________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૩)
સુવાબિંદ ૧૭ પિતાની મેળેજ શા માટે જઈને કર્મરૂપી પુદ્રમાં ઘુસે છે અને બંધન પામે છે. જવાબ એકજ છે કે આહારની લાલચ! જેમ લોટની લાલચે માછલું કેદ થાય છે તે જ પ્રમાણે આહારની લાલચથી આ આત્મા પણ કર્મને તાબે થાય છે.
ખાઉધરો ખવીસ !!! આ સઘળા ઉપરથી આત્માને સ્વભાવ વિચારીએ તે માલમ પડે
• છે કે તે એક ઘોજ ખાઉધરો છે. જે હાથમાં આવે તે ખાઉં, હાથમાં ન આવે તે રામદ્વારા ખાઉં; પણ ખાઉં, ખાઉં અને ખાઉં! આવી વૃત્તિવાળો આ આત્મા એક ભયંકર ખાઉધરો ખવીસ છે. આત્મા એક મોટા વાટેજ, ખાય છે એમ સમજશે નહિ તે જેમ મોઢા વાટે ખાય છે, તેજ પ્રમાણે તે આખા શરીર દ્વારા એટલે શરીરના પ્રત્યેક રોમ દ્વારા ખાવાની ક્રિયા ચાલુ જ રાખે છે. આત્મા એ કે ખાઉધરે ખવીસ છે તે આ સઘળી માહિતી ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. ભેજનથી મોટા મોટા રાક્ષસો પણ વશ થાય છે. જે આવા મહાભયાનક રાક્ષસ પણ જનની લાલચે વશ થાય તે પછી આત્મા પણ ખાઉધરાપણાને લીધે વશ થાય છે તેમાં શી નવાઈ?
વાંદરે એક મુઠી ચણા માટે મદારીનો કેદી બને છે. એક મુઠી ચણ માટે તેનું માથું મદારીના હાથમાં આવે છે અને મારીને બંધ તેના ગળામાં પડે છે. જે પ્રમાણે આ વાંદરાને મદારીને મુઠી ચણા લેવા સહેલા છે, એ પ્રમાણેજ આહાર લેવો એ આત્માને પણ બહુ સરળ વાત છે, પરંતુ તે પછી તેમાંથી મુક્ત થવાની મુશ્કેલી છે. કેઈ આત્મા એમ કહે કે મારી આહારની ઈચ્છા વધે તે હરકત નહિ, પરંતુ શરીર ન બંધાય તે સારું કારણ કે આ શરીરજ કપાય છે, બાળી શકાય છે, અને તેના ટુકડા કરી શકાય છે, માટે એ શરીરજ દુખરૂપ હોઈ, તેજ ન હોવું જોઈએ, પછી ભલે આહાર વધ્યા કરે! આત્માની આવી અભિલાષા કદી પણ પાર પડી શકે એવીજ નથી.
શરીરનું મૂળ આહાર, જેમ વાંદરે મુઠી ચણ માટે પિતાનું ડેકું મદારીના હાથમાં નાખે
છે અને મદારીને તે સદાને માટે ગુલામ બને છે, તે મદારીના બંધપાશમાં બંધાય છે, તેજ પ્રમાણે આત્મા આહાર લે છે એટલે તેની મુંડી પણ કર્મરૂપી મદારીના હાથમાં બંધાવારૂપ તેને શરીર મળે છે. અર્થાત આહાર મળી રહે અને શરીર ન બંધાય, એ કઈ પણ રીતે બની શકતું જ નથી. વાંદરો મદારીના મુઠી ચણા ખાવા જાય છે એટલે તે મદારીના હાથમાં બંધાય છે તે જ પ્રમાણે આત્મા આહાર લે છે એટલે જ તેનું શરીર પણ બંધાય છે.
શરીર એ આત્માની મોટામાં મોટી ઉપાધિ છે. આત્માના પગમાં પડેલી તે સોનાની એડીજ સમજી લેવાની છે. શરીર રૂપી ઉપાધી એક વાર આત્માને વળગે છે એટલે પછી એ આત્મા શરીરરૂપી બંધનને લીધે દુનિયાદારીમાં જ અનુરક્ત બની જાય છે અને તે જગતની સામેજ મુખ રાખી બેસી રહે છે પરંતુ તે પછી તે કદી સ્વરૂપાભિમુખ થવાને યત્ન જ કરતે નથી. દુનિયામાં પોતાને અનુકૂળ સાધને મળે છે કે નહિ, શરીરને પોષવાની વિવિધ વસ્તુઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com