________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૦)
સુધાબિંદુ ૧લું ડોઝરૂં ભરવાને માટે ઝાડ પર બેઠેલા નિર્દોષ પંખીને વીંધી નાખે છે એ વખતે તેના અંત:કરણમાં એવો વિચાર સરખો પણ નથી હોતે કે તે જે કાર્ય કરે છે તે નહિ ઈચછવાયેગ્ય છે તેમના કાર્ય ઉપરથી શું આપણે એમ માની લેવું ખરું કે પંચમહાલના ભીલોને માટે પશુહિંસા કરવી એજ વ્યાજબી છે ? જે હંમેશાં જુઠું બોલે છે તેના અંતઃકરણમાં પકડાઈ જવાને ડર રહે છે, તમે હિંસાના પચ્ચફખાણ લે છે તે વખતે “રખેને હિંસા થઈ જશે!” એ હૈયામાં ભય રહે છે, તેજ પ્રમાણે તમે તમારી જ દુકાનમાં દેખાવા માટે આગળ માલ ગોઠવી રાખ્યું હોય અને પછી તમારે કાંઈ કારણસર બીજે માલ લેવા અંદર જવું પડે, તે તમને એ ડર લાગે છે કે રખેને કોઈ માણસ આ વસ્તુઓમાંથી કાંઈ ઉંચકી તે ન જાય ! આ સઘળા ઉદાહરણે ઉપરથી શું એમ સમજવાનું છે કે અહિંસાના પચ્ચક્ખાણ વખતે હૃદયમાં હિંસાને વિચાર આવ્યા અથવા તે આપણે જ માલ બહાર ગોઠવતી વખતે તે માલ ચોરાઈ જવાને વિચાર આવ્યો હતો માટે એજ વસ્તુઓ સત્ય છે અને બીજી વસ્તુઓ મિથ્યા છે? અજ્ઞાનીના અંત:કરણમાં અમુક પ્રસંગે જે વિચારો આવે છે તે જ વિચારો સત્ય છે એમ માની લેવું, એ આ સઘળા વિવેચન ઉપરથી મૂર્ખાઈ ભરેલું છે એમજ સાબીત થાય છે. જ્ઞાનીનું હૃદય એજ સત્ય છે. પવિત્રતા અથવા સત્ય તો તેને જ કહી શકીએ કે જેના
વિચાર, વાણું અને વર્તન એ ત્રણેમાં સામ્ય હોય અને એ ત્રણેમાં જે વસ્તુ રહેલી હોય તેજ વસ્તુ સત્ય છે એવું જ્ઞાનીઓએ સ્વીકારેલું હોય! અજ્ઞાનીઓ, પાપીઓ, જંગલીઓ એમના અંતઃકરણમાં જે કંઈ આવે છે તે પણ સાચું જ છે કારણ કે એ વસ્તુ તેમણે અંત:કરણથી કબૂલ રાખી છે એવું તે માત્ર મૂર્ખાઓ સિવાય બીજું કંઈ પણ કહી શકે એવું નથી. આ ઉપરથી એજ સિદ્ધ થાય છે કે નિયમ તે એજ નીકળી શકે છે અંત:કરણમાં જે હોય તેજ સત્ય નથી પરંત જ્ઞાનીના અંતઃકરણમ કાય તેજ સત્ય છે. જેઓ એમ કહે છે કે હદય જે કબૂલ રાખે છે તે ધર્મ છે અને હદય જે વાત કબૂલ નથી રાખતું તે અધમ છે તે લોકો એવું કહીને જગતને છેતરવાનો ધંધો લઈ બેઠા છે એજ આ ઉપરથી સ્પષ્ટ થાય છે, એ જ રીતે જેઓ એમ કહે છે કે જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તેમાંથી જે કાંઈ અને વ્યાજબી લાગે છે તેજ અમારે માનવા યોગ્ય છે અને તેજ સાચું છે, અને જે અમને વ્યાજબી નથી લાગતું તે ભલે શ્રીજિનેશ્વરદેએ કહ્યું હોય તે છતાં પણ આજના જગતને માટે તેની જરૂર નથી. પુરુષપ્રમાણ તેનું વાકયપ્રમાણુ શરીર બગડે છે એટલે તરત દાક્તરને બોલાવવામાં
આવે છે. દાક્તર કહે છે કે પિત્ત વધ્યું છે, વાયુ વધે છે, ફલાણી નસ બગડી છે એપેન્ડીસાઈટસ થયું છે, એ સઘળી વસ્તુ કાંઈ આપણે તપાસી શકતા નથી પરંતુ તે છતાં તેને સાચી માની લેવામાં આવે છે એ સઘળું શાથી સાચું માનવામાં આવે છે તેને વિચાર કરજે. દાક્તરને તમે શરીરવિજ્ઞાનને માટે પ્રમાણભૂત માને છે અને દાકતરને પ્રમાણભૂત માન્યો છે એટલે જ તેણે કહેલી હકીકતને પણ આપણે સાચી માની લઈએ છીએ. જેને મુંઝારો થાય છે, ત્રિદેષ થાય છે, સન્નિપાત થાય છે તે માણસનું હૃદય તેને એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com