________________
આનંદ-સુધાસિંધુ
(૨૪૭)
સુધાબંદુ ૧ લે. આંબેલની ઓળી ઈત્યાદિ ધર્માનુષ્ઠાને કર્યા, સ્થળે સ્થળે યાત્રાએ ફય, આ સઘળું કરવા છતાં જે તમારા ઉપર ઐહિક આપત્તિ આવી પડે તે તરત જ તમારા હૃદયમાં એ વિચાર ધસી આવશે કે અરે, હું આટલું બધું ધમનુષ્ઠાન કરૂં છું અને છતાં મારી આ દશા શા માટે?
જ્યાં આવા વિચારે તમારું અંતઃકરણ ડેલવા માંડશે ત્યાં કર્મસંયોગ પણ અનાદિને છે એ તમારી ત્રીજી માન્યતા તમારી વહારે આવશે અને તે તમને પતિતાવસ્થામાં જતા બચાવી લેશે! આ સઘળા ઉપરથી તમે આ ત્રણ વસ્તુ જીવન સાથે એક રસ કરી દેવી એ કેટલું જરૂર. છે તે સારી રીતે સમજી શકશો અને જ્યાં તમારી સમજણમાં એ વાત આવી જશે કે આ ત્રણ વસ્તુ તમારા જીવનમાં એક રૂપ કરી દેવી જરૂરી છે કે તમારી અરધી ફતેહ તે થઈ જ ચૂકી છે એમ ખાતરીથી માની જ લેજે
ત્રણ વસ્તુની અનુપમ ઉપયોગિતા. જેમ પ્રવાસને માટે ડાયરી સાથે ભાથું, પૈસા અને
સથવારો જરૂરી છે તેવી જ રીતે અહીં પણ આ ત્રણ વસ્તુ જરૂરી છે અને જ્યાં આ ત્રણ વસ્તુ તમે પચાવી શકે છે કે તમારે માટે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનેનો ઉપયોગ ખુલે થાય છે. હવે ભગવાન શ્રીજિનેશ્વરદેવના વચનને ઉપયોગ કેવો છે અને તે કેવી રીતે કરી શકાય છે તે આગળ જોઈએ,
ત્રણ તત્તની ગળથુથી.
આત્માની દુર્દશા ક્યારે થાય?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ ભવ્યજીના ઉપકારા જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથની રચના કરતાં તેઓશ્રી જણાવે છે કે, ભવનું સ્વરુપ, ભવની ભયંકરતા, ભવની ભયંકરતાને નિવારવા માટે જોઈતા ગુણે, એ ગુણોની પ્રાપ્તિ થાય તે વખતની આત્માની સ્થિતિ, આ સમયે સંજ્ઞામાંથી વિરક્ત થવું, લોકોત્તર સંશામાં તહીન થવું અને તે સઘળું કેવી રીતે થાય તે વિચારવાની જરૂર છે. જે મનુષ્ય મુસાફરી કરવા નીકળે છે તેણે પિતે કયાં જવા માગે છે તે સ્થળ, ત્યાં જવાને માર્ગ, એ માર્ગમાં રહેલી સગવડ વગેરે બધું વિચારવું પડે છે. જે માણસ એ વાત વિચારતે નથી તેનાથી મુસાફરી થઈ શકતી જ નથી અથવા તે માણસ મુસાફરી કરવા નીકળે છે તે ધપે ખાઈને પાછો જ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com