________________
આન-સુષાસિષ.
(૨૮)
સુઘાબિંદ ૧લું. વાત સ્પષ્ટ થાય છે કે તેમની દ્રષ્ટિએ તે સિદ્ધપણા કરતાં પણ દાળભાત વધારે મેંઘા છે. આહારમાં આત્મા કે તલ્લીન બને છે અને એ તલ્લીનતા આગળ તે બીજું સઘળુંજ કે ભૂલી જાય છે તે આ ઉપરથી માલમ પડી આવે છે. જીવ અને દાસ છે. તમે ભવાભિનદીઓનું ત્રાજવું લો છો અને એ ત્રાજવા વડે સિદ્ધ
* વન અને આહારને જોખી જુઓ છો તે તમારા ત્રાજવાની શી દશા થાય છે તેને વિચાર કરે. કેવળજ્ઞાન, દર્શન, વીતરાગતા અને અનંતવીર્ય એ સઘળાનું ત્રાજવું ઉંચે જાય છે અને આહારનું ત્રાજવું નીચે નમી પડે છે. આત્માને આહાર ઉપર કેટલે પ્રેમ છે તે આહારમાં કે બંધાએલે છે તે બરાબર તપાસશે એટલે તમેને આત્માની આ દુર્બળ દશાને વાસ્તવિક ખ્યાલ આવી જશે.
આ જીવ એ અનન કરે છે. તે અન્નને દાસ છે. તે અનને સેવક છે. અરે! તે અન્નને ગુલામ છે! ભૂખ્યા જીવને તમે રેશમની ગાદી આપશે, તેના હાથમાં તમે હીરાની વિટી પહેરાવશે કે તેના ગળામાં તમે મેતીને કંઠે નાખશે તે પણ તે સઘળું તેને મન રદ છે! .
જ્યાં ભૂખ લાગે છે કે આત્મા આકુળવ્યાકુળ થઈ જાય છે! અરે ! જેણે કદાપિ સ્વપ્નમાં પણ ચારીને ચિંતવી નહિ હોય તે આત્મા પણ જ્યારે પ્રચંડ ભૂખ લાગે છે અને ખાવાને કોઈ જ નથી હતું ત્યારે ચોરી કરીને પણ પિતાનું પેટ ભરે છે ! પાણીમાં પાકેલો પિરો જેમ પાણીનેજ સર્વસ્વ માને છે અને તે પાણી વિના એક ક્ષણ પણ રહી શકતા નથી તે જ પ્રમાણે અન્નમાંજ રાચી રહેલે જીવ એ અન્નને પરાજ છે તે અનમાંજ સારસર્વસ્વ માને છે અને અન્ન વિના રહી પણ શકતા નથી. અન્ન ઉપરની પાસના એજ બંધનું કારણ સિદ્ધપણામાં સર્વસ્વ છે. તેમાં અનંત જ્ઞાન છે,
ચારિત્ર છે, આનંદ છે પરંતુ પાનને કડે અને પાણીને પિરે એ સિદ્ધપણાને મહત્વનું માનતા નથી કારણ કે સિદ્ધપણામાં ખાવાનું અને પીવાનું તેમને મળતું નથી જ! રત્નને પણ કાચ માનવાને માટે આહારમાં અંધ થએલે જીવ તલ્લીન બને છે એ ઉપરથી તેનામાં રહેલી અને ઉપરની વાસના સ્પષ્ટ થાય છે ! આવા જીને ખોરાક એ એક તત્વ લાગે છે અને તેથી તેઓ ખેરાકને ઉપાધિ અથવા સંતાપ રૂપ માનતા નથી. જીવની આવી દશા શાથી થવા પામે છે તેને વિચાર કરજે. જીવ પવિત્ર છે, અનાદિ છે, ચિદાનંદ સ્વરૂપ છે પરંતુ તેની આવી દશા એટલાજ કારણથી થાય છે કે તે પાનને કીડો બનેલો હોય છે. જે જીવ ધાનને કીડા નથી અને હેતે તેની આવી દશા થવા પામતી નથી.
- સિદ્ધિને પહેલે ગુણ શું છે તેને વિચાર કરજે. સિદ્ધને પહેલે ગુણ તે અનાહારિપણ છે. આત્મા જ્યારે ગુણસ્થાનકની શ્રેણુએ ચઢતાં ચઢતાં ચૌદમે ગુણસ્થાનકે આવી પહોંચે છે ત્યારે તે સંપૂર્ણપણે અનાહારી બની જાય છે. ચૌદમે ગુણસ્થાનકે આત્મા અનાહારી બને છે તેને અર્થ એ સમજશો નહિ કે કળીયા દ્વારા ખવાતુ અન્ન તે લેતે નથી કોળીયા દ્વારા ખવાતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com