________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૯)
સુધાસિંદ ૧છે. પણ દેવ, ગુરુ, ધર્મને તેડી પાડવાની ઘાનતવાળો હતો, આ પક્ષે દેવ, ગુરુ, ધર્મને તેડી પાડવા માટે સૌથી પહેલાં ધર્મની થતી ક્રિયાઓ તેડી પાડવાને વિચાર કર્યો હતો અને તે પ્રમાણેના કાર્યને તેમણે આરંભ પણ કરી દીધું હતું. આ પક્ષને ધર્મક્રિયાઓને તેડી પાડવાને માગ કર્ણવિષ દ્વારા સિદ્ધ કરવાની તેમની ધારણા હતી. તેના કાનમાં વિષ રેડીને અથવા ધર્મક્રિયાની વિરૂદ્ધમાં પુષ્કળ શોચાર કરીને તે દ્વારા લોકોને ભમાવીને તેમને પરાંગમુખ બનાવી દેવાની આ વિરાધી પક્ષવાળાની સખ્ત ધારણા હતી પરંતુ તેમાં તે પક્ષ ફાવ્યું ન હતું.
જ્ઞાનસંસ્થા કેને કહેવી? આજ સમયમાં બે ત્રણ સ્થળે જૈનશાસને મહાપવિત્ર ગણેલી
એવી ઉપધાનવહનની ક્રિયાઓ થઈ હતી અને તેમાં ભાવિક આત્માઓએ પુષ્કળ દ્રવ્યનો ખર્ચ કર્યો હતે. ઉપધાનવહનની ક્રિયા દરમ્યાન જે ખર્ચ થાય છે તે ખર્ચ કયાં જાય છે તેને પહેલાં વિચાર કરવાનું છે. ઉપધાન નિમિતે ખરચાતું દ્રવ્ય કાંઈ - સાધુ ઉપયોગમાં લેતા નથી પરંતુ એ સઘળે પૈસો જ્ઞાનમાં અને બીજા ધાર્મિક કામમાં જ વપરાય છે, કાંતે એ પૈસે જિનમંદિરના જીર્ણોદ્ધારમાં વપરાય છે, કાંતે એ પૈસે ઉપાશ્રય વગેરેની મરામતે પાછળ વપરાય છે, કાંતે સાધર્મિક ભાઈઓની સેવામાં આ પિસો વાપરવામાં આવે છે. આ ત્રણ પ્રકારે પૈસાને કેવળ ભવ્યય થાય છે તે છતાં વિરોધીઓ એવું કહેવા મંડી પડયા હતા કે આ રીતે લાખ રૂપીયાને ધુમાડો કરે એના કરતાં જ્ઞાનની કોઈ સંસ્થા સ્થાપવી એ શું ખોટું હતું? એમની દષ્ટિએ જ્ઞાનની સંસ્થા એટલે શું તે વિચારી જે જે ! એમની દષ્ટિએ જ્ઞાનની સંસ્થા એટલે કોલેજ, હાઈસ્કૂલ, હુન્નરશાળા વગેરે સંસ્થાઓ અથવા તે દેડકા મારવા કાપવાની એમની લાડકી મેડીકલ કોલેજ !ઉપધાનમાં જે દ્રવ્ય ખરચાય છે તે આ ભાઈઓને સાલે છે અને તેને ધુમાડો કહે છે પરંતુ છોકરાના લગ્ન કે વિવાહના પ્રસંગમાં સીનેમા, નાટક, મોટર વગેરેની દોડાદોડીમાં અને પાટીઓમાં જે દ્રવ્ય ખરચાય છે તે આ લોકોને સાલતું નથી !
જૈનશાસનની રક્ષા માટેજ. ઉપાશ્રયની મરામતમાં જે પૈસા ખરચાય છે, જિનમંદિરોને જીર્ણોદ્ધાર કરવામાં ખર્ચ થાય છે કે સાધર્મિકોની ભક્તિ પાછળ જે દ્રવ્ય વપરાય છે તેને આ લોકો ધુમાડો કહે છે, પરંતુ વિલાયતમાં લમી હુન્નર ઉદ્યોગઆદિ કારણે ડેપ્યુટેશને મોકલવાં, કે એવાજ બીજા બારીસ્ટર સીવીલીયન કે સરજન વગેરે કરવા માટે વિલાયત વગેરે સ્થાને મોકલવા અને તેમાં પૈસા વેડછી દેવા તે તેમને પૈસાને સુમાગે વ્યય થયેલે લાગે છે. વળી એવાઓની દષ્ટિ જ્ઞાન કેને કહે છે તે વિચાર! મેક્ષ પામવાને માર્ગ તે જ્ઞાન નથી, કમેન અને આત્માનો રોગ આ રીતે થાય છે, અમુક રીતે કર્મો છૂટે છે અને પછી સિદ્ધપદ મળે છે એવું પ્રતિપાદન કરવામાં આવશે તે કહેશે, “મળ્યું, મળ્યું સિદ્ધપદ! આ બધાં સમી સાંજનાં ગપ્પાં છે ગપ્પાં!” એ વિચારવાળાઓ તે જ્ઞાન પણ તેને જ કહે છે કે જે જ્ઞાનથી પૈસો મળી શકે છે. હવે જેનશાસનની દષ્ટિએ વિચારો. અરે એકલા જૈનશાસનને જ નહિ પણ તમામ આર્યદર્શનેને એ વાત માન્ય છે કે, સા વિઘા રિપુ !! જે જ્ઞાનથી બંધમુક્તિ થઈ શકે છે તે જ જ્ઞાન છે, જેનશાસન કહે છે કે જેનાથી સર્વ કાંઈ સત્ય શું અને અસત્ય શું તે સર્વ જાણી શકાય છે તે જ્ઞાન છે. આ શાસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com