________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૭)
સુષાબંt૧ છે. મુખ્ય તફાવત કયાં છે? જે છ આત્માપિરામી છે અને જે જીવે ભવાભિરામી છે
તેઓની વચ્ચે અહીં જ ખાસ ફરક પડે છે. આત્માભિરામી જીવો કાંઈ પહેલે જ દહાડે ખાવાનું બંધ કરી દે છે અને અનશનવ્રત લઈ લે છે એમ સમજવાનું નથી, અથવા તે જેઓ આહારપાણી લેવાનું ચાલુ રાખે છે તેઓ બધા આત્માભિરામીજ નથી એમ સમજવાનું પણ કારણ નથી, પરંતુ સમજવાને મુદ્દો એ છે કે આત્માભિરામી છો આ શરીર, શરીરના તત્વરૂપ ઈન્દ્રિય અને ઇન્દ્રિયેના કારણરૂપ આહારને જાણે છે, અને એ આહારની મહાભયાનક્તાને તેઓ કબુલ રાખે છે. જગતમાં જેઓ સંસારનું સ્વરૂપ વિચારે છે, એ સ્વરૂપનું રહસ્ય જેઓ સમજ્યા છે, તેઓને આ ભવરૂપી પર્વત મહાભયંકર લાગે જ છે, પરંતુ જેઓ સંસારનું સ્વરૂપ જ સમજ્યા નથી તેવા આત્માઓને આ ભવ અને તેના મૂળભૂત રૂપે રહેલ ખેરાક એ સઘળું મહાભયંકરજ લાગતું નથી.
ભવની સુંદરતા કેવી છે? જેઓ પર્વત ઉપર ચઢતા નથી, દૂરથીજ પર્વતની શોભા
જોઈને આનંદ પામે છે અને તેનાં સુંદર વર્ણને વાંચીને હરખાય છે તેવા આત્માઓ પર્વતને સુંદર અને રળિયામણે દેખે છે પરંતુ જેઓ અંદર ઉતરીને ભવની ભયાનકતા જુએ છે-જેઓ પર્વતની અંદર ઉતરે છે, તેમને આ ભવ ભયંકર લાગે છે, તેજ પ્રમાણે જે આત્માઓ પણ ઉપર ઉપરથી જ આ સંસારસાગરને જુએ છે તે આત્માઓને સંસાર એ સુંદર વાડી જેવો લાગે છે. વાડીઓમાં જેમ જેમ વચ્ચે વચ્ચે બનાવેલા ઉદ્યાનો આકર્ષક લાગે છે તેમ મનુષ્ય શરીર તેઓને આકર્ષક લાગે છે. સુંદર ઉદ્યાનને વિષે મધ્ય ભાગમાં શેલતા આરાઓ જેમ ઉદ્યાનની શોભાના મુકુટ રુપે છે તેમ તેમને ઈન્દ્રિયે એ શરીરની શોભાના મકરુ૫ લાગે છે અને જેમ ઉધાનમાં કરેલી રોશની વાડીની શોભાને વધારે છે તેજ ઇન્દ્રિયોના વિવિધ વિષપભગ એને તેઓ આ સંસારની શોભારૂપ માને છે. ભવામિની આત્માઓ સંસારને આ મીઠો માને છે, પરંતુ જેઓ આત્મતત્વ સમજ્યા છે, જેમણે આત્માનું ચેતનત્વ પીછાયું છે, તેઓ આ ભવને મહાભયંકર પર્વત સમજે છે અને તેઓ એ ભવરૂપી પર્વતને ઉલ્લંઘી જવાને જ નિરંતર વિચાર કરે છે. અર્થાત્ જે જીવે જડ અને ચેતનને વિભાગ કરનારા છે, જેઓ જડ અને ચેતનને સમજે છે, તેવા સઘળા જીવોની એ ફરજ છે કે તેમણે દૂરથી સુંદર દેખાતા આ મહાભયાનક પર્વતને તેના સાચા સ્વરૂપમાં સમજ જોઈએ અને આ ભવપર્વત કે ભયંકર છે તે તેમણુ જાણવું જોઈએ. ભવની ભયાનકતા જણ્યા પછી હવે એ ભવ રુપી મહાગિરિમાંથી બહાર નીકળનારો આત્મા શું લાભ મેળવે છે અને તે લાભ મેળવવાને વિચાર ને આવે છે તે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com