________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫૮)
સુષાબંદુ ૧ લું वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीणो-ग्यन्यानि संयाति नवानि देही ॥ અથત માણસ જે પ્રકારે પિતાના જુના વસ્ત્રોને ત્યાગ કરી નવા વસ્ત્રો ધારણ કરે છે તેજ પ્રમાણે આત્મા પણ જુનું શરીર તજીને નવું શરીર ધારણ કરે છે. ભગવદગીતાના મુદ્દા પ્રમાણે આ શરીરને માત્ર વસ્ત્ર જેટલી જ મહત્તા આપવાની છે. શરીર પ્રતિ આવી દષ્ટિ તેજ આત્મા રાખી શકે છે કે જે આત્માને મહાન અને શરીરને તુચ્છ વસ્તુ સમજે છે અને આત્માની અમરતા જે સમજી શકે છે. દયાન અને ભાવ શકય કયારે? હવે આગળ વિચાર કરશે તે દાન, શીલ, તપ
અને ભાવ એ પ્રમાણેના ચાર વર્ગો શા માટે કરવામાં આવ્યા છે તેને ખ્યાલ આવશે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે પરંતુ જે ભાવ તપમાંજ આવી જતું હોય, તે તો ધર્મના, માત્ર ત્રણ જ પ્રકાર થઈ શકે અને દાન, શીલ અને તપ એ ત્રણ પ્રકારે જ ધર્મ છે એવું કહી શકાય, શાસ્ત્રકાર મહારાજાઓએ એમ ન કહેતાં ધર્મ ચાર પ્રકારે કહ્યો છે અને ધર્મનું ચેાથું અંગ ભાવ જણવેલો છે. આ પ્રમાણે શા હેતુથી કહેવામાં આવ્યું છે તેને હવે વિચાર કરીએ.
ધ્યાન એ ભાવમાં આવી જાય છે અને ભાવ તપમાં આવી જાય છે આથી દાન, શીલ અને તપ એ ત્રણજ પ્રકારે ધર્મ કહ્યો હોય તે પણ તે બસ છે એ દષ્ટિ સાચી નથી.
| ધ્યાનનો તમે પરસ્પર વિચાર કરશે તે તમને માલમ પડશે કે તપ અને સ્થાનની વચ્ચે કાર્યકારણનો સંબંધ રહે છે. તપ એ કારણ છે અને ધ્યાન એ કાર્ય છે. તપશ્ચર્યાનું ફળ એ છે કે તેથી જગતના વિષયોથી વિરકત થવાય છે. જે તમે કારણ રૂપ તપ વડે જગતની જંજાળોથી મુકત થયા હશો તે પછી તમે ધ્યાન અને ભાવ રૂપી કાર્ય કરી શકવાના છે. જો તમે તપથી નિર્મળ બનીને સાંસારિક જંજાળને ત્યાગ ન કર્યો હોય તે તમારાથી ધ્યાન કે ભાવ કદી પણ જુદા થઈ શકવાનાજ નથી. આત્મા જ શરીર દ્વારા તપ કરે છે. કાર્યકારણના સંબંધને લઈને અને કાર્યની મુખ્ય
તાએ ભાવનો ભેદ જુદે પાડવું પડે છે ભાવ છે અત્યંતર તપને વિષય છે અને તપ એ બાહ્ય તપને અંગે છે આથીજ તપ અને ભાવ એ બેને જુદા પાડવા પડયા છે. વળી તપને જુદે પાડવાનું અને ભાવને જુદે પાડવાનું બીજું એક કારણ છે. જે સમયે આત્મા ગુણસ્થાનકની શ્રેણીએ ચઢતે ચઢતે આગળ વધે છે અને ચઢતા ગુણસ્થાનકે આગળ જઈ અંતર્મુહૂર્તમાં પહોંચી જાય છે. ત્યાં અણુશણુહિક બાહ્ય તપ કે પ્રાયશ્ચિતાદિ અત્યંતરત ન હોય તે ભાવની મુખ્યતાને સ્વીકારવી પડે છે. આવું ન હોય તે તપને અંદરજ ભાવને જરૂર સમાવી શકાય, પરંતુ આ બે કારણેને લીધે તપ અને ભાવ બંનેને એક ન કરતાં તેને જુદાજ રાખવા પડે છે. શરીર ઉપર છેવટે જે અંકુશ ન હોય તે અત્યંતર તપમાં આવવું મુશ્કેલ થઈ પડે છે. આથી સમજાય છે કે તપસ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com