________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫૭)
સ્વાબિંક ૧ તમે જાણે છે. બીજા તપે નજીકમાં પુરા થાય, છે શ્રી વર્ધમાન તપ એવું છે કે તે લાગલાગટ કર્યા કરો તે પણ પંદર વરસેજ પુરૂં થાય છે. બીજા તપે પુરા થાય કે તેનું પારણું કરવાનું આવતાં થાળી તૈયાર હોય છે. ઉપવાસતપ, છઠ્ઠ, અઠ્ઠમ એ સઘળાના તપમાં પારણાને કહાડે રેજના કરતાં બેવડું ખાવું હોય તે તે પણ ખાઈ શકે છે. જ્યારે આ વર્ધમાન તપમાં પારણામાં બમણું તપસ્યા એટલે ઉપવાસ કરવાનેજ બાકી રહે છે! પારણાને દિવસે બમણું તપ કરવાનું હોય છે. આવું લાંબુ અને કઠિનમાં કઠિન તપ તે પણ શ્રીમાન શ્રેણિક રાજાની રાણીએ મહાસેના અને કૃષ્ણા એમણે પૂરું કર્યું હતું. તપસ્વીઓની માન્યતા શું હતી? મહારાજા શ્રેણિક એ કાંઈ બે પાંચ ગામને ઠાકરડે
ન હતે. મગધનું મહારાજ્ય કે જેની હાક સમસ્ત સામ્રાજ્યમાં વાગતી હતી એ વિશાળ મહારાજ્યને મહારાજા શ્રેણિક એ સ્વામી હતા. આવા મહાસમ્રાટની પત્નીઓ પણ જ્યારે આવું કઠણ તપ કરે છે ત્યારે તેમની મદશા કેવી હશે તેને વિચાર કરજે. આવા મહાસામ્રાજના માલિકે પણ આવું પ્રચંડ અને ભગીરથ તપ કરી શક્તા હતા તેનું એકજ કારણ હતું કે તેઓ આ શરીરને લુગડાંના જેવું તુચ્છ સમજતા હતા. આત્મા એ પિતાની વસ્તુ છે અને લુગડાંરૂપી શરીર એ તેને ગળે પડેલી વસ્તુ છે એ વાત તેમના અંતરમાં ઠસી જવા પામી હતી અને તેથી જ તેમના હાથે આવા મોટાં મોટાં તપે થતાં હતાં!
આ શરીર એ બરાબર આત્માએ ધારણ કરેલું લુગડું જ છે. ધારો કે તમે પાંચ રૂપીયાનો જરીથી ભરેલે અંબર પહેર્યો છે, પરંત જે એ અંબરનો છેડો પણ સળગી ગયો અને અંબર બળીને ખાક થઈ જવાને વારે આવે; તે તે પળે “મારે આ અંબર છોડવો જોઈએ કે નહિ” એ તમે વિચાર કરવા નથી બેસતા. એ ટાંકણે તમે તમારા માબાપની કે બૈરી છોકરાની સલાહ લેવા માટે પણ નથી થતા અને સળગેલ અંબર કાઢીને ફેંકી દે છે એવી જ સ્થિતિ બરાબર આ દેહની પણ છે. શરીર એટલે સળગતું લુગડું. શરીર એ બરાબર સળગતું લુગડું છું. આયુષ્યને ઘટાડે
એ દેહરૂપી વસ્ત્રને લાગે અગ્નિ છે. એ અગ્નિ જે જાણે છે અને શરીર એ ગળે પડેલું લુગડું છે એવી જેની ખાતરી થઈ છે તે માણસ એ શરીરરૂપી લુગડાને સળગતી હાલતમાં જોયા પછી તેને ફેંકી દેવામાં જરા સરખો પણ વિલંબ કરતું નથી. જે માણસ આ શરીરને સળગતા લુગડા સમાન સમજે છે તે તે કદાપિ પણ એ સળગતા લુગડાને બચાવવાને વિચાર સરખે પણ કરતા નથી. તે તે જાણે છે કે આ સળગેલું લુગડું બચાવવા જઈશ તે પણ તે બચી શકવાનું નથી તેથી એને બચાવવાનો વિચાર કરીને દાઝવા કરતાં એ લુગડાને ફેંકી દેવાને વિચાર કરો એજ ઉત્તમ વસ્તુ છે.
માણસ જેમ પિતાના જુના વસ્ત્રો કાઢી નાખે છે તેમ આ આત્મા પણ જુના વરૂપી દેહને છોડી દે છે અને નવા વરૂપી નો દેહ ધારણ કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયના બાવીસમાં લેકમાં જણાવ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com