________________
આનંદ-સુધાસિંધુ.
(૨૭૨)
સુધાબિંદુ ૧ લું. છે તેમણે વિચાર કરવાની જરૂર છે કે તે આહાર કરવાથી એક જાતનું ભયાનક દેવું કરી રહ્યો છે કે જે દેવું વાળવું એ તેને માટે ઘણી મોટી અને દુષ્કર વસ્તુ છે. દેવું કરવામાં આનંદ, પણ ભરવામાં જે માણસ દેવું કરે છે તે ખ્યાલ રાખ
વાને છે કે દેવું કરવામાં આનંદ છે પરંતુ દેવું પતાવવામાં મોટું સંકટ છે. દેવું કરનાર માણસ પૈસા લાવીને ચાર દિવસ તે મજશેખમાં વાપરી ફના કરી નાખે છે પરંતુ પછી જ્યારે પૈસાની ઉઘરાણી શરૂ થાય છે, છેવટે દાવાઓ થાય છે અને જપ્તીઓ પણ આવે છે ત્યારે અપકીતિને પાર રહેતા નથી! આહાર લે એ પણ દેવું જ છે. આહારના પુદ્ગલ લેનારે યાદ રાખવાનું છે કે તે આહારના મુદ્દગલે લે છે એ દેવું જ છે અને એ દેવું તેને ભરપાઈ કરવું જ પડવાનું છે.
આત્મા સ્વભાવથી જ અરૂપી છે તેને બાંધવાની કોઈની તાકાત નથી ત્રણલકની ગમે તેવી શક્તિઓ ભેગી થાય તે પણ તે શક્તિઓથી એ આત્માને બળાત્કારે બાંધી શકાતેજ નથી પરંતુ એ આત્મા માત્ર આહારની લાલચે પોતાની સ્વેચ્છાથીજ બંધનમાં પડે છે. માછલું અગાધ ઉંડા પાણીનું રહેનારૂં છે તે મહાસાગરમાં સ્વચ્છેદે વિહરે છે પરંતુ એ માછલું પણ આહારની લાલચે કેદ થાય છે એ જ પ્રમાણે આત્મા પણ આહારની લાલચે કેદ થવા પામે છે.
કર્મની એ શક્તિ નથી. આત્મા અરૂપી ચીજ છે તે કાંઈ રૂપી ચીજ નથી. આ અરૂપી
ચીજને પકડી લેવાની કમ રાજામાં તાકાત નથી. જીવને પકડવાની, તેને બાંધવાની, તેને દેખવાની કર્મમાં તાકાત રહેતી નથી. રૂપી પદાર્થ હોય તેને પકડે પણ મુશ્કેલ થઈ પડે છે તે આત્મા એ તે અરૂપી પદાર્થ જ છે તે પછી તેને પકડે એ કેવું મુશ્કેલ હશે તેને વિચાર કરજે. તમે જાણે છે કે પવનના પુગલે છે પરંતુ એ પુદગલવાળા પવનને પણ તમારે કોથળો ભરવો હોય તે તે ભરી શકાતા નથી. તમે ગમે એટલે યત્ન કરશે તે પણ પવનને તમે કેદ કરી શકવાના નથી પરંતુ રબરની થેલી હોય તે તેમાં પવનને કેદ કરી શકાય છે. રબરની થેલીમાં પવન બંધ થાય છે.
રબર જાતે તે જડ ચીજ છે. રબરમાં એવી કોઈ શકિત રહેતી નથી કે જે પવનને જાતે લેભાવી શકે, બોલાવી શકે કે તેને કેદ કરી શકે. રબરમાં કોઈ જાતનું એવું પણ બળ રહેલું નથી કે જે બળના પ્રતાપથી તે બળાત્કારે પવનને ખેંચી લાવીને પોતાનામાં સમાવી શકે, પરંતુ પવન પોતાની મેળે જ આવે છે અને તે રબરની કથળીમાં કેદ પકડાય છે. આત્મા પણ પવનની પેઠેજ રબરની કોથળીરૂપી કર્મના પુદ્ગલેને વશ થાય છે. કર્મના પુદ્ગલે એ રૂપી ચીજ છે અને આત્મા અરુપી ચીજ છે રૂપી ચીજમાં કોઈપણ પ્રકારની એવી શક્તિ નથી કે તે શકિત વડે અરૂપી ચીજને કેદ પકડી શકે, પરંતુ જેમ પવન પિતાની મેળે જ જઈને રબરની કથળીમાં ભરાય છે તે પ્રમાણે જ આત્મા છે તે પણ જઈને રૂપી પુદગલોમાં ભરાય છે. આ રીતે બંધન પામવાને માટે આત્મા તેિજ જવાબદાર છે એ સાબીત થાય છે. હવે એ પ્રશ્નને વિચાર કરો કે આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com