________________
આનદ-સુધાસિંધુ.
(૨૫)
સુધાબિંદુ ૧૯. એમ માને કે તમે વ્યાપારધંધાના હિસાબકિતાબમાં મચેલા છે. તમારું ધ્યાન એ બાજુએ રોકાએલું છે અને તમારી પાસે બેસીને તમારે નાને છોકરો આંક ભણે છે. એ છેકરો. ભૂલથી પણ ૧૫x૧૦=૧૫૦, ને બદલે ૧૫૪૧૦=૧૨૫; બોલી દે છે, તે એ બાજુએ તેજ ક્ષણે તમારું ધ્યાન ખેંચાય છે અને તમારા છોકરા ઉપર તમે બરાડી ઉઠો છે. તમારે છોકરો જે વાકય ખોટું બોલે છે, જે આંકનું પલાખું બરાબર નથી બે, તેથી હજી તે તમને કાંઈપણ ગેરલાભ થવાનું નથી. એ ભૂલથી તમારા ખીસામાંથી દસ રૂપીઆ જવાના નથી અથવા એ ભૂલ ન થાય તો તેથી તમારા ખીસામાં સો રૂપીઆ આવવાના નથી ! પરંતુ તે છતાં તમારા બાળકમાં ગણિતને લગતા ખોટા સંસ્કારો ન પડી જાય તેની તમે એટલી બધી કાળજી રાખો છે કે તમે બરાડી ઉઠે છે અને વધારે થાય તો તેને એકાદ તમારો પણ મારી દે છે. હવે તમારું હૃદય તમને એજ રીતે ધાર્મિક સંસ્કારની અવહેલના વખતે ડંખે છે ખરૂં કે?
તમને જરૂર “પત્થરદાસ”ની છે, “ધર્મદાસની નથી. તમારે બાળક તીર્થકર દેવેની
નિંદાને એક શબ્દ બેલે, તમારા પૂર્વજોની નિંદા શબ્દ બેલે, તમારા પૂર્વજોએ કરેલા ઘાર્મિક વ્યવહારના કાર્યોની ટીકા કરે, તો તે સાંભળીને તમારા અંતરમાં પહેલાંના જેવો ક્ષોભ કદીય થતું નથી. અરે! કેટલીક વાર તો હશે બાળક છે એમ કહીને તમે એને એવી ટેવ પણ પાડે છે! આ સઘળા ઉપરથી માલમ પડે છે કે તમે તમારા બાળકને પત્થરા અને કોલસારૂપ હીરા અને ધનને જ માલિક બનાવવા માગો છો અને એ સારામાં સારો પત્થરદાસ થઈ શકે એવીજ તમે તૈયારી કરે છે તેને ધર્મદાસ કરવાની તમે કાળજીજ રાખતા નથી. આ વિષયની ચર્ચા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબે પણ કરી છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વીશીપ્રકરણ નામક ગ્રંથમાં અધિકારની ચર્ચા કરે છે. આ ચર્ચામાં તેઓશ્રી જણાવે છે કે પિતાના વડીલોએ શ્રી જિનમંદિર બંધાવ્યું હોય, જિનબિંબ ભરાવ્યા હોય અને તેવા દહેરાંઓની અને જિનબિંબની સેવામાં વંશજ તલ્લીન રહે તો તે વસ્તુ બહુ ફળદાયી છે અર્થાત્ સામાન્ય દહેરાઓની સેવા કરવા કરતાં પૂર્વજોએ બંધાવેલા મંદિરોમાં પૂજા કરવાથી વધારે પુરયની પ્રાપ્તિ થવા પામે છે. જે આમા કુટુંબીઓ તરફથી મળેલ ધાર્મિક વારસો પ્રમાણુ ગણે છે તેને એ વારસાને સંભાળતાં જેટ આનંદ થશે એટલે આનંદ અને તેટલે પ્રેમ તેમને બીજા કોઈ પણ કાર્યમાં થશે નહિ.
વધારે પુણ્ય કયાં છે? શાસ્ત્રકાર ભગવાન તરીકે સઘળા ભગવાનો સરખા છે. ભગવાનની
દષ્ટિએ બધા ભગવાન સરખા છે. મૂર્તિને અંગે પૂજા તે શ્રીમાન મહાવીર દેવની જ છે. પછી એ મૂર્તિ સર્વ સામાન્ય મંદિરમાં છે કિંવા તમારા પૂર્વજોએ બંધાવેલા મંદિરમાં હે ભગવાન તે સઘળે સરખાંજ છે છતાં ધાર્મિક ઉલ્લાસને અંગે અહીં ફેર પડે છે. એક સામાન્ય દાખલે લેશો તે પણ તમને આ વાત ઝટપટ સમજાઈ જશે. તમેને રસ્તામાંથી એક વીંટી જડી હોય અને બીજી વીંટી તમારા બાપદાદાએ કરાવી હોય; તે એ બને વીતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com