________________
આનંદ-સુધાસિંધુ.
(૨૬૬)
સુધાબિંદુ ૧ હું સ્વાદમાં–રસનાના વિષયોમાં મોહી પડે છે. આત્મા ચિદાનંદ સ્વરૂપ છે, શુદ્ધ છે અને સ્વભાવે મુકત છે પરંતુ તે માત્ર આહારની ગોળીરૂપ ભજનને વશ થઈને બંધનમાં આવી પડે છે. માછીમાર માછલાને પકડવાને માટે કાંટે નાખે છે પરંતુ પેલા અજ્ઞાન માછલાને એ કાંટાનો વિચાર આવતા નથી તેજ પ્રમાણે આ અજ્ઞાન જીવને પણ પોતે ખારાકરૂપી પ્રજનને વશ થઈને પરાધીન થાય છે તેને ખ્યાલ આવતું નથી.
કર્મ એ કાતિલ માછીમાર છે. માછીમારી જેમ માછલાને પકડવાને માટે કાંટે નાખે છે
પરંતુ તે સાથે પ્રલોભનને માટે લેટની ગેળી નાખે છે તેજ પ્રમાણે કર્મરૂપી માછીમારે પણ મિથ્યાત્વ, અવિરતિરૂપ જુદા જુદા કાંટા નાખ્યા છે. હવે એ જીવને એ કાંટામાં ફક્સાવવાને માટે કમેં કઈ કઈ લાલચે રાખી છે તેને વિચાર કરો. તમે જાણે છે કે માછલાને પકડવાને માટે માછીમાર એકલા કાંટાજ નાખે તો તેથી એક પણ માછલું હાથમાં આવતું નથી પરંતુ તે કાંટા સાથે લોટની ગોળી નાખે છે તેથી જ માછલાંઓ પોતાની મેળે દોડી આવે છે અને કાંટામાં ફસાય છે. અગાધ પાણીમાં વિચરનારું અને સ્વચ્છ દે વિહરનારૂં માછલું તે માત્ર લેટની લાલચે કાંટામાં પડે છે. આખા મહાસાગરમાં ધારે ત્યાં સ્વચ્છેદે વિહરનારું આ માછલું જેમ લાલચથી માછીમારના કાંટામાં ફસાય છે તે જ પ્રમાણે આ જીવ પણ લાલચથીજ કર્મરૂપી માછીમારના કાંટામાં ફસાય છે.
કર્મ જેવા કરે છે ભેગા થઈ જાય તો પણ તેમની એ તાકાત નથી કે તેઓ જીવને પિતાના ફાંદામાં બળાત્કારે ફસાવી શકે ! પરંતુ જીવ આહારની સુંદરતા ઉપર મરી ફીટે છે તે આહારનો મોહ રાખે છે અને આહારને અંકુશમાં જઈ પડે છે તેથીજ કર્મના હાથમાં કસાય છે, અને એ રીતે આ જીવાત્મારૂપી માછલું આખરે કર્મ રૂપી કષાયના હાથમાં કેદી બને છે.
કમમાં તાકાત નથી. માછીમારો માછલાને પકડે છે તેમાં કેવળ મેહ કારણભૂત છે. પશુ,
પંખી, વગેરે સઘળાં સ્થળચર અને ખેચર પ્રાણીઓ બળાત્કાર કર્યા સિવાય પકડાતાં નથી. હાથી જેવા મદમસ્ત પ્રાણુને કે સિંહ જેવા હિંસકને પકડવા હોય તે તેને પણ બળાત્કારે વશ કરવા પડે છે પરંતુ માછલાં ઉપર જરાપણ બળાત્કાર થતો નથી. માછીમાર તે કાંઠા ઉપરજ ઉભું રહે છે અને છતાં માછલું પિતાની મેળે મહાસાગરને સ્વૈરવિહાર છેડીને માછીના કાંટામાં આવીને ફસાય છે. જેમ માછીમારમાં માછલાંઓને બળાત્કારે પકડવાની તાકાત નથી તે જ પ્રમાણે કર્મમાં પણ જીવાત્માને બળાત્કારે મોહમાં ફસાવવાની તાકાત નથી. કર્મમાં કોઈ એવી શક્તિ રહેલી નથી કે જેથી તે જીવાત્માને બળાત્કારે ફસાવીને પોતાને તાબે કરી શકે. કર્મ તે કાંઠા ઉપર બેઠેલું જ રહે છે અને આ જીવાત્માજ દેડતે દેડતે પોતાની મેળે જ તેની પાસે જઈ પડે છે અને પરાધીન થાય છે.
કર્મ, બળાત્કારે આત્મા પાસે બંધન અંગીકાર કરાવી શકતું જ નથી. માછલાને પકડવાને માટે માછીમારોને દરિયાના પાણી ડહાળતાં માછલાંની પાસે જવાનું રહેતું નથી તેજ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com