________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૧) દશા પ્રાપ્ત થાય છે તે પ્રસંગે ત્યાં અન્ય કેવળી મહારાજાઓના કરતાં પણ અસંખ્યાતગુણી નિર્જરા ચાલુ હોય છે. કેવળી મહારાજાની કર્મનિર્જરા કેવી પ્રચંડ છે તેને વિચાર કરે. તેના કરતાં અસંખ્યાતગણી નિર્જરા અહીં છે પરંતુ તે છતાં એ એકલી નિર્જશ સાધ્યને આપી શકતી નથી.
અનાહારકપણાની આવશ્યકતા. સામાન્ય રીતે તેરમાં ગુણસ્થાનકમાં જેટલી નિર્જરા છે
તેના કરતાં અસંખ્યાતગણી નિર્જરા ચૌદમા ગુણસ્થાનકમાં હોય છે. ચૌદમા ગુણસ્થાનકમાં તે એવી પ્રચંડ નિર્જરા છે કે જેનો ખ્યાલ પણ આવી શકતું નથી, પરંતુ એવી પ્રચંડ નિર્જરા ચાલવા છતાં પણ ત્યાં એટલાથીજ મોક્ષ મળી શકતે નથી. નિર્જરાની સાથે ત્યાં અનાહારકપણું આવવું જ જોઈએ. જ્યારે એવા અનાહારકપણાની પ્રાપ્તિ થાય છે ત્યારેજ અબંધકતા થઈ મોક્ષ મળે છે. મોક્ષને વિષે અનાહારકપણું એ કેવું મહત્વનું કારણ છે તે આ ઉપરથી જાણી શકાય છે. અનાહારકપણાની આટલી બધી મહત્તા છે તે પછી સિહત્વમાં તેને મુખ્ય ગુણ માનવામાં આવે છે તેમાં શું આશ્ચર્ય ?
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અનાહારકપણું એ સિદ્ધત્વનું મુખ્ય લક્ષણ છે એજ પ્રમાણે આ સંસારમાં આહારપણું એ મોટામાં માટે દુર્ગણ માનવામાં આવે છે.
આ સઘળી ચચ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કર્મબંધનને નાશ કરવા માટે અનાહારકપણું એ સૌથી મોટી અને સૌથી વધારે જરૂરી વસ્તુ છે. મેક્ષસંભવ અશકય ચૌદમું ગુણસ્થાનક એ ગુણનું મહાન સ્થાન છે આશ્ચર્ય પમાડે
અને કલ્પનામાં પણ ન આવી શકે એવી નિર્જરા ત્યાં થાય છે, તે છતાં ત્યાં અનાહારત્વ ન હોય તો એ સઘળા ગુણ હોવા છતાં ત્યાં મેક્ષની સંભાવના નથી જ. એથી સ્પષ્ટ થાય છે કે આહાર એ મોટામાં મોટી મહાભયાનક વસ્તુ છે. આહારના જેવી બીજી મહાન ભયંકર ચીજ આ જગતમાં નથી. આહાર આ ભયંકર હેવા છતાં જે આત્માઓ પુદ્ગલ અને ચેતનતાના વિભાગમાં ન ઉતર્યા હોય તેવાઓને એ આહારમાં સુંદરપણું લાગે છે. જે સ્વરૂપદષ્ટિમાં ઉતર્યા છે જેમણે પુદ્દગલને પીછાણ્યા છે અને જેમણે ચેતનતાનું મહત્વ માન્યું છે તેમને એ આહારનું સુંદરપણું લાગતું નથી તેઓ તે જાણે છે કે ડુંગર દૂરથી રળિયામણા છે તેજ પ્રમાણે આહાર એ પણ દૂરથી જ સુંદર લાગનારે છે પરંતુ ડુંગરમાં પ્રવેશ કરનારાને જેમ ડુંગર ભયંકર લાગે છે તે જ પ્રમાણે આહાર પણ તત્વદષ્ટિમાં જેણે પ્રવેશ કર્યો છે તેને ભયાવહ લાગવાનેજ, એ નિશ્ચય છે.
જેએ જડ ચેતનને વિભાગ કરવાવાળા છે, તેઓ આહારની ભયંકરતાને દેખે છે. ભવરૂપી મહાપર્વત દૂર દષ્ટિવાળાનેજ સુંદર લાગે છે પરંતુ જેમણે આત્મહષ્ટિ સ્વીકારી છે તેવા એને ભવપર્વત સુંદર લાગતું નથી પરંતુ ભયંકરજ લાગે છે. જેણે આહારનું મનહરપણે માન્ય રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com