________________
આનંદ-સુધાસિંધુ
(૨૫૩)
સુધાદિ ૧ તું. પહેરવાના પ્રસંગોમાં તમને તમારા બાપદાદાની વીંટી વાપરતી વખતેજ વધારે ઉલ્લાસ અને વધારે પ્રેમ જણાશે. એજ સ્થિતિ સામાન્ય જિનમંદિરમાં પૂજા કરતી વખતે અને વડિલેએ બંધાવેલા મંદિરોમાં પૂજા કરતી વખતે હોય છે. અર્થાત્ સામાન્ય મંદિરમાં શ્રીજિનબિંબપૂજાનું જે ફળ છે તેના કરતાં પૂર્વજોએ બંધાવેલા મંદિરમાં પૂજા કરવાનું ફળ વધારે છે એવું ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું માનવું છે.
માણસોની મનવૃત્તિ જ એવી થઈ ગઈ છે કે ન પૂછો વાત! તમારે કરો ચાર દિવસ નિશાળે ન જાય, કેલેજમાં ન જાય અથવા તે વ્યાયામશાળામાં ન જાય તે તેથી તરતજ તમે ગભરાઈ ઉઠે છે, તેને ધમકાવે છે અને છોકરે જે નાની ઉમ્મરને અને કહ્યાગરો હોય તે તમે તેને ઝુડી કાઢતાં પણ ડરતા નથી પરંતુ એ જ છોકરે જે ચાર દિવસ દહેરે ન જાય, ઉપાશ્રયે ન જાય, અરે! મહિનાઓના મહિના સુધી ઉપાશ્રયે ન જાય તો તેથી તમારા અંતઃકરણમાં જરાય ક્ષોભ થતું નથી આ સઘળા ઉપરથી જ તમારી ધાર્મિક લાગણીનું માપ નીકળી શકે છે.
જૈનત્વનું રાજીનામું. તમારા બાળક નિશાળે ન જાય તે તમને લાગી આવે છે પરંતુ
તે ઉપાશ્રયે ન જાય તે તમોને લાગી આવતું નથી. તમારી સંપત્તિની જાળવણીને વિચાર તમે પાકે પાયે કરી છે પરંતુ તમારા ઈશ્વર પાર્જિત સંસ્કારોની જાળવણીનો વિચાર તમને આવતું નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તમારી ધાર્મિક કીતિને અને ધાર્મિક સંસ્કારનો વારસ તમે તમારા બાળકોમાં નાખવા માગતા નથી. જો તમે એમ કહેતા હો કે અમે એ વારસો આપવા માગીએ છીએ તે તમારે તેને જવાબ આપ પડશે કે તમોએ એ દિશાએ શું કાર્ય કર્યું છે! તમારો જવાબ આ બાબતમાં એ છે કે છે અને અર્થ એ છે કે પત્થરો અને કલસાને માટે તમે તમારી સંતતિના માબાપ છે પરંતુ ધર્મ, સકાર્ય, નીતિ, સદાચાર એ બધામાં તમે માબાપ નથી. જેનત્વનું તમે રાજીનામું આપ્યું નથી. જૈનત્વ તમને અપ્રિય નથી પરંતુ તમારું કાર્ય એવું છે કે તે જેનત્વનું રાજીનામું આપવા જેવું છે. તમે આ રીતે તમારી ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવતા નથી અને ટ્રસ્ટને તમે બેવફા નીવઠો છે તે બાબતમાં તમે તમારી ફરજ વિચારે અને સવેળા જાગ્રત થાઓ એ જરૂરનું છે.
તમે ગુન્હેગાર ટ્રસ્ટી છે. અમુક માલમિલ્કતને માટે જેઓ ટ્રસ્ટી નીમાએલા હોય તે
ટ્રસ્ટીઓની ફરજ છે કે તેમણે ટ્રસ્ટને વહીવટ બરાબર કરે જોઈએ. પોતે ટ્રસ્ટમાંથી પૈસા ન ખાઈ જાય એટલું જ તેમણે જવાનું નથી પરંતુ ટ્રસ્ટીઓએ ત્રણ કામ કરવાનાં છે. પિતાને જે સ્થિતિમાં ટ્રસ્ટ મળ્યું હોય તેના કરતાં ટ્રસ્ટની મિલકત વધારવી જોઈએ. ટ્રસ્ટને પિતે રૂપગ ન કરવો જોઈએ તે જ પ્રમાણે બીજાને તેને દરૂપગ ન કરવા દેવે જોઇએ અને ટ્રસ્ટને ઠરાવેલે ઉપયોગ થાય તે માટે નિયમિત લક્ષ આપવું જોઈએ. જે ટ્રસ્ટી આ ફરજ બજાવતું નથી તે ટ્રસ્ટી એ નામનેજ ટ્રસ્ટી છે એટલું જ નહિ પણ તે ટ્રસ્ટી ગુનેગાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com