________________
ખાનદ-સુધાસિંધુ.
સુષાબિંદુ ૧૮. કમરાજાને અત્યાનંદ. જેના આત્મામાં કાંઈ પણ આત્મભાવ વસેલે હશે તે સજજન
માણસ તે આ ગેળાટલાની ગુલામીને કદી પણ સાંખી રહેતો નથી પરંતુ જેમનામાં એ ભાન જાગ્રત થયું નથી તેવા સઘળા આત્માઓ આ ગેળરાટલાની લાલચને વશ થાય છે અને મદારીની લાકડી ખાવા છતાં પણ જેમ વાંદર વારંવાર તેની સેવામાં અને સેવામાં જ જઈને હાજર થાય છે તેજ પ્રમાણે ગોળટલારૂપી પંચેન્દ્રિયમાં ફસાયેલો આત્મા સદા સર્વદા કર્મરાજાની સામે પિતાનું માથું નમાવવા તૈયારનો તૈયાર થઈને ઉભેજ રહે છે!
વિષયની મિઠાશ એ ગેળ અને રોટલા જેવી જીવને મીઠી લાગી છે અને તેથી જ એ મિઠાશની પાછળ આ જીવ અનાદિકાળથી ભમતો રહે છે. વાંદરો મદારીને ગુલામ થઈ ગયા પછી તે એની સેવાજ કર્યા કરે છે. મદારી વાંદરાને મારે છે, ફટકાવે છે, ધમકાવે છે, પરંતુ તે છતાં રોટલા અને ગોળની મિઠાશે તેને એ મારી મૂકે છે કે તે એ મિઠાશને કદી પણ ત્યાગ કરી શક્તો નથી. એજ સ્થિતિ આ જીવાત્માની પણ છે. સંસાર કે દેહાલે છે, તેના સંકટ કેવાં ભયંકર છે, તે સઘળું આ આત્મા જાણે છે, તે છતાં પણ તેને ઈન્દ્રિયોનો મેહ એટલે બધે લાગે છે કે તેનાથી એ સઘળાને જરાપણ ત્યાગ કરી શકાતું નથી ! આત્મા ઈન્દ્રિયોનો ગુલામ બનીને રહે છે. ગમે તેવાં દુઃખ આવે છે, ફાવે તેવાં સંકટ આવે છે, સંબંધીઓના મોત થાય. છે, લક્ષ્મી ચાલી જાય છે કે બીજા પણ ગમે તેવા ઘર ઉપસર્ગો સહેવા પડે છે, તે પણ આ આત્મા ઇન્દ્રિયની લાલચને રોકીને ત્યાગની સ્થિતિએ વળી શકતો નથી. આત્માની આ સ્થિતિ બરાબર વાંદારની સ્થિતિને જ મળતી આવે છે અને આ વાંદરાપણને કર્મરૂપી મદારી આનંદપૂર્વક ગેરલાભ ઉઠાવે છે. બુદ્ધિની ન્યૂનતાનું પરિણામ. વાંદરે મદારીને તાબે થયા પછી મદારીને ગુલામ બને છે,
તે લાત મારે છે તે પણ તેને પંપાળે છે, તે લાકડી મારે છે તેપણ વાંદરો તેની સામે નાચે છે, પરંતુ એ સઘળું વાંદર કેદ પકડાયા પછી જ બને છે એ વાત ભૂલી જવાની જરૂર નથી. જે વાંદરો શરૂઆતથી જ એમ જાણતા હોય કે મારી આ દશા થવાની છે તે ખાતરીથી માનજે કે વાંદરે સ્વને પણ મદારીના હાથમાં આવવાને માટે તૈયાર નહિજ થાય ! એજ પ્રમાણે જે આ જીવ પણ એમ જાણતો હોય કે કર્મના ભયંકર પરિણામ આત્માની હાનિ કરે છે, તે આત્માને નાશ કરે છે અને તેને અધોગતિએ લઈ જાય છે તે આ જીવ પણ કર્મરૂપી મદારી મહારાજના દૂતસમી ઈન્દ્રિયોને કદાપિ પણ સ્વીકારતજ નહિ. વાંદરો મદારીને તાબે થાય છે તેનું કારણ એ છે કે વાંદરામાં બુદ્ધિ નથી. જે વાંદરામાં બુદ્ધિ હેત, તે મદારીને ફંદ સમજતે હેત, મદારીના પાપને તે જાણકાર હેત તો તેને મારીને ત્યાં કેદ થવુંજ ન પડત! તેજ પ્રમાણે જે આત્મામાં પણ બુદ્ધિ હેત તે આત્મા ૫ણુ સમજી લેત કે કર્મ રૂપી મહારાજા પિતાને ગેળની ગોળીરૂપી ઈન્દ્રિય આપે છે પરંતુ એમાં તેની વાત બુરી છે અને તે પિતાને પરાધીન બનાવવા માગે છે. આત્મા આવું સમજતે હેત તે તે એ ગોળરૂપી ઈન્દ્રિ
નો સ્વીકાર કરતા નહિ અથવા તે સ્વીકારાઈ જાન પણ એ ઇન્દ્રિયોના કારણભૂત આહારને તે રાગી બનવા પામત નહિ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com