ભવજ પલટી જાય છે, અને જો એને મેળવતાં વિલંબ થાય છે ને અન્યગતિનું આયુષ્ય ન બાંધે તે સાત ભવ થયા પછી મોક્ષપ્રાપ્તિ થાય છે. આથી જ્ઞાનીઓએ અસંખ્યાતની અપેક્ષાએ સાત-આઠ શબ્દ વાપરે છે. એ સાત આઠ શબ્દ અજ્ઞાનમૂલકતાને સૂચક છે એમ માની લેવાનું નથી. ૨ થી ૯ ધનુષ્યને અર્થ શું? એજ રીતે જ્યાં શરીરને અંગે પણ ૨ થી ૯ ધનુષ્ય
કહેવામાં આવ્યાં છે ત્યાં પણ પિતાનું અજ્ઞાન હોવાથી ૨ થી ૯ એવા શબ્દ વાપર્યા છે એમ સમજશે નહિ, એ શબ્દ સામાન્ય લક્ષણ રૂપે છે. આંબાનું વર્ણન કરતાં એ વૃક્ષની ઓછામાં ઓછી ઉંચાઈથી માંડીને વધારેમાં વધારે ઉંચાઈ આપણે ધ્યાનમાં લેવાની હોય છે તે જ પ્રમાણે આ ૨ થી ૯ ને આંકડે પણ સમજવાને છે. ૨ થી ૯નું માપ ભિન્નભિન્ન ક્ષેત્રને ઉદ્દેશીને હોય છે. દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટનું માપ ભિન્નભિન્ન છે. અમુક આરાની અપેક્ષાએ અમુક માપ ઉત્કૃષ્ટ હોય છે તે અમુક આરાની અપેક્ષાએ અમુક માપ ઉત્કૃષ્ટ હોય છે. આથી જ નાનામાં નાનું ૨ અને મોટામાં મોટું એ માપ કહ્યું છે. એને અર્થ એ સમજવાને છે કે બેથી ઓછા પણ નહિ, અને તેજ પ્રમાણે કેઈપણ સગોમાં ૯ થી વધારે પણ નહિ જ.
પંચેન્દ્રિયપણમાં જીવ આજ કારણથી અનાદિથી રહી શક્તા નથી. ચાર ઇન્દ્રિ, ત્રણ ઈન્દ્રિયે યા બે ઇન્દ્રિયવાળી યોનિમાં અથવા તે વિકસેન્દ્રિયપણુમાં કોઈ પણ જીવ અનાદિ કાળથી રહી શકો જ નથી. એ દરેક નિમાં વધારેમાં વધારે કાયસ્થિતિ હોય છે. તે ભટકયા કરે તે પણ સંખ્યાતા હજાર વસથી તેની અધિક સ્થિતિ હતી નથી. તેમજ અહીં પણ અનાદિપણું હોતું નથી. નારક દેવતાને પણ એકથી વધારે ભવ હોતા નથી. આ રીતે પાંચ જાતિમાંથી ચાર જાતિ નીકળી જાય છે. જે આત્મા અનાદિથી કઈ જગાએ રહી શકતો હોય, તે તે એકેન્દ્રિયપણેજ રહી શકે છે. આ સઘળું શાસ્ત્રની અપેક્ષાએ આપણે જોઈ શકીએ છીએ અથાત જાણી શકીએ છીએ. હવે હેતુ યુક્તિ પૂર્વક આપણે આ વાત કેટલી સાચી છે તેનો વિચાર કરી જોઈએ. અવ્યાબાધ સ્થાન કયું? આપણે આગળ જોઈ આવ્યા છીએ કે માત્ર બેજ સ્થાન નિત્ય
છે. એક તે ઉત્કૃષ્ઠસ્થાન અને બીજું જઘન્યસ્થાન. આ બે સિવાય ત્રીજું કંઈ સ્થાન નિત્ય છેજ નહિ. આ બેજ સ્થાન નિત્ય હેવાનું કારણ છે. ઉત્કૃષ્ટ સ્થાન એવું છે કે તે સ્થાનને નાશ કઈ કરી શકોજ નથી. ઉત્કૃષ્ટ સ્થાનમાં વિબાધા કરનારૂં કઈ હતું જ નથી. વિબાધા કયાં થવાનો સંભવ છે તે વિચારો. જે સ્થળે પિતાની વિબાધા કરનારાઓ પોતે પિતાનું બળ ચલાવીને વિબાધા કરે છે પરંતુ જ્યાં પિતાનું જોર ચાલી જ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com