________________
માનદ–સુધાસિંધુ.
( ૨૫૫)
સુધાબિંદુ ૧ લું. છે. હવે વિચાર કરી કે તમારા ખાળકના અભ્યુદય કેવી રીતે સાધી શકાય ? તમારા ખાળક ધર્મોમાં દઢ રહે, જિંદગીના છેડા સુધી તેના મુખમાંથી ધર્મના વિધી એવા એક શબ્દ પણ ન નીકળે અને તેને હાથે એક પણ અકાર્ય ન બને એવુ' જો તમે ઇચ્છતા હા; તેા તમારે ગળથુથીમાંજ પેઢી ત્રણ વસ્તુએ નાખવાની છે કે જીવાત્મા અનાદિના છે, ભવસયાગ અનાદિના છે અને કસ ચેાગ પણ અનાદિનાજ છે. જે માબાપ પાતાના બાળકને આ ત્રણ વસ્તુઓ ગળથુથીમાં આપે છે તે માખાપ આળકના સાચા જૈનમાતાપિતા છે અને જેએ! એ રીતની ગળથુથી બાળકાને પાય છે તે માબાપાના માળકા એવી દઢ મનેાવૃત્તિવાળા અને બળવાન ચિત્તવાળા નીવડે છે કે પ્ર:ણાંતે પણ તેઓ ધર્મના આશ છેાડવાએ તૈયાર થતા નથી ! જો તેઓ ધર્મને છેાડવા પણ તૈયાર ન થાય તે પછી તેઓ ધર્મ તેડવા તે કયાંથીજ તૈયાર થવાના હતા ?
આ ગળથુથીને પ્રભાવ શેા ?
કે
આ ગળથુથીના આટલા બધા પ્રભાવ કહ્યા પછી હુવે એ વાત વિચારી જોવાની જરૂર છે કે આ ગળથુથી વડે આત્મામાં એવે કયા પ્રભાવ ઉસન્ન થાય છે જેને પરિણામે આત્મા ગમે તેવા સંકટોમાં પણ ઢ રીતે ટકી રહે છે અને તે પેાતાના ધાર્મિક મંતચૈાના ત્યાગ કરતા નથી. જીવ અનાદિના છે એ વાતના વિચાર જયાં દઢ થાય છે કે ત્યાં આત્મામાં એક જાતનું અલૌકિક ખળ આવે છે. એવા આત્મા આ વિશ્વના વ્યવહારામાં પ્રાણ આપી દેવાને માટે કાઇ પણ રીતે તૈયાર થતા નથી. અહીં શરીરના અને લુગડાંના ઉદાહરણના વિચાર કરો, માણસ પાતે લુગડાં પહેરે છે અને સામાન્ય સચેાગેામાં તે પેાતાનું શરીર અને લુગડાં તેને સભારે છે, તેની સ'ભાળ લે છે અને અને ફાટી ન જાય કે તેમાં કાંઇ નુકશાન ન આવે તે સંભાળે છે, પર ંતુ કેાઈ સમયે અકસ્માત થાય અને લુગડાંના છેડા દીવાને લાગી લુગડુ સળગી ઉઠે, તેા તે સમયે માણસ પેાતાની દેહને ભાગે લુગડાંને સંભાળતા નથી પરતુ લુગડાંને ભાગે પાતાને જ સંભાળે છે. લુગડું સળગી ઉઠયું અને દાઝી જવાની વારી આવી જાય તે તેજ ક્ષણે તરૂણ હોય, ખાળક હાય, વૃદ્ધ હાય, સ્ત્રી હાય કે પુરુષ હાય તેા પણ ખષા પાતાની આખરૂ, લાજ કે મર્યાદાના વિચાર ન કરતાં લુગડું કાઢીને ફેંકી દે છે! યાદ રાખા કે સામાન્ય વખતે માણુસ શરીર અને લુગડું' ખ'ને સભાળે છે પરંતુ અકસ્માત વખતે તે લુગડાંને પડતું મૂકીને પોતાના શરીરનેજ સભાળે છે.
આત્મા પાતાની વસ્તુ છે. શરીર નહિ,
માણુસની આ મનેવૃત્તિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે શરીરને પેાતાનું ગણે છે પરંતુ લુગડાંને પોતાના ગણતા નથી. આજ ઉદાહરણ અહીં પણ લાગુ પાડશેા તે તમાને સમજાશે કે જીવ અનાદિના છે એ સ'સ્કાર દેઢુભાવનાના ત્યાગ કરવાને માટે કેટલેા આવશ્યક છે. જે મનુષ્ય એવું સમજ્યા છે કે આત્મા તેા અનાદિના છે તે પર્યાયે એમજ સમજે છે કે શરીર આદિનું છે અર્થાત્ આત્મા સ્વયંભૂ છે તે પહેલાં મળે છે અને શરીર મળ્યા પછી જેમ શરીરને ઢાંકવા માટે વસ્ત્રોની તૈયારી કરવામાં આવે છે તેમ આત્મા અનાદિને છે અને અનાદ્દિના આત્માને અનાદિના ક્ર સચેાગ હાવાથી શરીરની પ્રાપ્તિ થવા પામી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com