________________
આનંદ-સુધાસિંધુ
(૨૨)
સુધાબદુ ૧ હું. માં લહમીથી છલોછલ ભરેલા અસંખ્ય સ્ત્રી પુરુષ છે, યૌવનથી મસ્ત એવા હજારે નરનારીઓ છે, તેમને સુંદર વૈભવ, તેમના માજશેખ, તેમનો આનંદ, તેમની જાડેજલાલી આ બધું જોતાં તમે છક થઈ જશે! પરંતુ આ ભવપર્વતમાં વધારે અંદર ઉતરશે તે તમને માલમ પડશે કે એ લક્ષમાં નાચી રહેલા સ્ત્રીઓ અને પુરુષો પણ અનેક પાપે, સંતાપ,વિકારે, તેમાં મળેલી નિષ્ફળતા વગેરેથી પીડાતા હોય છે અને એ બધાનું પરિણામ શોક, રોગ અને મત છે. આથી સિદ્ધ થાય છે કે આ ભવરૂપી પર્વત પણ દૂરથી રળિયામણે છે પરંતુ પાસે જઈને જોતાં તે તે બિહામણુંજ લાગે છે. “સુંદરતા” ભયાનકતાની માતા છે. આજકાલ કુદરતના સંદર્ય પર મરી ફીટવાને
મેનીયા ફેલાતે જાય છે! કુદરતના સૌંદર્ય પર ખુશ થવાને બહાને અનેક અનર્થો અને પાપ થાય છે. ઠીક તમે એ કુદરતના સૌંદર્યરૂપ પર્વતને બહારથી જોઈ ખુશ થાઓ છે અને ઝાડેની સુંદર ઘટા અને તેની લીલાશ તમારા હૈયા હરી લે છે દૂરથી તમે એકાદ સુંદર ઝરાને વહેતે જુએ તે જાણે ચાંદીને જ ઝરો વહી રહો ન હોય એમ લાગે છે પરંતુ તમે જ્યાં પર્વતમાં દાખલ થાઓ છે અને ઝરાના ઉપર જઈને ઉભા રહે છે, તે વખતે તમારા આત્માને ત્યાને ભય થથરાવી મૂકે છે.
આમથી વાઘ નીકળશે, પિલી મેરથી રીંછ ધસી આવશે કે જંગલી પશુઓમાંથી કઈ બીજુંજ નીકળી આવીને તમને ગળી જશે એ વિચાર તમને કંપાવી મૂકે છે. સુંદર ઝાડો જેતાં જયાં તમે આગળ વધે છે ત્યાં જે ભેગજેગે તમે ઝાડીની ઘટામાં ગુંચવાઈ ગયા તે એ ઝાડની મીઠી સુંદરતા અને ઝરાનું ચચકિત ૫ણું એ સઘળું ભુલાઈ જાય છે. હવે વિચાર કરે કે ઝરે અને ઝાડ સુંદર હતા તે પછી એની સુંદરતા ક્યાં જતી રહી? પ્રશ્નનો જવાબ એ છે કે એ સુંદરતા માત્ર આભાસ પુરતી જ હતી ખરેખરી રીતે પર્વતમાં સુંદરતા ન હતી પરંતુ ભયંકરતાજ ભરેલી હતી. તમે જ્યાં એ ભયંકરતાને અનુભવ કરે છે કે તમને તરત જ એમ થાય છે કે કયારે હવે આ ભયંકરતામાંથી છૂટે થાઉં? એ ગણે ભયંકર ! ભવરૂપી પર્વત પણ આજ ભયાનક છે. જેઓ આત્માભિનંદી છે અથત
જે છ આત્માના ભાવથી યુક્ત છે તે આ ભવરૂપી પર્વત પાસેથી કે છે તે જાણી લે છે અને તેવાજ સ્વરૂપે તેને ઓળખે છે પરંતુ જે જીવ આત્માભિનંદી નથી ભાવાભિનંદી છે તે આ ભવરૂપી પર્વતને દૂરથીજ જેઈને તેમાં જણાતી સુંદરતાને સત્ય સુંદરતા તરીકે જણાવે છે. ભાવ૫ર્વત બેશક ભયંકર છે પરંતુ તે દૂરથી જોનારાને ઘણેજ સુંદર લાગે છે. જેઓ પુદગલાનંદી એટલે આત્માના વિષયોમાં નહિ પરંતુ સંસારના સુખપગમાં જ રાચનારા છે તેવાઓને શરીર, શરીરની ઇન્દ્રિય, ઇદ્રિના વિષયે, તેના સાધને અને તેથી મળતે આનંદ એ બધા વડે આ ભવરૂપી પર્વત બહુ સુંદર લાગે છે પરંતુ વાસ્તવિક રીતે તે જેટલે સુંદર છે તેના કરતાં સો ગણે ભયંકર છે.
જે છ પુદગલાની છે તેઓ માત્ર બહારથીજ દર્શન કરનારા છે તેઓ અંદર ઉતરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com