________________
માન-સુધાસિંધુ
(૨૫)
સુષાબિંદ૨ લું. સુંદર બંગલામાં બેસીને તમે તેરથી પર્વત જોયા કરે, તેની સુંદરતા તમારા મનમાં ઠસી જાય અને કદાચ તમે જંગલને વિકરાળ માર્ગ પૂરા કરીને પર્વતમાં પહોંચી જાઓ, તે તે સમયે તરત જ તમને પર્વતની મુશ્કેલીને ખ્યાલ આવે છે! પહાડ ઉપરના સુંદર પથરા કે જેને સૂર્યના પ્રકાશમાં ચળકતા જોઈ ભૌતિક કવિઓ તેને જાતજાતની ઉપમા આપે છે તે પથરા હવે તમને કંટાળો આપે છે અને જે સુંદર લીલાં ઝાડો અને સુંદર પાણીના ઝરણાં જઈને તમે દરથી આનંદ પામતા હતા તે સુંદર લીલાં ઝાડો અને પાણીને પણ હવે તમને કંટાળો આવે છે! ભયંકરમાં ભયંકર અનર્થ. વનની સુંદરતાને જોઈને મુગ્ધ થનારને પણ એમ થાય છે
કે હવે કયારે હું આ ઝાડની ઘટામાંથી છૂટે થાઉં! વળી તમે જે પાણીના સુંદર ઝરાને અને તેના ચળકાટને વખાણતા હતા એ ઝરે પણ હવે તમોને ભયંકર લાગે છે અને તમે તેને છોડવા ચાહે છે કારણ કે એ સુંદર પાણીથી જ આકર્ષાઈને ત્યાં વનચર પશુપક્ષીઓ આવીને તેમને ઉપદ્રવ કરશે એવો તમને ભય ઉપન્ન થાય છે. અર્થાત્ કહેવાની મતલબ એ છે કે પર્વતની જે વસ્તુઓને ક્ષણાર્ધ પહેલાં તમે વખાણતા હતા અને જેના તમે ભારોભાર ગીત ગાતા હતા તેજ વસ્તુ તમેને ડુંગર પર ગયા પછી ત્રાસદાયક માલમ પડે છે, અને તે પછી જ્યારે સપાટ જમીનને તમે દેખે છે ત્યારે તમને હાશ આનંદ થયે એમ થાય છે. જે પર્વત તમને બહુ સુંદર લાગતું હતું, જેને જોવાને તમે મેડીની કે મહેલની અગાસીઓમાં ચઢી જતા હતા અને જેની અજબ રમણીયતા ઉપર તમેને અપૂર્વ આનંદ ઉપજતે હતે તેજ વસ્તુ હવે તમને અપ્રિય લાગે છે. આ સઘળાનું મૂળ જેશે તે તે એટલું જ છે કે તમને જે સુંદરતા લાગતી હતી તે સુંદરતા ફરથીજ ભાસનારી હતી અને એ સુંદરતા તે ખરી રીતે ભયંકરતા હતી. એજ રીતે ભવરૂપી આ સુંદર પર્વતને બહાદષ્ટિએ જોનારાને તે મનહર લાગે છે પરંતુ અંતર્દષ્ટિએ જેનારાને તે એમાં ભયંકરમાં ભયંકર અનર્થ જ માલમ પડે છે.
આહાર એ આત્માનું પહેલું પ્રલોભન. બાહ્યદષ્ટિએ જેનારાને સંસારના સુંદર સુંદર
ભોજને ગમી જાય છે પરંતુ આત્મીયદષ્ટિએ જેનાર તે જાણે છે કે એ મીઠા, મધુરા, મનહર ખોરાકની નીચે ભયંકર કાંટેજ છુપાએલો છે. માછીમારે માછલીને પકડવાને માટે મહાસાગરમાં છૂટો મટે નાખતા નથી, પરંતુ કાંટા સાથે લોટની ગોળીઓ બનાવીને રાખે છે આ ગોળીઓની લાલચે માછલું આવે છે અને ગોળી ખાવા માંડે છે પરંતુ એ બિચારાને ખ્યાલ નથી હોત કે ગોળીઓ ખાવાની તે બાજુએ રહેશે પણ ધડ દઈને કાંટે ગળામાં વાગશે અને તે પ્રાણ લેશે!! જ્યાં માછલું ગળી ખાવા આવે છે ત્યાં કટે તેના ગળામાં ભેંકાય છે અને તેને જીવ જાય છે!
અજ્ઞાન માણસની સ્થિતિ પણ આ મૂર્ખ માછલા જેવી જ છે. માછલું અગાધ ઉંડા મહાસાગરના પાણીમાં સ્વતંત્રપણે વિહરનારું છે. તેને ફરવાનું સ્થળ અંત વિનાનું કહી શકાય! પરંતુ તે એ મહાસાગરમાં સ્વતંત્રપણે વિહરવાનું પડતું રાખીને લેટની લાલચે પિતાની સ્વતંત્રતા ગુમાવીને પરાધીન થાય છે તે જ પ્રમાણે જનરૂપી લેટની ગોળીમાં મેહ પામીને આ જીવ પણ રસનાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com