________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૮)
સુધાબદુ ૧ લું. એજ પ્રમાણે જે મોક્ષની સફરે નીકળે છે તે આત્માએ પણ ભવની ભયંકરતા, તેનું ઉલંઘન વગેરે સઘળું જ સમજવાની જરૂર છે. જે આત્મા એ પ્રમાણે સમજાતું નથી તેની દુર્દશા જ થાય છે અને તે ઉપ ખાઈને પાછો જ પડે છે.
સ્વભાવસિદ્ધ મહત્તા. દુનિયાદારીના વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે મેના, પિપટના
બચ્ચાંઓને બોલતાં, વાંદરાના બચ્ચાઓને કસરત કરતાં અને મનુષ્યના બાળકને લખતાં વાચતાં શીખવવામાં આવે છે પરંતુ કેઈએ હજી સુધી ગધેડા, પાડા જેવાને શીખવવા પ્રયત્ન કર્યો નથી. ખેલ કરાવવા માટે મદારીઓ મેના, પોપટને શીખવે છે પરંતુ કેઈ કાગડાને કે ગધેડાને શીખવવા બેસતું નથી! હવે કાગડાને જેવી પાંચ ઇન્દ્રિયો છે તેવીજ પાંચ ઇન્દ્રિયે પિપટને પણ છે અને જેવું શરીર વાંદરાને મળેલું છે તેવીજ કાયા ગધેડાને પણ મળેલી છે, તે છતાં એકને શીખવવામાં આવે છે અને બીજાને શીખવવામાં નથી આવતું ! આ સઘળાનું કારણ શું હોવું જોઈએ તે વિચારી જુઓ. મેના, પિપટને શીખવવામાં આવે છે પરંતુ કાગડાને શીખવવામાં આવતું નથી એનું કારણ એ છે કે મેના, પિપટના મુખની ગોઠવણ અને મોઢાની અંદરના અવયની ગોઠવણ એવી છે કે તે મનુષ્યના જેવી ભાષા બોલી શકે છે તેજ પ્રમાણે વાંદરાના શરીરને ઘાટ તથા તેને અવયની રચના પણ એવી છે કે જે માણસના શરીરની માફક પોતાના અંગ ઉપાંગોને વાળી શકે છે. આ પઘળા કારણથી પિપટ અને કાગડો તથા વાંદરા અને ગધેડે, બંને અનુક્રમે પક્ષી અને પશુઓજ હોવા છતાં એકને શીખવવામાં આવે છે પરંતુ બીજાને કેળવવામાં આવતા નથી. આ ઉત્તર તદન વાસ્તવિક છે પરંતુ તેજ ઉત્તર હવે ધર્મક્ષેત્રને વિષે પણ લાગુ કરી દેવાની આવશ્યક્તા છે. મનુષ્યમાં પણ વિશેષતાવાળા થડાજ હોય! જેમ બધા પશુઓ અને બધાજ પક્ષીઓ
હોવા છતાં અમુક પશુ અથવા પક્ષીમાં જ અમુક વિશેષ કાર્ય કરવાની શક્તિ છે તેજ પ્રમાણે સઘળા મનુષ્યો હોવા છતાં, આ ભયંકર ભવને વિચાર કરે, તે ભયંકર પર્વત છે એમ જાણવું, તેનું ઉલંઘન શી રીતે થાય, વગેરે સઘળું સમજવું, એ ભવરૂપી મહાભયાનક પર્વતના ઉલ્લંઘનનું સ્થાન તપાસવું, એ સ્થાનના ગુણે તપાસવા, તેના ફાયદા વિચારવા, લેકસંજ્ઞાનો ત્યાગ કરવો અને લોકોત્તર સંજ્ઞામાં તલ્લીન થવું એ સઘળું કહેવાની અને તે જાણવાની શક્તિ પણ અમુક જ માણસોમાં હોય છે. કાંઈ મનુષ્ય માત્રમાં જ આ શકિત હોતી નથી. મનુષ્ય તરીકે સઘળા મનુષ્ય છે. સઘળાને પાંચેપાંચ ઈન્દ્રિ છે અને બધા જ સંસી છે પરંતુ જેમ પશુપક્ષીઓના જુથમાં સઘળાજ પશુઓ છે અને સઘબાજ પક્ષીઓ છે છતાં અમુક પ્રકારની વિશેષતા અમુકજ પશુ અથવા પક્ષીઓમાં હોય છે તેજ પ્રમાણે સઘળા મનુષ્યોમાં પણ વિશેષતાવાળા માણસે પણ અમુકજ છે. ભવનિર્વાણુના વિચારે કેણ કરે? સઘળા જ જીવપણાની દષ્ટિએ સરખા છે, દરેક
જીવને પાંચ ઈન્દ્રિયે છે, તે દષ્ટિએ, પંચેન્દ્રિયપણે પણ બંને જીવ સરખા છે, સંજ્ઞીપણે એ જીવો બધા સરખા છે અને યાવત્ ભવ્યજી તે ભવ્યપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com