________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫૬)
સુધાદિ ૧ હવે જે આત્મા, આત્મા અનાદિને છે અને શરીર વસરૂપે આદિનું છે એમ જાણે છે તે આત્મા દેહને વસ્ત્રરૂપે સમજે છે અને તેથી તેની એ દઢ માન્યતા હોય છે કે આત્મા એ પિતાની વસ્તુ છે અને શરીર એ પારકી વસ્તુ અથવા મેળવેલાં લુગડાં સમાન છે. પોતાના શરીરનું લોહી કાઢીને કોઈ પણ માણસ પોતાના લુગડાને રંગવાને માટે તૈયાર થતું નથી. કારણ કે તે જાણે છે કે લુગડાં જેવી પારકી વસ્તુને રંગવાને માટે શરીરનું લેહી વાપરવું એ કેવળ મૂર્ખાઈ છે. તેજ પ્રમાણે શરીરને જે આત્મા લુગડાં પ્રમાણે સમજે છે તે આત્મા શરીરને શણગારવા અર્થાત્ કે પૈસોટકે, ધન વિગેરે મેળવવાની પાછળ આત્માના ઓજસને કદી રેડતો નથી. આ માણસ આત્માને પિતાને સમજે છે અને શરીર, પૈસા, જગતની બીજી બધી સમૃદ્ધિ ઈત્યાદિને તે આવી મળેલી પીડા સમાન ગણે છે. ધન્નાજીનું ઉદાહરણ વિચારે. જે માણસ જીવને અનાદિને સમજે છે અને શરીરાદિ
તેને આવી મળેલું છે એમ ગણે છે તેની સ્થિતિ એવી હોય છે કે તે પ્રાચીન મહાપુરુષના આચરણ તરફ પ્રેમ રાખે છે. પ્રાચીનકાળમાં અનેક મહાપુરુ
એ ધર્મનું રક્ષણ કર્યું હતું તેમણે મરણતે પણ શીલધર્મ છેડ્યો નહોતે તેજ પ્રમાણે મારે પણ ધર્મ પાળજ જોઈએ અને શીલધર્મ છેડે ન જોઈએ એવીજ વૃત્તિ “આત્મા અનાદિ છે” એવી માન્યતાવાળા પુરુષની હોય છે.
તપ કરવામાં સંકોચ શરીરનો કરે પડે છે પરંતુ એ મહાન તપશ્ચર્યાનું ફળ તે આત્મા નેજ મળે છે. ધન્નાજીનું તપ કે પ્રભાવશીલ હતું અને તેની ધર્મમાં કેટલી બધી દઢ ભાવના હતી તે બધા જાણે છે. ધન્નાજી એક સુકુમાર શ્રીમંત હતા. તેમને આઠ સ્ત્રીઓ હતી. તેઓ મહારાજા શ્રી શ્રેણિકના જમાઈ થતા હતા અને શાલિભદ્રના બનેવી થતા હતા. તેમણે પોતાની પત્નીના કથનથી આ પત્નીઓને એકી સાથે ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. શાલિભદ્ર પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. તે પછી તેમણે એવું ભિષણ તપ કર્યું હતું કે તેઓ ચાલતા તે હાડકાં એક બીજા સાથે ઘસાઈને ખડખડ વાગતાં હતાં અને મેઢેથી બેલી પણ શકાતું નહતું તે છતાં તેમણે તપશ્ચર્યાને ત્યાગ કર્યો નહતે.
તમારી સ્થિતિ વિચારે. હવે આજે આપણે સ્થિતિ કેવી છે તેનો વિચાર કરો. બીજા
તપ કરવા તે બાજુએ રહ્યા પરંતુ આપણે એક સાધારણ ઉપવાસ કરીએ છીએ તે પણ એક દિવસનું ખાવાનું જાય તે માટે હેહા કરી મૂકીએ છીએ. આપણું આ સ્થિતિ જો એ મહાન તપસ્વીઓએ રાખી હોત, તે વિચાર તે કરે કે તેઓ ઈતિહાસને પાને નેંધાએલી કદીપણ ભૂલી ન શકાય એવી ભવ્ય અને નિર્મળ તપસ્યા શી રીતે કરી શકયા હેત? પ્રાચીનકાળમાં મોટા મેટા રાજાઓની રાણીઓએ પણ તપશ્ચર્યા કરી છે. જેઓ અત્યંત સુકુમાર હતી, જેમની કોમળતા જગજાહેર હતી, એક તણખલું પણ ખુંચે એવાં જેમનાં સુંદર શરીર હતાં તેવી રમણીઓએ પણ તપશ્ચર્યા કરી છે. શ્રેણિક રાજાની રાણુઓ મહાએના કૃષ્ણ એ સઘળીઓએ શ્રીમાન વર્ધમાન તપ પૂરો કર્યો હતે. વર્ધમાન તપની મહત્તા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com