________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૬)
સુધાબદુ ૧ લું આત્મા વાસુદેવ હોય, ચકવતી હેય, દેવેન્દ્ર હોય, રાજા હોય કે રસ્તે ચાલતે ભિખારી હેય તે સઘળ વિચારશન્ય છે અને તેમની એ વિચારશુન્યતા તેમના આત્માને માટે ઘાતક છે. વર્તમાનભવની અપેક્ષાએ સંસી આત્મા પંચેન્દ્રિયને, પિતાના ભૂતકાળને, વર્તમાનકાળની સ્થિતિને અને ભવિષ્યકાળની સ્થિતિનો વિચાર કરે છે. જાનવરે પણ પોતાની ભૂતકાલીન જિંદગી, વર્તમાન જિંદગી અને ભાવિ ચાલુ ભવ સંબંધીના વિચાર કર્યા વિના રહી શકતા નથી. તિર્યએ આવા વિચારો કરે છે તે સંબંધી તમને કદાચ શંકા થતી હશે પરંતુ તમે લાંબે વિચાર કરશે તે જાણી શકશો કે એ વાત બરાબર છે. ભૂતકાળના અનુભવોનું સ્મરણ. તિર્યંચને અને વિવેકને બાર ગાઉનું અંતર રહેલું છે.
એ વાત તે તમે સારી પેઠે જાણે છે છતાં પણ તેને ભૂતકાળના અનુભવનું સ્મરણ થાય છે. સાંઢ અથવા આખલે રસ્તામાં ઉભે હશે અને તમે કુહાડી લઈ એના ઉપર મશ્કરીમાં ઉગામશે તે તેથી તે ભડકશે. વિચાર કરો કે તમે હજી સુધી આખલાને ઘા કર્યો નથી, આટલું છતાં એ ભડકે છે અને પિતાની મુંડી નીચી ઘાલી દે છે. વિચાર કરો કે એ ઘાથી શા માટે ભય પામે છે? આખલ ભડકે છે તેનું કારણ એક જ છે કે ભૂતકાળમાં તેને એવી રીતે જે ઘા થએલા હોય તેનું સ્મરણ છે. તે જાણે છે કે આ રીતે હથિયાર ઉગામાય છે, તે આ રીતે શરીર પર પડે છે અને તેથી ઘા પડીને આ રીતની વેદના થાય છે. ભૂતકાળમાં જે તેને એને અનુભવજ ન થયો હોય તે તે એ તિર્યંચ જીવ કદી પણ ઘાથી ડરેજ નહિ, પરંતુ એ ઘાથી ડરે છે એનો અર્થ એ થાય છે કે તેણે ભૂતકાળમાં એ ઘા અને તે દ્વારા થતી પીડા એ સઘળું અનુભવેલું છે.
આપણે, નાના બાળકો કે જેની ઉંમર પાંચ દશ દિવસની હોય તેવાની આગળ લાકડી હલાવીએ, તલવાર બતાવીએ કિંવા તેને મારવા જઈએ, તે તેથી તે બાળકને ડર લાગતું નથી, પરંતુ એ બાળક મોટું થાય છે અને પછી તમે એને તમારો મારે છે તે તે વખતે તમારો એ શી વસ્તુ છે તેનું એને સ્મરણ થાય છે. આ વાતનું એને સમરણ થયા પછી ફરી તમે તેને તમા મારવા જશે તે તે પિતાનું મોઢું ફેરવી નાખે છે. આથી સ્પષ્ટ થાય છે કે બાળક પણ તેને ભૂતકાળમાં થએલા અનુભવોને આધારે કરે છે અને પાછળને અનુભવ એને લાકડી અથવા તમાચો જોઈને પાછા ખસવાની ફરજ પડે છે. સઘળા એક કક્ષાએ! જાનવરનું બચ્ચું પણ તરતનું જવું હોય અને તમે તેને માર
મારવા જાઓ તે તે વખતે તેને એની અસર થતી નથી પરંતુ જ્યાં એ અમુક દિવસનું થાય છે કે તે પછી લાકડીના ભયથી એ ડરે છે. એ ડરનું કારણ એટલું જ છે કે પાછલા જન્મોમાં તેણે એવી લાકડીઓ ખાધી છે, તેથી તે જાણે છે કે લાકડીના ફટકા આવા કાતિલ છે અને તે ફટકા આવી આવી પીઢા ઉપજાવનાર છે. જાનવર જ્યારે સમાજમાં આવે છે ત્યારે તે આવી રીતના પ્રહાર થવાના સમયે કરે છે, પક્ષીઓમાં પણ એજ ભય રહેલો છે, બંદુકની એક ગોળી ફૂટે છે કે સેંકડે પક્ષીઓ ભાગવા માંડે છે, આ સઘળા ઉ&ાહરણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com