________________
આનંદ-સુધાસિંધુ
(૨૫૧)
સુધાબિંદુ ૧ લું ભાસે છે અને સમાજસંવદ્ધનના કાર્યમાં જે પૈસા વપરાય છે તેને તે દુરૂપયોગ કહેતા નથી પરંતુ સદુપયેાગ કહે છે. આવી દશા એ બીજી કઈ પણ વસ્તુને આભારી નથી, માત્ર ધાર્મિક સંસ્કારના અભાવને જ આભારી છે.
તમે તમારા બાપદાદાને વખાણુતા હતા, તેમની પ્રસંશા કરતા હતા અને તેમને પગલે પગલે ચાલવામાં ગૌરવ લેતા હતા. જ્યારે તમારી સંતતિ એવી પાકે છે કે તે તમારા બાપદાદાઓએ મૂર્ખાઈ કરી છે એવું કહે છે એનું કારણ એટલું જ છે કે તમારા બાળકોમાં તમે ધર્મના દૃઢ સંસ્કાર બાલ્યાવસ્થામાં નાખ્યાજ નથી એથી પણ આગળ વધીએ તો એમ પણ કહી શકાય કે તમે જાતે પણ ધર્મ તરફ જોઈએ તેટલી પ્રીતિવાળા નથી અથવા તમારામાં ધર્મ તરફ જોઈએ તેટલી પ્રીતિ હોય તે તમે એ પ્રીતિ તમારા બાળકેમાં લાવવામાં બેદરકાર રહે છે. તમે તમારા બાળકોમાં ધાર્મિક સંસ્કારી નાખવામાં કેવા બેદરકાર છે તે વાત હવે તપાસે. વારસે શાને ધનને કે ધૂળને ? તમે પાંચ દશ લાખના માલીક હે, એટલી રકમ
ઉપરાંત થોડા દાગીના, હીરા, મોતી, ઝાહિર તમારા ઘરમાં પડયા હોય તે તમે તે સઘળું તમારા છોકરાને બરાબર મળે છે એની તપાસ રાખે છે. એ સઘળી મુડીમાંથી એક પણ પૈસે તમારો છોકરો ઓછો મેળવે તે તમે કકળી ઉઠો છો. તમારી સઘળી વસ્તુને તમે તમારા બાળકને પુરો વારસદાર બનાવવાને ઈચ્છો છો અને એ વારસામાંથી પૈસે પણ એ છે ન થાય તે તમે ધ્યાનપૂર્વક તપાસે છે.
જેમ તમે તમારી સ્કૂલ સંપત્તિને વારસો તમારા બાળકને મળે એની કાળજી રાખે છે તેવીજ કાળજી તમે તમારા ધાર્મિક સંસકારોનો વારસો તમારા બાળકને મળે તે માટે રાખતા નથી. તમે ધન અને જવાહર કે જે ખરી રીતે કલસા અને પત્થરથી જરા પણ વિશેષ મહત્વના નથી, તેને તમારા દીકરાને વારસદાર બનાવે છે પરંતુ તમારે ધર્મ જે તમારા પૂર્વજોએ લેહી આપીને સાચવે છે. જેનસંસ્કાર જે તમારા પૂર્વજોએ પોતાના હાડકાંને ભેગે પણ જાળવ્યા છે, એ જૈનત્વ, એ ધાર્મિક સંસ્કાર, એ સઘળાને વારસો તમારા બાળક મેળવે એવું તમે ચહાતા નથી અથવા ચહાતા છે તે તેવી જાતના પ્રયત્ન પણ કરતા નથી. તમારી જિંદગીને ઈતિહાસ તમે તપાસી જુઓ. તમારું રેજનું વર્તન તમે તપાસી જુઓ અને પછી કહે કે તમારા બાળકને તમારા પૂર્વજોના સાચા સંસ્કારને વારસ મેળવી આપવા માટે તમે શું કર્યું છે? તમારા પ્રયત્નજ ખામીવાળા છે. તમારા પૂર્વજો મહાપ્રતાપી હતા. તેમને યશ કદી
પણ ન ભૂલી શકાય એવાં કાર્યો તેઓ કરી ગયા હતા. તેમણે પરસેવે કાઢીને મેળવેલી લક્ષમી ધર્મકાર્યમાં વાપરી હતી. એ સંસ્કાર, એ નીતિ, એ ઉત્તમતા. એ સઘળાનો વારો તમારા બાળકોને મળે તે માટે તમે શું પ્રયત્નો કર્યા છે અને જ્યારે પ્રયત્નો કર્યા છે, તેને વિચાર કરો. તમે શાંતિથી વિચાર કરશે તો તમને એજ જવાબ મળશે કે તમારા એ દિશાના પ્રયત્નો શૂન્યથી વધારે નથી ! તમારું વર્તન તપાસવા માટે તમે પોતેજ પ્રયત્ન કરી જુઓ એટલે તમને તમારી ભૂલ માલમ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com