________________
આન-સુષાઢિપુ.
(૨૮)
wwww
છેવૃદ્ધાનુસારિત્વ
એક્ષાભિલાષીઓએ શું વિચારવું?
શાસકાર મહારાજા શ્રીમાન ન્યાયાચાર્ય યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજા ભવ્ય જીવોના કલ્યાણને અર્થે જ્ઞાનસાર પ્રકરણ નામના ગ્રંથમાં જણાવે છે કે-જે આત્માશો આ સંસારના મહાભયાનક એવા ભયને કાપવા ઈ છે અને મોક્ષ મેળવવા માગે છે તેવા આત્માઓએ પિતાની અતીત, વર્તમાન અને ભવિષ્યકાળની સ્થિતિ જાણવી જરૂરી છેઆ ઉપરાંત તેમણે એ. વાત પણ જાણવાની જરૂર છે કે તેઓ જે સ્થિતિમાં હતા, જે સ્થિતિ પામ્યા છે અને જે સ્થિતિ પામવાના છે તે શાને આભારી છે, એ સ્થિતિ તેઓ શા કારણથી પામ્યા છે અને એ સ્થિતિમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ કઈ કઈ છે, આ સઘળું મોક્ષાભિલાષી આત્માઓએ વિચારવાની જરૂર છે.
જે આત્મા પિતે આ સઘળા પ્રશ્નોને વિચારતો નથી તે આત્મા શાઅદષ્ટિએ વિચારવાળો ગણાતું નથી. કેઈ વ્યક્તિને એમ કહી દેવાય કે તું વિચારશૂન્ય છે તે અવશ્ય તેથી એ વ્યક્તિને છેટું લાગે છે, પરંતુ ખોટા શબ્દો બેટા લગાડતાં પહેલાં તે કયા હેતુથી કહેવાયા છે તે તપાસવાની જરૂર છે. સાકર મિશ્રિત દૂધને પ્યાલે. તમારે દુશ્મન તમારી સામે આવે અને તે તમને સાકર
વાળા દૂધને ખ્યાલો ભરીને આપે છે તે પણ વ્યવહાર દષ્ટિએ તમે તેને વાસ્તવિક લેખતા નથી અને તેને ત્યાગ કરે છે, પરંતુ માતા કડે દવાનો કટોરો લઈને આવે છે તે પણ તે તમે ગટગટાવી જાઓ છે કારણ કે તમારી ખાતરી છે છે કે માતાનું કટુ ઔષધપાન પણ તમારા હિતની ભાવનાથી ભેજાએલું છે, જયારે તમારા શત્રુને અમૃતપાન પણ તમારું મોત લાવનારૂં છે.
શાસ્ત્ર અથવા તે ગુરુ તમોને અવિચારી કહે છે તેમાં પણ તમારે આજ વસ્તુ લયમાં રાખવાની છે. શાસ્ત્રને તમારી સાથે કાંઈ વેર કે દ્વેષભાવના નથી પરંતુ શાસ્ત્ર જે કાંઈ કહે છે તે તમારા હિતને માટેજ કહે છે એની ખાતરી રાખજે, અને તેથી જ તમારી હિતબુદ્ધિએજ તે એમ કહે છે કે જે ઉપરની વસ્તુઓનો વિચાર નથી કરતા તે બેશક અવિચારી કરે છે. શાસ્ત્રો કોઈ પણ જાતના સંકેચ વિના એમ સ્પષ્ટ રીતે કહે છે કે જેને પિતાની ભૂત, ભવિષ્ય જિવા વર્તમાનકાળની સ્થિતિ, તેના કારણે અને તેથી થતા લાભાલાભ વગેરેને વિચાર નથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com