________________
આનંદ-સુધાસિંધુ.
(૨૬૪)
સુધાબંદુ ૧ લું. પેલે ડુંગરની રમણીયતા સાંભળીને ડુંગરમાં જનાર માણસ કે જે સમજતું નથી કે ભાઈ, ડુંગર તે દરથીજ રરિયામણા છે પાસે ગયા પછી તે બીહામણાજ છે તે માણસ પિતાની મૂર્ખાઈનુંજ પ્રદર્શન કરે છે પર્વત ઉપર જઈને પથરાજ મેળવીને પાછા ફરે છે, તેજ પ્રકારના મૂખી માણસો આ સંસારમાં પણ સ્થળે સ્થળે આથડી રહેલા માલમ પડે છે. જગતને અંતરુ દ્રષ્ટિથી જે જોતા નથી અને બાહ્ય દષ્ટિથી તેને જોઈને અથવા બાહા દષ્ટિથી તેના વર્ણને સાંભળીને જેઓ મોહ પામે છે તેઓ પર્વતની સુંદરતા સાંભળીને મુગ્ધ થનારા મૂખએજ સમજવાના છે. ઘાલમેલ એટલેજ બહાદુરી! જેમ બાહા દષ્ટિએ જોનારાને પર્વત સુંદર લાગે છે તેજ
આ પ્રમાણે જેઓ આ ભવરૂપી પર્વતને પણ બાહ્ય દષ્ટિએજ જુએ છે તેમને આ ભવરૂપી પર્વત પણ અતિશય સુંદર લાગે છે. જગતમાં જાતજાતના ખેરાક છે, જાતજાતના મિષ્ટાને છે જાતજાતના સ્વાદે તેમાં રહેલાં છે એ બધું સંસારને બાહ્ય દષ્ટિએ. જેનારાને મેહમાં નાખવાને માટે બસ છે. શરીર કેવું સુંદર છે આવું સુંદર શરીર કાંઈ વારેવારે મળી શકતું નથી. શરીરની ઈન્દ્રિય કેવી સુંદર અને અદ્ભુત આનંદ આપનારી છે ! અરે ! તેનાથી જે આનંદ મળે છે તે આનંદ બીજા કશાથી પણ મળતું નથી આવી રીતે આ ભવ ભવામિનદીઓને મનહર ભાસે છે.
તેમને આ ભાવ મનહર અને સુખદાયક ભાસે છે એટલે પછી તેઓ ઈન્દ્રિયોને અનુકૂળ એવી વસ્તુ મેળવવામાં પણ ઘેલા ગાંડા થાય છે, ઈન્દ્રિયેના ભેગોગને પોષતી વસ્તુઓ મેળવવી એમાંજ તેઓ આનંદ માની લે છે અને એ વસ્તુઓને મેળવવાને માટે જે માથાફડા અને ઘાલમેલ કરવી પડે છે તેને તેઓ બહાદુરી કડે છે! આવા પદાર્થો મેળવતાં લુચ્ચાઈ, લંફગાઈ, ડાંગાઈ, હરામખોરી વગેરે જાતજાતની ચાલબાજીઓ ચાલવી પડે છે એ ચાલબાજીઓને તેઓ “પિલીસીગણે છે અને પછી એ બધી રીતે મેળવેલી ઈન્દ્રિયોના સુખે પભોગ પિષનારી ચીજોને પામીને તેઓ રાજી થાય છે ! કુદતાં પહેલા વિચાર કરશે આ સઘળી ભવરૂપી પર્વતની દૂરથી જેએલી સુંદરતા છે
પરંતુ એ સુંદરતા છે પરંતુ એ સુંદરતા જોઈને કોઈએ એ ભવરૂપી પર્વતની અંદર ધસવાનું નથી. જેનું હૈયું ઠેકાણે હોય જેના અંતરમાંથી અરિહંતવચનનું વિસ્મરણ ન થયું હોય તેવા સઘળા આત્માઓ ભવરૂપી પવની આ બહારની શોભા જોઈને તેમાં તલલીન બની જઈ શકે જ નહિ! તમે પર્વતના સૌંદર્યની પ્રસંશાની સારાસારા કવિઓની કવિતાઓ વાંચે છે પરંતુ તે કવિતા વાંચીને એ સુંદરતા ઉપર લેભાઈ જઈને તમે પર્વતમાં જવાને તૈયાર થઈ જતા નથી અને હિમાલય પર્વત ઉપર જઈ રહેવાનું ઠરાવીને તમારા ઘરબાર વેચી મારતા નથી તે પછી ભવાભિનંદીઓના ભાવની સુંદરતાના વર્ણન સાંભળીને પણ તમારે જે તમે સુજ્ઞ હે તે આંખ મીંચીને આ ભવરૂપી મહાભયાનક પર્વતમાં કૂદી પડતાં પહેલાં જરૂર વિચાર કરવાની જરૂર છે. જો તમે એવા વિચારે ન કરે તે તેને પરિણામે તમારી સ્થિતિ પણ મોહમુગ્ધ પતંગિયાના જેવી જ થાય, તેમાં આશ્ચર્ય પણ શું વારં?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com