________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩)
સુહાબંદુ ૧ જેનારા નથી આમ હોવાથી તેમને આ સંસાર સારો લાગે છે પરંતુ જેઓ એની અંદર ઉતરીને જુએ છે તેને સંસારની ભયંકરતા જણાઈ આવ્યા વિના રહેવા પામતી નથી. ઝાડની ઘટાથી ભરેલો પર્વત નાગાપર્વત કરતાં વધારે સારો લાગે છે અર્થાત્ જે પર્વત ઉપર ઝાડે કે વેલાઓ નથી તેના કરતાં ઝાડ અને વેલાઓથી ભરેલ પર્વત સારે લાગે છે પરંતુ એ નાગો પર્વત જેટલો ભયંકર નથી લાગતો તેટલો ઘટાવાળે ભયંકર લાગે છે. નાગો પર્વત: તેના ઉપર ઝાડપાન ન હોવાને કારણે દૂરથી પણ સૌદર્યવાળે લાગતું નથી તેજ પ્રમાણે તેની પાસે જવાથી પણ તે બહુ ભયંકર લાગતું નથી જ્યારે ઘટાવાળો પર્વત જેમ દૂરથી બહુજ સુંદર લાગે છે તેમ તે તેની પાસે જવાથી બહુજ બીહામણું લાગે છે અર્થાત્ એમ સ્પષ્ટ થાય છે કે જેને આપણે રમણીયતા કહીએ છીએ એજ ભયાનકતા છે.
સાકરમાં લપેટેલે ઝેરી લાડુ. પર્વતની ભયાનકતાનું આ રૂપક શાસ્ત્રકાર મહારાજાએ
જ ભવમાં ઉતાર્યું છે. જેમ ડુંગરના સ્વરૂપને આપણે ન જાણીએ તેમાં રહેલા રાક્ષસી ઝાડાને આપણે ન ઓળખીએ અને તેમાં રહેલા ભયાનક પશુએને પણ આપણે વિચાર ન કરીએ તે પર્વતની બહારની શોભા એવી છે કે આપણે તે ઉપરથી તેને ઘણેજ સુંદર માની લઈએ છીએ એજ સ્થિતિ આ ભવ રૂપી પર્વતની પણ છે. અંતર દષ્ટિએ જે આપણે ભવનું સ્વરૂપ ન વિચારીએ તે પર્વત પણ ભયંકર હોવા છતાં જેમ રમણીય લાગે છે તેજ પ્રમાણે ભવ પણ ભયંકર હોવા છતાં રમણીય લાગે છે.
જે આત્મા ભવનું સાચું સ્વરૂપ વિચારતે નથી તેને માટે ખરેખરજ આ ભવ માત્ર દેખાવમાં બહુજ સુંદર છે. ખાવું પીવું, મીઠાઈઓ જમવી, મેજમજાહ કરવી, શરીરે બળવાન થવું, તંદુરસ્ત રહેવું, ઇન્દ્રિયને બહેકાવી તેમના વિષયમાં મજા માનવી, મળેલા સાધનને ઉપયોગ કરવો
એ સઘળું ભવની ભયંકરતા ન જાણનારને માટે બહુજ આનંદની વસ્તુઓ લાગે છે પરંતુ ખરી રીતે આ સઘળી વસ્તુઓ એ સાકરમાં લપેટેલા ઝેરના લાડુ જેવી જ છે અને જ્યારે એ ઉપરની સાકર નીકળી જાય છે ત્યારે અંદર રહેલું ઝેર તેના સાચા સ્વરૂપમાં બહાર આવે છે.
પર્વતમાંથી તે પથરાજ મળે, એમ સમજી લે કે એક માણસ મહેલ પર બેઠે છે.
મહેલની બારીમાંથી તેને સામેના અરણ્યમાં એક સુંદર રખાવવાળ પર્વત જણાય છે અને તે એ પર્વત જોઈને નીચે ઉભેલા માણસને કહે છે કે, “ ઓહ કે સુંદર પર્વત છે. તેના ઉપર કેવાં ઝાડપાન લચી રહ્યાં છે અને પેલી નદી કેવી ચર્ચાતાં પાણીને લઈને દોડી રહી છે ખરેખર! જગતમાં આ પર્વતના જેવું બીજું એક સુંદર
સ્થાન નથી !” હવે વિચાર કરે કે આ મહેલવાસીનું કહેવું સાંભળીને કેઈ મહેલની બહાર ઉ રહેલે માણસ સીધેજ પર્વતમાં જાય અને પોતે પણ એ મને હરતા લૂંટવાને તૈયાર થઈ જાય તે એ માણસની શી દશા થાય? રમણીયતા શોધવા જાય પરંતુ પર્વતમાંથી તે તેને પતજ મળે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com