________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૫).
સુષાબં ૧છે. પહેલાં તમે તમારી ડાયરી તૈયાર કરો છો. લેખિત ડાયરી તૈયાર ન કરતા હો તે મનમાં સંકલન ગોઠવી જાઓ છે કે અમુક રસ્તે જવું છે. ફલાણે રસ્તે સ્થાનિક સ્ટેશને જવું છે ત્યાંથી અમુક વખતે આવતી આગગાડીમાં બેસવું છે અને અમુક સ્ટેશને ઉતરીને ત્યાંથી ચાલતા અથવા ફલાણ રીતે શ્રીતીથાધિરાજ ઉપર પહોંચી જવું છે.
ત્રણ વસ્તુઓનું મહત્વ. તમે વાસ્તવિક રીતે જ મુસાફરી કરવા માગતા હે તે માત્ર આવી
ડાયરીથી જ તમારા કાર્યની પરિસમાપ્તિ થઈ જવાની નથી. ડાયરી સાથે જ તમારે પૈસા અને તમારું બેડિંગ પણ સાથેજ રાખવું પડે છે. અર્થાત પૈસે, બેકિંગ અને ડાયરી એ ત્રણે જે તમે સાથે રાખ્યાં હોય તે જ તમારી મુસાફરી સુખરૂપ થઈ શકશે અને તમે ધારેલે સ્થળે પહોંચી જઈ શકશે. જો તમે આ ત્રણ વાતમાંથી એક પણ વાતની ખામી રાખી હોય તે પરિણામ એ આવશે કે તમે તમારો પ્રવાસ સારી રીતે કરી શકશે નહિ અને તમારે અથડાઈ કુટાઈનેજ પાછા ફરવું પડશે. જે પ્રમાણે સંસારની સ્કૂલ મુસાફરીમાં ડાયરી, પિસે અને બેડિંગની જરૂર પડે છે તે જ રીતે આ મહાભયાનક ભવસાગરની મુસાફરી માટે પણ તમને ડાયરી, પૈસો અને બેડિંગની જરૂર છે પરંતુ તમારા વ્યવહારના ડાયરી, પૈસો અને બેડિંગ એ સાધને અહીં ચાલતા નથી અહીં તે ડાયરી, પૈસો અને બેડિંગ એ ત્રણને સ્થાને એ ત્રણ વસ્તુઓ જ હોવી જોઈએ કે આ (૧) જીવ અનાદિને છે, (૨) ભવ અનાદિને છે અને (૩) કર્મસંગો પણ અનાદિના જ છે. આ ત્રણ ભાવનાનું દઢપણું એ તમારા મોક્ષમાર્ગના ડાયરી, પૈસો અને બેડિંગ છે. હવે આ તમારા સાધને તમને મોક્ષને પ્રવાસ કરવામાં કેવી સહાયતા કરે છે તે તપાસી જુઓ.
બધે શ્રદ્ધા ખરી, માત્ર ધર્મમાંજ નહિ! પ્રવાસમાં ડાયરીની જરૂર અનિવાર્ય છે. તમે
ધર્મક્ષેત્ર શત્રુંજય ઉપર જવા માગે છે એ વાત સાચી છે પરંતુ તમારે કયે રસ્તે જવું છે એ તમારે ત્યાં જવા તૈયાર થતી વખતે જ નક્કી કરી લેવું જોઈએ. અહીં તમે તમારા પુરોગામીઓની બુદ્ધિને અનુસરે છે. તમે જ્યારે સૌથી પહેલાં શ્રીતીથીધિરાજને વિષે જવા તૈયાર થયા છે, ત્યારે તમે એ ક્ષેત્ર ઉપર કયે રસ્તે જવું એગ્ય છે તે તમારા જાતિઅનુભવથી જાણતા નથી, પરંતુ તમારા પૂર્વજો, તમારા ગ્રામવાસીઓ, તમારા પાડોશીઓ અમુક રસ્તે અમુક રીતે તીર્થાધિરાજ ઉપર ગયા છે એટલે એજ રસ્તે સારો અને સરળ હાઈ એજ રસ્તે ઓછામાં ઓછી તકલીફ્રે ત્યાં જઈ શકાય છે એમ તમે માની લે છે. એથી પણ આગળ વધીને તમે અંધશ્રદ્ધા રાખે છે. રેલવે કંપની કે જે તમારોમાંના કેઈને ઓળખતી જ નથી, તમારે કઈ સગાવહાલે પણ એ કંપનીમાં ડિરેકટર નથી અથવા કંપનીના ડિરેકટરોમાંથીય તમને કોઈ ઓળખતું નથી છતાં કંપની જે રસ્તે તમોને લઈ જાય છે તે રસ્તે તમે તીર્થાધિરાજ ઉપર જવા તૈયાર થાઓ છે, હવે અહીં પક્ષપાતરહિત થઈને વિચાર કરશે તે તમે પણ કબૂલ રાખી શકશો કે અહીં તમારી અંધશ્રદ્ધાની અવધિજ થાય છે! હવે કંપનીઓ ઉપર તમે શા માટે વિશ્વાસ મૂકો છે? તે કહે છે કે એ કંપનીઓ પર તમારા પુરોગામીઓએ વિશ્વાસ મૂક હતે માટે! અર્થાત તમે શ્રદ્ધાથીજ એમ માની લે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com